કેટલાક બુથોમાં વીવીપેટની કરાશે ગણતરી

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર-૨૦૧૭માં બે તબક્કામાં યોજાવાની છે. જેની તારીખની જાહેરાત સંભવતઃ ઓકટોબર દરમિયાન થશે. જેમાં પ્રથમવાર ગુજરાતમાં ઈલેકટ્રોનિક વોટિંગ મશીન (ઈફસ્)ની સાથોસાથ વોટર વેરિફાઈડ પેપર ઓટિડ ટ્રેઈલનો પણ ઉપયોગ કરાશે. સામાન્ય રીતે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીના પરિણામો બાદ ઈવીએમમાં ચેડા કરાયા હોવાના આક્ષેપો કરાય છે ત્યારે આ વખતે ગુજરાતમાં પ્રથમવાર લગભગ દરેક વિધાનસભાની બેઠક હેઠળ આવતાં બૂથોમાંથી અમુક ટકા (અંદાજે ૧૦ ટકા) બૂથોને પસંદ કરીને તેમાં ઈવીએમ ઉપર થયેલા મતદાન મુજબના મત(વોટ)ની ગણતરીની સાથોસાથ વીવીપીએટીની સ્લીપોની પણ ગણતરી હાથ ધરાય ઉપરાંત દરેક બેઠક દીઠ મહિલાઓ માટે મહિલાઓ દ્વારા સંચાલિત એવા અમુક બૂથ અનામત રખાય અને તેવા બૂથોને ‘પિન્ક-બૂથ’ નામ અપાય, તેવી બાબત હાલ પંચની વિચારણા હેઠળ છે.કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા હાલના તબક્કે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી (ગુજરાત યુનિટ)ને કોઈ લેખિત સૂચના અપાઈ નથી પરંતુ કેન્દ્રિય ચૂંટણીની ટીમ દ્વારા ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં રિર્ટનિંગ ઓફિસર તરીકે ફરજ બજાવનારા અધિકારીઓને આ બાબતે તાલીમ આપવાની શરૂઆત કરી દીધી છે. એવી શકયતા છે કે, ગુજરાતના તમામ ૧૮૨ રિર્ટનિંગ અધિકારીઓને ચૂંટણીલક્ષી તાલીમ પૂરી કરાયા બાદ કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતના યુનિટને આ બાબતે લેખિતમાં સૂચના અપાયા બાદ જ તેની સત્તાવાર જાહેરાત કરાશે.કેન્દ્રિય ચૂંટણી પંચના ઉચ્ચાધિકારીઓની એક ટીમ અત્યારે ગુજરાત આવી પહોંચી રહી છે. જે ગુજરાતના ૧૦૦ જેટલા રિર્ટનિંગ ઓફિસરો (આરઓ)ને ચૂંટણી બાબતના તમામ મુદ્દાઓને આવરી લઈને તાલીમ આપી રહી છે. ૨૨મીથી શરૂ થયેલી આ તાલીમ ૨૫મીના શુક્રવારે પૂરી થશે પછી વિધાનસભાના કુલ ૧૮૨ મત-વિસ્તારો પૈકીના બાકી રહેતા ૮૨ મત-વિસ્તારો માટેના ઇર્ંને ૨૭મીના સોમવારથી ચાર દિવસ માટે તાલીમ આપવાનું શરૂ કરાશે.જાણવા મળ્યા મુજબ, કોઈપણ વિધાનસભા કે લોકસભાની ચૂંટણી યોજાયા બાદ તેના પરિણામો પછી સતત એવા આક્ષેપ થાય છે કે, જીતનાર પક્ષ દ્વારા ઈવીએમ કોઈ ચેડા કરાયા હશે. આ બાબત કોર્ટના દ્વારે પણ પહોંચી હતી. જેના અનુસંધાને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઈલેકટ્રોનિક વોટિંગ મશીનની સાથે વીવીપીએટી (વોટર વેરીફાઈડ પેપર ઓડિટ ટ્રેઈલ)નો પણ ઉપયોગ કરવાનું નક્કી કરાયું છે.