કિસાન કલ્યાણ મહોત્સવનું નખત્રાણામાં પ્રારંભ : ખેડૂતોએ મોટા પ્રમાણમાં લાભ લીધો

નખત્રાણા : જીએમડીસી કોલેજ ખાતે કિસાન કલ્યાણ મહોત્સવનો પ્રારંભ કરાવતા જિ.પં.ના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરીયા જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોની આવક વર્ષ ર૦રરમાં ડબલ કરવા માટે અને જાગૃતિ લાવવા માટે કાર્યનીતિ ઘડવા તેમજ આદ્યુનિક કૃષિ તાંત્રિકતા અંગે આજે કલ્યાણ મહોત્સવ કિસાનો માટે ઉપયોગી બનશે.
બમણી આવક કરવા માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાનો રાઈટ ટાઈમે ઉપયોગ કરવા પર ભાર મુકયો હતો. સરકાર ખેડૂતો માટે અનેક યોજના અમલમાં મૂકી છે તેનો લાભ લેવા કર્યુ હતું. ખેડૂતો માટે સરકારે વેબસાઈટ અને મોબાઈલ એપ્રલિકેશન સુવિધા ઉભી કરી છે. આદ્યુનિક ખેતી તરફ વળીને કિસાનો ડબલ આવક ઉભી કરે તેવો અનુરોધ કર્યો હતો.
અધિક કલેકટર એસ.એમ. કાપડ, મ.ખે.નિ પી.કે. તલાટી, કિસાન કલ્યાણ મહોત્સવની પુરક માહિતી આપી હતી અને વિવિધ ખાતાની યોજના સમજ મળી રહે તે માટે આજના મહોત્સવમાં આત્મા પ્રોજેકટ કચ્છ ખેતીવાડી શાખા, આરોગ્ય બાગાયત ખાતા દ્વારા ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ આ કાર્યક્રમ યોજાઈ છે. આજના મેળામાં કૃષિ પ્રદર્શન સ્ટોલ તથા વૈજ્ઞાનિકો સાથે પરિસંવાદ યોજાયા હતા. જિ.પં., કેસરબેન મહેશ્વરી, જયસુખભાઈ પટેલ, લાલજીભાઈ રામાણી, ટીડીઓ શૈલખભાઈ રાઠોડ, તા.પં. જયશ્રીબેન વાસાણી, દિલીપભાઈ નરસીંગાણી, ડો. એ.કે. આઝાદ, પરસોતમભાઈ વાસાણી, રામજી બળિયા, નારાણભાઈ દાફડા, આર.કે. સોઢા (આરએફઓ), અંગિયા મોટા સરપંચ ઈકબાલ ઘાંચી, મોહનભાઈ લીંબાણી, પ્રવિણસિંહ સોઢા, મામલતદાર એ.આર. ઠક્કર, એસટી નિયામક શ્રી ચારોલા સહિત તમામ ગામોના ખેડૂતો, સરપંચો, ગ્રામસેવકો, આંગણવાડી વર્કરો ઉપસ્થિત રહ્યા હતા. સવારથી લઈ મોડી સાંજ સુધી ચાલેલા કિસાન કલ્યાણ મહોત્સવમાં તાલુકાભરના ખેડૂતો ઉમટી પડ્યા હતા. સંચાલન ધર્મેન્દ્રભાઈ વાણંદ કર્યું હતું. સ્વાગત પ્રવચન જી.પી. પટેલ કર્યું હતું. આભારવિધિ મયુરભાઈ કરી હતી તેવું વિનયકાંત ગોરની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.