કુમાર સ્વામીનો ભાજપ પર સૌથી મોટો આરોપ

ભાજપે અમારા ધારાસભ્યોને ૧૦૦ કરોડ અને કેબીનેટ પદની ઓફર આપી

જેડીએસના કુમારસ્વામીએ યોજી પત્રકાર પરિષદ : એચ.ડી.કુમારસ્વામી વિધાયકદળના નેતા તરીકે ચૂંટાયા

બેંગ્લારૂ : કર્ણાટકમાં સરકારની રચના કરવાની દીશામં કવાયત તેજ બની જવા પામી ગઈ છે ત્યારે ભાજપ-જેડીએસ-કોંગ્રેસ સહિતનાઓની બેઠકોનો ધમધમાટ તેજ બની જવા પામી ગયો છે દરમ્યાન જ આજ રોજ જેડીએસની બેઠક મળવા પામી ગઈ હતી અને આ બેઠકમાં જેડીએસ દ્વારા પક્ષના નેતા તરીકે ચ.ડી.કુમારસ્વામીની પસંદગી કરવામા આવી ગઈ છે. કર્ણાટકમાં સરકાર ગઠનનું કોકડુ ગુંચવાયુ છે તેવા સમયે જેડીએસના કુમાર સ્વામીએ આજ રોજ કુમારસ્વામીએ પત્રકાર પરીષદ યોજી હતી.