કુકમા પાસે ઈજાગ્રસ્ત મળેલ અજ્ઞાત પુરૂષને હોસ્પીટલ ખસેડાયો

ધાણેટીમાંથી બીમાર હાલતમાં સાધુ મળ્યો
ભુજ : તાલુકાના કુકમા રેલ્વે ફાટક પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા અજાણ્યા પુરૂષને તેમજ ધાણેટીમાંથી બીમાર મળી આવેલા અજાણ્યા સાધુને હોસ્પીટલ દાખલ કરાયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કુકમા રેલ્વે ફાટક પાસે પડી જતા ઘવાયેલા પચાસેક વર્ષના સાધુ જેવા લાગતા અજાણ્યા પુરૂષને ૧૦૮ દ્વારા ભુજ જીકેમાં દાખલ કરાયા હતા. જ્યારે ધાણેટી નજીક અજાણ્યા ૪૦ વર્ષિય સાધુ બીમાર હાલતમાં મળી આવતા જીકેમાં દાખલ કરાતા પધ્ધર પોલીસે બન્ને બનાવ સંદર્ભે નોંધ કરી હેડ કોન્સ ગોપાલભાઈ ખાખલાએ તપાસ હાથ ધરી હતી.