કુકમા બાલિકા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના કરાઈ

ભુજ : કુકમા જુથ ગ્રામ પંચાયત દ્વારા સરકારના કાર્યક્રમ બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત જિલ્લા મહિલા અને બાલ કલ્યાણ વિભાગ દ્વારા અગાઉ રચાયેલી બાલિકા પંચાયતની પ્રથમ ઔપચારીક મિટીંગ બાલિકા પંચાયતના સરપંચ ઊર્મિબેન સામજી ચાડના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં આગામી સમયમાં કામગીરી સારી રીતે થાય તે હેતુથી શિક્ષણ, આરોગ્ય, સફાઈ, મહિલા, આઈસીડીએસ અને કિશોરી સલામતી, રમત-ગમત વગેરે વિષયોની સમિતિઓની રચના કરવામાં આવી હતી, જેમાં બાલિકા પંચાયતના સભ્યોમાંથી શિક્ષણ સમિતિના પ્રમુખ નેહાબેન પાયણ, આરોગ્ય સમિતિના પ્રમુખ વણકર રમીલાબેન, આઈસીડીએસના પ્રમુખ જુગનીબેન ચાવડા, સાફ સફાઈ સમિતિના પ્રમુખ નાકુ રબારી, સલામતી સમિતિના પ્રમુખ ગીતાબેન મહેશ્વરી તથા રમત ગમત સમિતિના પ્રમુખ પદે હિનલબેન બાપટની સર્વાનુમતે કરવામાં આવી હતી. કુકમા સરપંચ કકુંબેન અમૃતલાલ વણકર અને તલાટી નરેન્દ્રભાઈ ચાસિયાએ માર્ગદર્શન આપ્યું હતું. આગામી સમયમાં આગણવાડી, શિક્ષણ, આરોગ્ય, સલામતી, સફાઈ ઉપર ધ્યાન આપશે. બાલિકા પંચાયત વિવિધ તાલીમ અને વાર્ષિક આયોજન પર કામ કરશે તેમજ સરકારી યોજના વિશે પણ કામગીરી કરશે. આ મિટીંગમાં બાપટ હીનલ, રબારી નાકુ, મહેશ્વરી રમીલા , આહિર અદિતી, સોરા મુસ્કાન, ગીતા, આહિર જુગની વગેરે સભ્ય ઉપસ્થિત રહ્યા હતા.