કેન્દ્ર અને રાજય સરકારની વિકાસલક્ષી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા સંસદીય સચિવ વાસણભાઈ આહીરનો અનુરોધ

અંજાર : ભુજ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાન હેઠળ ઘર-ઘર ચલો સંપર્ક અભિયાની શરૂઆતનો પ્રારંભ સંસદીય સચિવ વાસણભાઈ આહિરએ શહેરી વિસ્તાર તથા ભુજ તાલુકાના ઝીંકડી, હબાય, લોડાઈ જેવા અંતરીયાળ ગામોમાં રૂબરૂ જઈ ઘરોઘર ગામના નાકા ઉપર ફળીયાઓમાં જઈ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રજા ઉપર લખેલો સંદેશો તથા કેન્દ્ર અને રાજય સરકારોની વિકાસ ગાથાની પત્રિકાનું વિતરણ કરેલ. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અશોક હાથી, શહેર ભાજપા પ્રમુખ નવીન લાખન, ભરતભાઈ સીંઘવી, બાપાલાલભાઈ જાડેજા, ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, નગરસેવકો તથા બહોળી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા હતા.
જયારે ગામ્ય વિસ્તારોમાં વાઘજીભાઈ માતા, હરી કારા ગાગલ, હરી હીરા જાંટીયા, વાલજીભાઈ કેરાસીયા, મનજીભાઈ આહિર, હબાયના સરપંચ હરીભાઈ કેરાસીયા, ચપરેડીના સરપંચ દામજીભાઈ ગાગલ, ખેંગારપરના સરપંચ હરીભાઈ ડાંગર, માજીસરપંચ ધનજી રાણા કેરાસીયા, કરમણ ગોપાલ ગાગલ, વાલજી ગાગલ, ભીમજીભાઈ ખાસા, નારણભાઈ ખાસા, વાલાભાઈ આહિર, અનીલભાઈ ખેશવા, રહીમ મણકા વગેરે લોકો હાજર રહેલ તેવું શૈલેષ પટેલની યાદીમાં જણાવેલ છે.