કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ગીફટ આપવા તૈયારી

લઘુત્તમ વેતન રૂ. ૨૧૦૦૦ કરવા વિચાર હાલ રૂ. ૧૮૦૦૦ છેઃ વધશે લીમીટ

 

નવી દિલ્હી : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશના ૪૮ લાખ કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની જોરદાર ભેટ આપવાની તૈયારીમાં છે. કેન્દ્ર સરકાર સાતમાં વેતન પંચની ભલામણ મુજબ કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ પગાર માસિક રૂ. ૧૮,૦૦૦થી વધારે રૂ. ૨૧,૦૦૦ કરવાની પેરવીમાં છે. કર્મચારીઓ જોકે લઘુત્તમ માસિક પગાર રૂ. ૨૬,૦૦૦ કરવાની માગણી કરી રહ્યા છે. મીડિયા અહેવાલ મુજબ એનએસીની બેઠક આગામી મહિને યોજાનાર છે. બેઠકમાં બેઝિક પગાર માળખાની સમીક્ષા કરાય તેવી શકયતા છે. સાતમાં વેતન પંચમાં કર્મચારીઓનો પગાર ૨.૫૭ ગણો વધારવાની ભલામણ કરાઈ હતી, પરંતુ કર્મચારીઓ ત્રણ ગણો વધારો કરવાની માગણી કરી રહ્યા છે.કેન્દ્ર સરકારે થોડા મહિના અગાઉ જ લઘુત્ત્‌।મ બેઝિક પગાર રૂ. સાત હજારથી વધારી રૂ. ૧૮ હજાર કરવા તેમજ મહત્ત્‌।મ બેઝીક  પગાર રૂ. ૮૦,૦૦૦થી વધારી રૂ. ૨,૫૦,૦૦૦ કરવાને મંજૂરી આપી હતી. કર્મચારી સંગઠનો તેનાથી ખુશ નથી અને તેમાં રૂ. ૧૮ હજારને બદલે રૂ. ૨૬ હજાર કરવાની માગણી કરી રહ્યા છે.