કેક કાપીને હાફિજ મુક્તિની અન્યો સાથે ઉજવણી કરી

લાહોર : મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિજ સઇદ આખરે હવે પાકિસ્તાનમાં સ્વતંત્ર થઇ ગયો છે. ગઇકાલે મોડી રાત્રે તેને લાહોર સ્થિત પોતાના ઘરમાંથી નજર કેદમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. નજર કેદમાંથી મુક્ત થયા બાદ હાફિજે જોરદાર ઉજવણીકરી હતી. કેક કાપવામાં આવી હતી. મુક્ત થયા બાદ હાફિજે કહ્યુહતુ કે તે કાશ્મીર માટે લડતો રહેશે. શરમજનક બાબત તો એ છે કે હાફિજને કેટલાક પાકિસ્તાની અધિકારી સાહિબજી કહી રહ્યા હતા. ૩૧મી જાન્યુઆરીના દિવસે સઇદ અને તેના ચાર સાગરિતો અબ્દુલ્લા ઉબેદ, મલિક ઝફર, અબ્દુલ રહેમાન અને કાઝી હુસૈનને પંજાબ સરકાર દ્વારા અટકાયતમાં લઇ લેવામાં આવ્યા હતા અને એન્ટ ટેરેરિઝમ એક્ટ હેઠળ ૯૦ દિવસ માટે અટકાયત કરી હતી.