કેબિનેટ મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમાર નારાયણ સરોવર – કોટેશ્વર ખાતે દર્શન કર્યા

પૌરાણિક તીર્થધામશ્રી નારાયણ સરોવર ખાતે ન્યાય અને સામાજિક ના કેબિનેટ મંત્રીશ્રી પ્રદીપજી પરમારએ ભગવાન શ્રી ત્રિવીક્રમરાયજી મંદિરમાં પુજન કરી પવિત્ર સરોવરનું પણ પુજન કર્યુ હતુ તેમજ નારાયણ સરોવર જાગીર અધ્યક્ષશ્રી સોનલ લાલજી મહારાજએ પરંપરાગત પરંપરા અનુસાર ઉપવસ્ત્ર ઓઢાળ્યુ હતુ અને પૌરાણિક તીર્થધામનું ઇતિહાસ સમજાવ્યું હતું તેમની સાથે લખપત અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ ગાંધીધામ ધારાસભ્યશ્રી  માલતીબેન મહેશ્વરી, વિક્રમસિંહ સોઢા, ગણપત રાજગોર, સુરુભા જાડેજા  તેમજ લખપત મામલતદારશ્રી એ એન સોલંકી તેમજ શ્રી વી. કે. ચૌધરી સાથે રહ્યા હતા.