• કચ્છને પાણીદાર બનાવીને જ રહીશું : સવાયા કચ્છી સીએમનો સંકલ્પ

કાંગ્રેસ પર સીએમ રૂપાણીએ કર્યા આકરા પ્રહાર : કોંગ્રેસકાળમાં ખેડુતો પાયમાલ થયા

છેલ્લા ૨૫ વરસમાં ભાજ૫ે વિજળીના ભાવમાં એક પૈસાનો પણ વધારો નથી કર્યો : વિજયભાઈ રૂપાણી

ગુજરાતમાં ૧૦૦ એફપીઓ બનશે : કચ્છમાં પહેલાં પાણી માટે હિજરત થતી, અમે પીવા માટે પાણી આપ્યા પછી ખેતરમાં નર્મદાના નીર પહોંચ્યા : કૃષિ અને ઉર્જા વિભાગ આયોજિત આ કાર્યક્રમમાં અગ્ર સચિવ મમતા વર્માએ શાબ્દિક સ્વાગત કર્યું હતું

કિસાન સન્માન દિવસની ઉજવણી પ્રસંગે કિસાન સુર્યોદય યોજનાનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો : શહેરની આર.ડી. વરસાણી હાઈસ્કૂલ ખાતે યોજાયો કાર્યક્રમ : રાજયના ૧પ૦૦ ગામોમાં યોજનાના પ્રથમ તબક્કા અંતર્ગત ખેડૂતોને અપાશે દિવસે વીજળી : રાજયમંત્રી, સાંસદ, ધારાસભ્યો, કલેકટર, ડીડીઓ સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

