કેબીનેટ પ્રધાન સંતોષ ગંગવારનો રિપોર્ટ આવ્યો કોરોના પોઝિટિવ

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,શ્રમ અને રોજગાર મંત્રાલયના રાજ્યકક્ષાના કેબીનેટ પ્રધાન સંતોષ ગંગવારે પોતે કોરોનાથી સંક્રમિત થયા હોવાની જાહેરાત કરી હતી. જો કે તેમને કોરોનાના લક્ષણોની અસર નથી. તેઓ એસીમ્પ્ટોમેટિક છે. તેમણે આ અંગે ટ્‌વીટ કરતા તેમના સંપર્કમાં આવેલા અન્ય લોકોને કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ કરી હતી.ગંગવારે આ જાહેરાત કરવા ઉપરાંત દેશના લોકો એકસાથે લડત લડી કોરોના સામે જીત મેળવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ પહેલા પણ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત અનેક દિગ્ગ્જ નેતાઓનો રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યો છે. અત્યાર સુધી દેશમાં ૧,૩૬,૮૯,૪૫૩ લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે જ્યારે ૧,૭૧,૦૫૮ લોકો મોતને ભેટ્યા છે.