કેન્દ્રીયમંત્રી ગડકરીના ફાર્મહાઉસમાં બ્લાસ્ટ : ૧નું મોત

મુંબઈ : ભારતના કેન્દ્રીયમંત્રી નીતીન ગડકરીની મહારાષ્ટ્રના મુંબઈ સમીપેના ફાર્મહાઉસમાં આજ રોજ બ્લાસ્ટની ઘટના પ્રકાશમાં આવવા પામી રહી છે.
ગડકરીની પત્નીની સૌદર્ય પ્રસાધન બનાવતી કંપનમાં બોઈલર બ્લાસ્ટની ઘટના બનવા પામી છે જેના લીધે એક કામદારનું મોત નિપજયો છે તો અન્ય કેટલાક ઘાયલ થયા હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. હળદરને ગરમ કરવા માટેના બોઈલરમાં ધડાકો થવાથી અન્ય કેટલાક લોકો પણ ઈજા પામ્યા છે.