કુકમા-લેર રોડ પર મોબાઈલ સ્નેચિંગ કરનાર કુકમાનો શખ્સ ઝડપાયો

પલ્સર બાઈકમાં આવી રાહદારીનો ૧૯ હજારનો મોબાઈલ છીનવી આરોપી થયો હતો છૂ

ભુજ : તાલુકાના કુકમા-લેર રોડ પર પગપાળા ફોન પર વાત કરતા જતા યુવાન વિકીકુમારસિંગના હાથમાંથી રેડમીનો મોબાઈલ પલ્સર બાઈક પર આવેલો આરોપી છીનવી નાસી ગયો હતો. જે ગુનામાં ગતરોજ ફરિયાદ થયા બાદ આજે આરોપીને પોલીસે ઝડપી લીધો છે.લોકલ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એચ.એમ.ગોહિલે જણાવ્યું કે, અમને બાતમી મળી હતી કે, ભુજમાં આલાવારા કબ્રસ્તાનની પાછળના ભાગે સરપટનાકાથી શેખ ફળિયા તરફ જવાના કાચા રસ્તે એક ઈસમ બજાજ પલ્સર બાઈક જીજે૧ર-સીજે-૪૧૭૮ વાળુ લઈને ઊભો છે અને તે ચોરીથી મેળવેલ મોબાઈલ વેંચવાની ફીરાક છે. જેથી વર્કઆઉટ કરી કુકમાના નાવાવાસમાં રહેતા આરોપી શબીર અબ્દુલ સતાર કકલની અંગઝડતી કરી તેની પાસેથી સ્નેચિંગમાં ગયેલો ૧૯ હજારનો રેડમી નોટ-૧૦પ્રો મોબાઈલ કબજે કરી પધ્ધર પોલીસના નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી લેવાયો છે. આરોપી અગાઉ અંજાર પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે.

ગાંધીધામમાં ઓમ સિનેમા પાસેથી યુવતિના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ
ગાંધીધામ : શહેરમાં ઓમ સિનેમા સર્કલ પાસે યુવતીના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ થઈ જતા ફરિયાદ નોંધાવાઈ છે. મેઘપર બોરીચીમાં રહેતા દક્ષાબેન કરશનભાઈ વાઘેલાએ ફરિયાદમાં જણાવ્યું કે, શુક્રવારે રાત્રે ૮ વાગ્યાના અરસામાં તેઓ ઓમ સિનેમા સર્કલ પાસેથી પસાર થયા ત્યારે અજાણ્યા આરોપીઓએ બાઈક પર આવી ફરિયાદના હાથમાંથી ઓપ્પો કંપનીનો પાંચ હજારનો મોબાઈલ છીનવી આરોપીઓ નાસી ગયા હતા. જે અંગે પીએસઆઈ પટેલે તપાસ હાથ ધરી છે.