કુવૈત – મલેશિયામાં નોકરીની લાલચે માંડવીમાં ૭૯ યુવાનોને ૩૧.૩પ લાખના શીશામાં ઉતારનારા આરોપીઓના પુરાવા એકત્ર કરતી પોલીસ

માંડવી : કુવૈત – મલેશિયામાં નોકરીની લાલચ આપી ૭૯ બેરોજગાર યુવાનો પાસેથી ૩૧.૩પ લાખ ખંખેરી લેનારા તામલિનાડુના ભાઈ-બહેનને શોધી કાઢવા અને તેમના વિરૂદ્ધ પુરાવા એકત્ર કરવા સહિતની પોલીસે ઝીણવટભરી તપાસ આદરી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ બેરોજગાર યુવકો કે યુવતીઓને વિદેશમાં નોકરી-ધંધા માટે લાલચ આપીને માંડવી પંથકના ૭૯ યુવકો પાસેથી ૩૧.૩પ લાખની રકમ ઉઘરાવી તામિલનાડુના ભાઈ-બહેને વિશ્વાસઘાત – છેતરપિંડી કરતા ચકચાર મચી ગઈ હતી. માંડવીના દિનેશભાઈ મૂછડિયાએ ગત તા.ર૦ માર્ચ ર૦૧ટના સોશિયલ મીડિયામાં એક નંબર સાથે જાહેર ખબર જોઈ હતી. જેમાં લખ્યું હતું કે કેવૂતમાં ડાયનાકોપ કંપની માટે માણસોની જરૂર છે. દિનેશે જાહેર ખબર ઉપર આવેલા નંબર પર ફોન કર્યો હતો, તો સૂર્યા પ્રભુ નામના ઠગે ફોન ઉપાઠ્યો હતો અને જણાવ્યું હતું કે, કુવૈત જવું હોય તો તમારા પાસપોર્ટની કોપી, ફોટો અને બાયોડેટા મારા ઈ-મેઈલ એડ્રેસ પર મોકલી આપો અને મારા બેન્ક એકાઉન્ટમાં ૧પ હજાર જમા કરાવો. દિનેશ અન્ય ૧ર મિત્રોને વાત કરતા તમામે કુવૈત જવા સહમતી દર્શાવી હતી. સૂર્ય પ્રભુ સુરેન્દ્ર પ્રભા (ઉ.વ.ર૮) (રહે. વિવેકાનન્યનગર, સ્ટ્રીલ એલ ૯૦, સર્કલ વિલાસ, તામિલનાડુ)ના ખાતામાં ડોક્યુમેન્ટ તથા રકમ જમા કરાવી દીધી હતી અને ર૩-૬-૧૭ના દિલ્હીથી એપોલો હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે તમામને જાણ કરાઈ હતી. ત્યારબાદ સૂર્યાએ દિનેશને મલેશિયા જીયાન્ટ શોપિંગ સેન્ટરમાં નોકરી માટે ૧૦૦ માણસોની જરૂર છે. તમે માણસો તૈયાર કરો. હું તમને એજન્ટ તરીકે ઓથોરીટી લેટર બનાવી આપીશ અને તમને કમિશન પણ મળશે. પ્રભુએ તેની બહેન જયશ્રી સરસ્વતી કે.કેે. મલ્ટી સર્વિસ અને મેનપાવર સપ્લાય કંપની ચલાવતી હોવાની અને તેમાં મેનેજિંગ ડિરેક્ટર તેમજ પોતે એજન્ટ હોવાનું જણાવી દિનેશને વિશ્વાસમાં લઈ લીધો હતો અને તે મુજબ ૬પ યુવકો પાસેથી ૪પ-૪પ મહજાર વસૂલ કરી બન્ને ભાઈ-બહેને ૩૧.૩પ લાખ વસૂલી નોકરીએ નહીં મોકલી કે નાણાં પરત નહીં આપી વિશ્વાસઘાત – ઠગાઈ કરતા કોર્ટના આદેશ અનુસાર માંડવી પોલીસે આરોપીઓ સામે એમ કેસનો ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ દામજીભાઈ કન્નડે તપાસ હાથ ધરી હતી.
આ બાબતે તપાસનીશનો સંપર્ક સાધતા આરોપીઓ તામિલનાડુના છે અને તેમના પાનકાર્ડ તથા આધારકાર્ડ નંબર મળ્યા છે. ઠગાઈનો ભોગ બનેલા બેરોજગાર યુવાનોના નિવેદનો નોંધવા તથા આરોપીઓ વિરૂદ્ધ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.