કેનેડાના પીએમ જસ્ટિન ટૂડોએ માનવી દિવાળી : ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં માનવી દિવાળી

વોશિગ્ટન : ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસના ઓવલ ઓફિસમાં દિવાળીની ઉજવણી કરી હતી. અને બીજીબાજુ કેનેડાના પીએમ જસ્ટિન ટૂડોએ મંગળવારે ઈન્ડિયન કોમ્યુનિટી સાથે દિવાળીની ઉજવણી કરી હતી.યુએનમાં અમેરિકાના રિપ્રેઝન્ટેટિવ નિક્કી હેલી, એડમિનિસ્ટ્રેટર ઓફ સેન્ટર્સ ફોર મેડિકેર સીમા વર્મા સહિત ઘણાં ઓફિસર સામેલ થયા હતા. કેનેડાના પીએમ જસ્ટિન ટૂડોએ શેરવાની પહેરી હતી. ટૂડોએ કેનેડા રહેતા દરેક ભારતીયોને આ તહેવારની શુભેચ્છા આપી હતી. આ દરમિાન ઈન્ડિયન હાઈ કમિશ્નર વિકાસસ્વરૂપ પણ હાજર હતા.ગયા વર્ષે પ્રેસિડેન્શિયલ ઈલેક્શન દરમિયાન પણ ટ્રમ્પ દિવાળીનાં સેલીબ્રેશનમાં સામેલ થયા હતા.ટ્રમ્પની દીકરી ઈવાન્કા પણ આ કાર્યક્રમમાં સામેલ થઈ હતી. ગયા વર્ષે પ્રેસિડેન્શિયલ ઈલેક્શન દરમિયાન ઈવાન્કાએ વર્જીનિયા અને ફ્‌લોરિડામાં મંદિરોમાં દિવાળી મનાવી હતી. જ્યોર્જ બુશ પ્રેસિડન્ટ રહ્યા તે દરમિયાન અમેરિકામાં ઓફિશિયલ દિવાળી સેલીબ્રેશન શરૂ થયું હતું.
તે દરમિયાન વ્હાઈટ હાઉસમાં દિવાળી સેલીબ્રેશન ઈન્ડિયા ટ્રીટી રુમમાં ઉજવવામાં આવતી હતી.બરાક ઓબામાએ તેમના ટેન્યોરના પહેલા વર્ષે વ્હાઈટ હાઉસમાં દિવો પ્રગટાવ્યો હતો. ત્યાર પછીથી જ વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી શરૂ કરવામાં આવી છે.