કુકમા-લેર વચ્ચે ખનિજચોરીનો પર્દાફાશઃ ભુજોડી ઓવરબ્રીજમાં ભરતીકાંડ : કયા કોન્ટ્રાકટરનો ખેલ ?

પશ્ચિમ કચ્છ એસપી સૌરભસીંગની ખાણમાફીયાઓ પર લાલઆંખ : પદ્વર પોલીસની ટુકડીએ ચાર વાહનોને પકડીને ખાણવિભાગને સોપ્યા : માપણી સીટ તૈયાર કરી દંડ ફટકારવાની ચાલતી તજવીજ

લેર-કુકમાની સીમમાં ગેરકાયદેસર રેતી-બોકસાઈટ અને બિલ્ડીગ સ્ટોન જેવા મટીરીયલન્સનો ઉપયોગ ભુજોડી ઓવરબ્રીજમાં ભરતી કરવામાં થતો હોવાની ગંધ : ઠેકેદારની સામે જ તંત્ર કેમ ન કરે લાલઆંખ? લેવલીંગ કરવા માટે ભુજોડી ઓવરબ્રીજમાં બારોબાર જ ખનીજ-માટી-રેતી-બિલ્ડીગસ્ટોન ઉપાડીને ઠાલવાતા હોવાની છે ચર્ચા : કયા બની બેઠેલા રાજકારણીના પીઠબળે ઠેકેદાર આટઆટલો ફાટીને ચડયો છે ફુલેકે?

ગાંધીધામ : પશ્ચીમ કચ્છ એસપી સૌરભસીંગની ખાણમાફીયાઓ પર લાલઆંખ સમાન કાર્યવાહી કરી છે. તેમના સીધા જ માર્ગદર્શન તળે લેર-કુકમા વચ્ચે ગેરકાયદે ખનન કરતા ચાર વાહનોને પકડીને પદ્વર પોલીસની ટુકડીએ ખાણવિભાગને તાજેતરમા જ સોપી દીધા છે અને હવે માપણી સીટ તૈયાર કરી દંડ ફટકારવાની ખાણખનિજ વિભાગ દ્વારા તજવીજ ચાલી રહી હોવાનુ કહેવાય છે.તો બીજીતરફ કુકમા-લેર વચ્ચેની સીમમાં ગેરકાયદેસર માટી-રેતી-ખનીજ ખનન અને ચોરીના પર્દાફાશ થવા પામી ગયો છે ત્યારે સવાલો કરવામા આવી રહ્યા છે કે આ પ્રકારના ખનીજ-રેતીને ભુજોડી ઓવરબ્રીજના બાજુમા જ ચાલી રહેલા કામમાં જમીન સમથળ કરવા, ભરતી કરવાને માટે ઉપયોગ કરવામાં આવતી હતી. ભુજોડી ઓવરબ્રીજ ભરતીકાંડમાં બની બેઠેલા રાજકારણી-ઝભ્ભાલેંગાધારીના જોરે ઠેકેદાર બેફામ બનીને આ રીતે ગેરકાયદે ખનીજ ઉત્ખનન કરી અને સરકારની તિજોરીને મસમોટો ચુનો ચોપડી રહ્યા હોવાનુ કહેવાય છે.
લેર-કુકમાની સીમમાં ગેરકાયદેસર રેતી-બોકસાઈટ અને બિલ્ડીગ સ્ટોન જેવા મટીરીયલન્સનો ઉપયોગ ભુજોડી ઓવરબ્રીજમાં ભરતી કરવામાં થતો હોવાની ગંધ ફેલાઈ રહી છે ત્યારે ઠેકેદારની સામે જ તંત્ર કેમ ન કરે લાલઆંખ? લેવલીંગ કરવા માટે ભુજોડી ઓવરબ્રીજમાં બારોબાર જ ખનીજ-માટી-રેતી-સ્ટોન ઉપાડીને ઠાલવાની હિમંત કયા બની બેઠેલા રાજકારણીના પીઠબળેે ઠેકેદાર કરી રહ્યો છે? તંત્રએ મુળ સુધી જવુ જોઈએ.