કુરૂક્ષેત્ર કચ્છ : કાલે દુધનું દુધ અને પાણીનું પાણી

પાંચ-૧નો રેશીયો કચ્છી મતદારો આ વખત પણ જાળવશે કે થશે નવાજુની? : ભાજપના ગઢ મનાતા જિલ્લામાં રાજકીય વિશ્લેષકો-પંડીતોના જો અને તોના રસપ્રદ સમીકરણોમાં કરીએ ડોકીયું

 

હાર-જીત એકદમ પાતળી-સરસાઈથી જ થવાનો વર્તારો ઃ કઈ’ક જણા ખંજવાળે છે માથું ઃ કોણ રાજકીય શહીદી વહોરશે કોણ ચડશે ઘોડે.? ઃ છાતી-તાલ ઠોકીને કોઈ પણ રાજકીય વિશ્લેષક હાર-જીતનું ચિત્ર સ્પષ્ટ કહેતા નથી…? એટલે કચ્છનું નારીયેળ ભરેલું જ છે.!

 

ગાંધીધામ ઃ કચ્છમં ગુજરાતની સાથે ગત નવમી ડીસેમ્બરના રોજ પ્રથમ તબક્કાની ચૂંટણીઓ યોજાઈ ચુકી છે. કચ્છમાં પાંચ-૧નો રેશીયો છ બેઠકો પર મતદારો જાળવતા હોય છે આ વખતે શું થશે? એમ જ પરીણામો આવશે, મતદારોએ વોટીંગ એવુ જ કર્યું છે કે પછી તાસીર બદલાશે? તે સહિતની કસમકસ ભરી ચર્ચાઓ રાજકીય બેડામાં વધવા પામી રહી છે.
પાંચ-૧નો રેશીયો કચ્છી મતદારો આ વખત પણ જાળવશે કે થશે નવાજુની? ભાજપના ગઢ મનાતા જિલ્લામાં રાજકીય વિશ્લેષકો-પંડીતોના જો અને તોના રસપ્રદ સમીકરણોમાં ડોકીયું કરવુ પણ રસપ્રદ બની રહે તેમ છે. કચ્છની છ એ છ વિધાનસભા બેઠકના વર્તમાનચિત્રની સ્થિતીએ વાત કરીએ તો પ્રથમ નંબરની અબડાસા બેઠક પર રસપ્રદ જંગ ખેલાયો તો માંડવીમાં બન્ને કદાવર ક્ષત્રીય નેતાઓ મેદાનમાં હોવાથી ક્ષત્રીય મતદારોએ કઈ બાજુ જવુ તે અસંમજસતા સાથે જ અહી ભવિષ્યવાણી બની છે કપરી, જયારે ભુજમાં પણ કસમકસ ભરી રસ્સાકસ્સી સાથે જંગ ખેલાયો છે તો અંજારમાં વાસણભાઈ આહરી-વી.કે. સામે થઈ છે કાંટાની ટકકર તેમ કહેવુ વધુ પડતુ એટલા માટે નહી કહેવાય કે, ગત ટર્મમાં પણ અહી જીત ૪૮૦૦ મતોની પાતળી જ રહેવા પામી હતી તો ગાંધીધામમાં થયેલ ઓછું મતદાન રાજકીયપક્ષોને માથા ખંજવાડવા મજબુર કરી દીધા છે.
જયારે રાપરમાં રાજયના પૂર્વ નાણામંત્રી અને કદાવર નેતા બાબુભાઈએ બંડ પોકારી દીધો છે અને કોંગ્રેસમાથી ટીકીટ ન મળતા તેઓએ એનસીપીમાથી અહી ઝંપલાવ્યુ હોવાથી હવે અહી જામ્યો છે ત્રીપાખીયો જંગ રાપર બેઠક પર બાબુભાઈ કેટલા મતો અંકે કરી જાય છે તેના પર હારજીતનો મદાર રહેતો નવી નવાઈ નહીં કહેવાય અબડાસા બેઠકની વાતમાંડીએ તો અહી ભાજપ-કોંગ્રેસ બન્ને ઉમેદવારો મજબુત છે. ભાજપ દ્વારા ગત ટર્મમાં હારેલા