કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ કોરોના પોઝિટીવ, હોમ આઈસોલેશનમાં ગયા

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલને પણ કોરોના થયો છે. જે બાદ તેઓ ખુદ કોરન્ટાઈન થયા છે. શિક્ષણ મંત્રીએ ટિ્‌વટ કરીને જણાવ્યુ હતું કે, હું આપ લોકોને જાણ કરવા માગુ છુ કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ડોક્ટર્સની સલાહથી મારી સારવાર ચાલી રહી છે. તેમણે લખ્યુ છે કે, જે પણ લોકો હાલના દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ સાવધાન રહે, ટેસ્ટ કરાવી લેવો.