કુનરિયામાંથી ગેરકાયદેસર દેશી બંદુક સાથે એક શખ્સ ઝડપાયો

ભુજ : તાલુકાના કુનરિયા પંથકમાંથી પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ગેરકાયદેસર રીતે દેશી બંદુક રાખનાર શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપીના કબ્જામાંથી દેશી બનાવટની બંદુક કબ્જે કરી આર્મ્સ એકટ તળે ગુનો નોધાવાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષણ જે.આર. મોથલિયા તેમજ ઈન્ચાર્જ એસપી મયૂર પાટીલની સૂચનાથી એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન હેડકોન્સ્ટેબલ ચેતનસિંહ જાડેજાને મળેલી ખાનગી બાતમી હકિકતને આધારે દેશી બંદુક સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. કુનરિયામાં રહેતા જખુભાઈ બુઢાભાઈ કોલી (ઉ.વ. પ૦)ના કબ્જામાંથી ગેરકાયદેસર દેશી બનાવટની બંદુક પોલીસે કબ્જે કરી હતી. આરોપી વિરૂદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે આર્મ્સ એકટ તળે ગુનો નોંધાવાયો હતો. આ કામગીરીમાં એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ એ.આર. ઝાલાની સૂચનાને પગલે એએસઆઈ ઘનશ્યામસિંહ જાડેજા, હેડકોન્સ્ટેબલ મદનસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, રઝાકભાઈ સોતા, ચેતનસિંહ જાડેજા, ગોપાલભાઈ ગઢવી સહિતના જાેડાયા હતા.