કેડીસીસી બેંકની ડિપોઝિટમાં ચાલુ વર્ષે ૭૦.૪૭ ટકાનો વધારો

ગ્રાહક લક્ષી સુવિધા ખાતર બેંકબની વિવિધ શાખાઓ ઈન્સ્ટોલ કરાશે એટીએમ : ખેડૂતો અને પશુપાલકો માટે અમલી બનશે નવી પાક ધિરાણ યોજના

ભુજ :  કચ્છ ડિસ્ટ્રીકટ કોમર્શિયલ કો- ઓપરેટીવ બેંકની આજે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં બેંકના વાર્ષિક હિસાબોને રજૂ કરવાની સાથે આગામી નવી ગ્રાહકલક્ષી સુવિધાની યોજનાઓ અને ધીરાણની યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.
કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજ ગઢવીની અધ્યક્ષતમાં બેંકના હિસાબોમાં ચાલુ વર્ષે બેંકની ડિપોઝિટમાં ૭૦.૪૭ ટકાનો વધારો થયો હતો. અગાઉના વર્ષે બેંકની ડિપોઝિટ ૯૭.૬૧ કરોડ રૂપિયા હતી. જે ચાલુ વર્ષે વધીને ૧૬૬.૪૦ કરોડની થઈ હોવાનું સભામાં જણાવાયું હતું. ચાલુ વર્ષે બેંકના કુલ ધિરાણના બાકી રૂ. ૭ર.૮૭ કરોડથી વધીને રૂ. ૮૬.૩૩ કરોડ થયા છે. ત્યારે સભાસદો દ્વારા વધુને વધુ ધીરાણ મેળવીને ભરપાઈ કરાય તેવું જણાવાયું હતું. તો ચાલુ વર્ષે બેંકના ઈન્વેસ્ટમેન્ટમાં ૬૧ ટકાનો વધારો થયો છે. ગત વર્ષે બેંકનું ઈન્વેસ્ટમેન્ટ પ૩.૮ કરોડ હતું જે આ વર્ષે વધીને ૮પ.૬૬ કરોડનું થયું છે. બેંકની શેર મુડી ચાલુ વર્ષે રૂ.૧૧ કરોડથી વધીને ૧૬.ર૬ કરોડની થઈ છે. તો ખેડૂતોને ૧૦૪.૬૩ રોડનું ધિરાણ અપાયું હતું. તો બેંકના સ્ટાફ અને અધિકારી – કર્મચારીઓને ટેકનોલોજીના જાણકનશ તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવી છે. જેથી બેંક દ્વારા વધુ સારી રીતે કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત બેંકની ગ્રાહકલક્ષી સુવિધાઓમાં બેંકની તમામ શાખાઓમાં એટીએમનું ઈન્સ્ટોલેશન કરવામાં આવશે. ઈ-કોમર્સ, ભીમ એપ્લીકેશન જેવી સુવિધાઓ શરૂ કરવામાં આવશે. ગ્રામીણ ક્ષેત્રના થાપણદારો માટે રૂ-પેય ડેબિટ કાર્ડની સુવિધા આપવામાં આવશે. સરહદ ડેરીમાં દૂધ ભરાવનાર પશુપાલકોને ઓનલાઈન પેમેન્ટ આપવાનું આયોજન ન કરવામાં આવશે. બેંકની આગામી ધિરાણ યોજનાઓમાં હાઉસીંગ લોન, પશુપાલકોને નાબાર્ડ આધારીત યોજનાઓનું ધિરાણ, સરકારી કર્મચારીઓને ઘર વપરાશના સાધનો, વિહીલક ખરીદવા લોન અપાશે, તેમજ નોકરીયાત મંડળીઓને કેશ ક્રેડિટ લોન પણ આપવામાં આવશે. કેડીસીસી બેંકની મળેલી સાધારણ સભામાં બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી, ઈન્દ્રજીતસિંહ જાડેજા, કૌશલ્યાબેન માધાપરિયા, સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ, નગરપતિ અશોક હાથી, જયસુખભાઈ પટેલ, મનુભા જાડેજા, વિશ્રામભાઈ રાબડીયા, હરિ હીરા જાટીયા, લાલજીભાઈ રામાણી, શિવજીભાઈ આહીર, રૂપાભાઈ ચાડ સહિતના અગ્રણીઓ, ડાયરેકટરો, સભા સદો, થાપણદારો ઉપસ્થીત રહ્યા હતા.