ઉમેદવારને તક આપી છે તેની પાછળ તેઓ હાર્યા ઉપરાંત પણ અબડાસા મતક્ષેત્રમાં સતત લોકોની સેવામાંખડેપગે રહયા અને લોકોની સાથે રહ્યા છે. જયારે કોંગ્રેસ દ્વારા નવો ચહેરો મેદાનમાં ઉતારાયો છે. ચૂંટણી માટે સીધી રીતે કદાચ આ ચહેરો નવો હશે પરંતુ વિધાનસભા ક્ષેત્રમાં તેમની લોકચાહના ખુબજ છે. વળી આ બેઠક પર શકિતસિહ ગોહીલ પણ ખુદ પડદા પાછળની જવાબદારી લઈ લીધેલ હોવાનુ મનાતા તેઓનુ માર્ગદર્શન, મોનીટરીંગ અને સમર્થકોની ફોજ કોંગ્રેસને પરીણામ વખતે ફાયદા રૂપ દેખાય તેમ મનાય છે. ત્યારે ભાજપને માટે આતંરીક જુથબંધી આ બેઠક પર પણ અન્ય બેઠકોની જેમ શિરદર્દ બની હોય અને તે પરીણામોમાં દેખાય તો વધુ પડતું નહીં કહેવાય માંડવી બેઠકમાં આમ તો બન્ને મોભીઓ બહારથી મુકાયેલા છે છતા પણ બન્ને જાણીતા નામો છે. વિશેષકોંગ્રેસના કદાવર નેતા શકિતસીહ
ગોહીલ સર્વપ્રીય અને સ્વીકાર્ય છે તો વિરેન્દ્રસિંહ જાડેજાને માટે સ્થાનિક સંગઠનને વિશેષ સાથે રાખવુ, તમામ વર્ગ, સમુદાયનો સ્વીકાર કરવો, સહિતના પાસાઓ તેમની હારજીતને પ્રભાવીત કરી રહ્યા હોવાનો મનાય છે તો વળી માંડવી બેઠક પર મતદાનના ૪૮ કલાકમાં છેલ્લી ઘડીએ ખેલાયેલા ખેલ પણ હારજીતના પાસા નક્કી કરાવી જાય તો નવી નવાઈ નહીં કહેવાય. બેઠકવાર ચિત્રની વાત કરીએ તો ભુજની ચર્ચા અનુસાર અહી ભાજપના ઉમેદવાર રીપીટ થયા છે. ભુજમાં કયાંક ને કયાંક ગેમફિકસીંગની ચર્ચાઓ જાર પકડી ચૂકી હતી. પરંતુ અહી ચૂંટણી ચાણકય એવા નેતાની પોતાની તરફેણમાં અપક્ષ ઉમેદવારની ગોઠવણી બેસી શકી ન હોવાથી હવે લઘુમતી મતો કે જે અંદાજે ૭૦ હજાર જેટલા છે તેની સામે ભાજપને શહેરી વિસ્તાર તથા પટેલ ચોવીસી સહિતના સવર્ણ મતદારો કેટલા ફળે છે તેનાથી હારજીતનો ચિત્ર ઉપશે. આ ઉપરાંત પાટીદારોનું ભાજપ સાથે સમાધાન ભાજપ ખુદ દેખાડી ચૂકયુ છે ઉપરાંત પણ પાટીદારોની નીરસતાભર્યુ દેખાતુ વલણ સૂચક જ માની શકાય તેમ છે. માધાપર સહિતના વિસ્તારોમાં પક્ષના જ ઘાતકીયો નુકશાન કરી જાય તેવી સ્થિતિ પણ સર્જાઈ હોવાનું મનાય છે. તો વળી જિલ્લાભરમાં લઘુમતી સમાજને કોંગ્રેસે જ એકમાત્ર ભુજમાં બેઠક આપી
