કેબીસીમાં જિલ્લાની શરૂઆતના વિસ્તારની સુકી નહેરોમાં નર્મદાનીર વહેવડાવો

ગાંધીધામ : ૬ઠ્ઠી વિધાનસભામાં સભ્યને નાતે નર્મદાડેમ/કેનાલ/કચ્છમાં મળનાર પાણીની ઓછી ફાળવણી સબળે સતત રજુઆત કરનાર બાબુભાઈ મેઘજી શાહે અભ્યાસપૂર્વકની રજુઆતકર્તા જણાવ્યું છે કે, નિયત ઉંચાઈ મળ્યા પછી તેમજ ગેઈટ બંધ થયા પછી ૧ર૪ મીટરનાં લેવલે નિયત કમાન્ડ એરીયામાં તેમજ ઓવર ફલોના ૧ મીલીયન પાણી માટે કચ્છ હકદાર છે. રાપરથી રવેચી જતાં નંદાસર પાસેથી કચ્છ બ્રાન્ચ કેનાલ સુકી ભઠ્ઠ જોતા આઘાત અનુભવ્યો છે તેનું પ્રતિપાદન રજુઆતમાં કરેલું છે.
ટપ્પરડેમ ભરવા કચ્છ કેનાલમાં છોડાયેલા પાણી ૧૧ર મીટર સુધીની સપાટી સુધી નર્મદાનાં કમાન્ડ એરીયામાં નોંધાયેલા સર્વેનંબરનાં ખેડુતોને આપવાના ધોરણોનો છેદ નર્મદા ડેમની ૧ર૪ મીટરની સપાટી હોવા છતાં કચ્છમાં અનુભવતા ન્યાયી ભાવે નર્મદાડેની ઉંચાઈ મેળવવા કચ્છના નારાયણ સરોવર સુધીની ૬૦૦ કિ.મી.ની લંબાઈમાં દર કિ.મી દીઠ અડધા ફુટનો સ્લોપની જરૂરીયાતે ૩૬૦ ફુટની ઉંચાઈ અને આટલી ઉંચાઈને લક્ષમાં રાખી ૪૩૭ ફીટ ૧ર૧ મીટરની ઉંચાઈ મળી છે તે યાદ અપાવી નર્મદા બ્રાન્ચ કેનાલની ૩૮ની કચ્છ કેનાલમાં નિયમ પ્રમાણે પાણી છોડવા વારંવાર આપની કચેરીનું ધ્યાન દોરવું પડે છે.
નર્મદા બ્રાન્ચ કેનાલની વ્યવસ્થા સંભાળતુ તંત્ર કચ્છ બ્રાન્ચ કેનાલ દ્વારા પાણી મેળવતા ખેડુતો અવલંબિત રહે તેવી અવ્યવસ્થા ઉભી અનુભવું છું. ટપ્પર ડેમમાં પાણી છોડાયા પછી આ નહેરનો ઉપયોગ માત્ર ટપ્પરડેમ માટે જ હોય તેવું અર્થ ઘટન નર્મદાડેમમાં ૧૧૬ મીટર પછી રોજનં ૮૦૦૦ ક્‌યુસેક પાણી છોડી ખરીફપાક બચાવવાની સરકારી જાહેરાતમાં કચ્છને બાકાત રાખવાનો અભિગમ શા માટે અખત્યાર કર્યો ? તેની તપાસ કરવા અને જવાબદારી નક્કી કરવા રજુઆત કરાઈ છે.
નર્મદા કચ્છ બ્રાન્ચની મુળ એલાઈમેન્ટની સબ કેનાલ ગાગોદર બ્રાન્ચ અને વાંઢીયા શાખાનાં કામો વિલંબિત કરવા તેમજ આ વિસ્તારને પુર પાણીથી વંચિત ન રાખતા માંજુવાસ, આડેસર થી ભચાઉ સુધીની ગાગોદર બ્રાન્ચ અને વાંઢીયા શાખા નજદીકનાં તળાવો/ડેમ ભરવા સૌથી ના ધોરણે પાઈપલાઈનથી તળાવો ભરવા નિગમ દ્વારા નર્મદા નહેરનાં પાણી ફાળવી બદલાયેલ પત્રરેખા એલાઈમેન્ટનાં કારણે મુળ કમાન્ડ એરીયાને થયેલ અન્યાય દુર કરાવવા પણ શ્રી શાહે રજુઆતમાં જણાવ્યું છે.