કુકમા નજીક બાઈક સ્લીપ થતાં મહિલાનું મોત

ભુજ : તાલુકાના શેખપીરથી અડધો કિલોમીટર કુકમા તરફના માર્ગે મોટર સાઈકલ સ્લીપ થતાં મહિલાનું મોત થવા પામ્યું હતું. જ્યારે ચાર જણને ઈજાઓ થવા પામી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યે ભુથી અંજાર મોટર સાઈકલ ઉપર જઈ રહેલા મામદ ઈબ્રાહીમ થેબા (ઉ.વ.૩પ), તેની પત્ની સલમા (ઉ.વ.૩૪) તથા બાળકો અબ્બાસ (ઉ.વ.૧૦), સુમૈયા (ઉ.વ.૮) અને સાયના (ઉ.વ.૬) (રહે. બધા અંજાર) શેખપીરથી અડધો કિ.મી. દૂર કુકમા તરફ પહોંચેલ ત્યારે અચાનક મોટર સાયકલ સ્લીપ થઈ જતાં રોડ પર પડી જવાથી તમામને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જે પૈકી સલમાનું સારવાર દરમ્યાન મોત થતાં પદ્ધર પોલીસે જાણવા જાગ નોંધ કરી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ ખાખલાએ હાથ ધરી હતી.