હોવાથી લઘુમતી સમુદાયના ધુરંધરો, આગેવાનો, પ્રતિષ્ઠીવર્ગ ભુજમાં અદમીચાકીના સહારે જ આવી ગયા હોવાથી તેનો આપોઆપ લાભ ભુજના કોંગ્રેસના ઉમેદવારને મળવા પામી રહ્યો છે તેમ માનવુ પણ અતીશયોકિતભર્યુ નહી કહેવાય. તો વળી આદમભાઈ સાથે સ્થાનીક સંગઠન તથા કરવામાં આવેલા વિવિધ સમાધાનો પણ ચુંટણી કામગીરીમાં હકીકતમાં કેટલા ફળે છે તેજાવાનું રહ્યું. જ્યારે અંજાર બેઠક વિશ્લેષણને મોથાજ એટલા માટે નથી કે બન્ને ઉમેદવારો રીપીટ થયેલા છે. બન્ને વચ્ચે સીધેસીધી જ આ વખતે પણકાંટાની ટકકર થઈ છે. વી.કે.હુંબલ જિલ્લા પંચાયતમાં વીપક્ષી નેતા પદે લોકો વચ્ચે રહ્યા છે તો વાસણભાઈ આહીર તો અનેકવિધ મોરચે લોકોની સાથે રહેતા જ રહ્યા છે. છતાપણ ગત ટર્મની ૪૮૦૦ મતોની પાતળી સરસાઈ આ વખતે ચોખ્ખા મંતવ્ય આપવા માટે રાજકીય વિશ્લેષકોને અટકાવી રહી છે. વાત કરીએ પૂર્વ કચ્છના આદ્યૌગીકપાટનગર ગાંધીધામની તો અહીના નવા સવા ઉમેદવાર થકી તથા ઓછા થયેલ મતદાનના લીધે ભાજપને માટે ચૂંટણી જીતવી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની જશે. સ્થાનિક નારાજ જુથનો પ્રભાવ ભાજપને માટે મુશ્કેલીરૂપ બની જાય તો નવી નવાઈ નહી કહેવાય. બીજી તરફ કોંગ્રેસના યુવા નેતાને ગાંધીધામના ગણેશનગર, સુંદરપુરી ઉપરાંત અનુસૂચિત જાતિ મતોમાં કેટલા મત પ્રતિસદ ભાજપ પાસેથી આંચકી જાય છે તે સહિત ગત ટર્મમાં ભાજપને મળેલી ૨૦ હજાર થી વધુની જંગી લીડ કાપવી પણ પડકાર જનક જ બની રહે તેમ છે. ગાંધીધામમાં ભાજપના સ્થાનિક સંગઠનમાં વિખવાદની વાતો ઈન્ચાર્જ બદલવા, કચેરીઓ પ્રદેશ ઉપાધ્યક્ષની મીટીંગમાં મતમતાંતરો સહિતના મુદાઓ ગાજી ચૂકયા હતા અને તે જ ચૂંટણીની પુર્વ તેયારીઓમાં કચાશના સંકેત આપવા સમાન છે એટલે ગાંધીધામની બેઠક ભાજપને માટે પ્રતિષ્ઠાનો જંગ બને તો નવી નવાઈ નહી કહેવાય. તો વળી રાપર બેઠક પર કોંગ્રેસ દ્વારા બાબુભાઈને ટીકીટ ન ફાળવતા તેઓએ બંડ પોકારી અને એનસીપીમાંથી ઝંપલાવી દીધુ છે અને તેનાથી અહી ત્રીપાંખીયો જંગ જામ્યો હતો. પરંતુ હવે બાબુભાઈની દાવેદારી કોને કેટલી અસરકર્તા નીવડે છે તેનાથી બચવાના અને લાભાલાભ લઈ લેવાના ચોગઠા ગોઠવી લેનારાઓને કદાચ ફાયદો થઈ જાય તેમ છે. ઉપરાંત બરાબર ટીકીટ ફાળવાયા બાદ જ કોંગ્રેસના ઉમેદવારના વિરોધમાં આવેલી જાહેરખબરો કયાંકને કયાંક કોંગી ઉમેદવારને માટે સામાજીક સહાનુભુતી રૂપ નીવડી જાય અને મતોમાં પરીણામ હોય તેવી સંભાવનાઓ પણ નકારી શકાય નહીં.