ભુજ :પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ સૌના વિકાસના રાજયના સરકારના સુશાસનના કાર્યક્રમ અંતર્ગત સેવા સપ્તાહ ઉજવણીના ભાગરૂપે આજે પાંચમા દિવસે કિસાન સન્માન દિવસની રાજયભરમાં ઉજવણી કરવામાં આવી છે. જિલ્લા મથક ભુજ ખાતે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રીશ્રીએ કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવી રાજયના ધરતીપુત્રોને ભેટ અર્પી છે.આજ રોજ ભુજ આર ડી વરસાણી સ્કુલ ખાતે યોજાયેલ રાજયકક્ષાના કિસાન સુર્યોદય યોજનાના કાર્યક્રમમાં બોલતા વિજયભાઈ રૂપાણીએ કહ્યુ હતુ કે, કૃષી પ્રધાન દેશ છે ભારત. કૃંષી એટલે માત્ર અનાજ ઉત્પન્ન કરતી પ્રવૃતી નહી. પણ માનવજીવનને ટકાવી રાખવા માટે મહેનત કરતો જગતનોતાત એ કીસાનો માટે શબ્દ પ્રયોગ થયો છે. આ અન્નદાતા છે અને તેના કારણે તે જગતનો તાત બન્યો છે. ભુતકાળમાં કોગ્રેસની સરકારના કારણે જગતનો તાત રૂવે દીન રાત આપણે વરસો સુધી જોયુ છે. ખેડુતોના નામે માત્ર મગરના આંસુ કોંગ્રેસે સાર્યા છે. તે વખતે ખેડુત આત્મહત્યા કરતો હતો. દેવામા ડુબી જતો હતો. તેના કારણે ખેડુત દુખી, ગામ દુખી, તેના લીધે શહેરમા પૈસો ન આવે. દેશ આખો દુખી દુખી હતો. પરંતુ જયારથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારથી ગુજરાતના સીએમ બન્યા, તે બાદ પીએમ બન્યા, તેઓએ તેમના ભાષણમા કહ્યુ હતુ કે, મારી સરકાર ગરીબો, ખેડુતો, ગામડાઓની સરકાર છે અને તેમના કલ્યાણ માટે તમામ સંશાધનોનો ઉપયોગ કરવામા આવશે. આજે સાત વર્ષમા દેશ આખામાં ખેડુતોની ચિંતા વડાપ્રધાન મોદીજી અને તેમની સરકાર કરી રહી છે. આપણે જાણીએ છીએ, કે કોંગ્રેસના શાસનમાં તગડુ વ્યાજ લેવામા આવતુ હતુ. આજે વિરોધ કરવા નીકળેલા લોકોને સીએમ દ્વારા સવાલ કરાયો હતો, કે જનતા તમને સારી રીતે જાણે છે. પંચાયતમા તમારો સફાયો થઈ ગયો છ. તમે માત્ર ખેડુતો સાથે અન્યાય કર્યા છે. અમારી સરકાર ખેડુતોને જીરો ટકા વ્યાજથી ધિરાણ આપીએ છીએ. પાક વીમા મુદ્દે કોગ્રેસના સમયમાં આંદોલનો થયા, આંદોલન કરનારા પર ગોળીઓ છોડી હતી તે ખેડુત ભુલ્યો નથી, અમારી સરકારે અબજો રૂપીયાના પાક વીમા ખેડુતોને આપ્યા છે. અનેક કંપનીઓ પાક વીમામા આડોડાઈ કરતી હતી ત્યારે અમે નવી યોજના લાવ્યા છીએ. મુખ્યમંત્રી કિસાન યોજના તળે અમે લગભગ પાંચ વર્ષમા નવ હજાર કરોડ રૂપીયાના પેકેજ અમે આપ્યા છે. ખેડુતોને કોઈ દીવસ ટેકાના ભાવે ખરીદી કરી ન હતી. કાળી મજુરી કરી હોય, પરસેવો પાડયો હોય, માલ બજારમા આવે, ખેડુત લુટાઈ જાય, બરબાદ થઈ જાય, પણ નરેન્દ્રભાઈ હતા કે જેઓએ ટેકાના ભાવો સતત વધાર્યા છે. અમારી સરકારે ૧૯ હજાર કરોડની ટેકાના ભાવે જણસોની ખરીદી કરી છે. કાંગ્રેસની સરકારે ખેડુતોના વીજબીલ પણ ભુતકાળમા વધાર્યા હતા. છેલલા રપ વરસમા રાજયમા ભાજપનુ શાસન છે પણ હજુ સુધી કોઈ દીવસ વિજળીના ભાવમા અમે ભાવ વધારો કર્યો નથી. ગુજરાતના ખેડુતો પર અમે વીજભાવનો ભાર અમે આપ્યો નથી. કોગ્રેસના શાસનમા ખેડુતોને કૃષિ વીજ જોડાણો મળતા ન હતા, ગામડાઓમાં અંધારા હતા, પણ ભાજપના શાસનમા લાખો કૃષિ કનેકશન આપવામા આવ્યા છે. સાથેસાથે જયોતિગ્રામ યોજના અંતર્ગત થ્રી ફેઝ વિજળી આપી છે. ગુજરાત ભારતનુ પહેલુ રાજય હતુ જે ગામડાઓમા પણ વિજળી પહોચી છે. આજે અમે કિસાન સુર્યોદય યોજના લાવ્યા છીએ. રાત્રે વિશ્રામ દીવસે કામ હવે સંભવ બની જશે. કોંગ્રેસના શાસનમાં સિંચાઈની કોઈ જ વ્યવસ્થાઓ ન હતી. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને આપણો કચ્છ દુષ્કાળના કારમા દીવસ ભુલ્યો નથી.છેલ્લા પાંચ વરસમ અમે સૌની યોજના પુરી કરી, નર્મદા ડેમનુ કામ પુરૂ કર્યુ, કચ્છ સુધી અમે પાણી પહોચાડયુ, ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના આપી, અમે પાણી પહોચાડયા, અમને ભરોસો છે કે, ગુજરાતના ખેડુતોના બાવડામા જોર છે, જો તેમને પાણી મળે તો તે આખી દુનીયાની ભુખ માંગવા સક્ષમ છે. તાજેતરમાં જ અમે કચ્છમાં ૧ મિલિયન એકર ફીટ પાણીનુ કામ હવે શરૂ થશે. કચ્છ માટે હવે સોનાના દીવસો દુર નથી. પાણી વિણાના કચ્છને પાણી દાર બનાવવા અમે આગળ વધી રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, કિસાન સૂર્યોદય યોજનાથી કચ્છ સહિત રાજ્યના ખેડૂતો માટે સોનાનો સુરજ ઉગ્યો છે. કિસાન સૂર્યોદય યોજના થકી દિવસે વિજળી મળતા ધરતી પુત્રોને રાત્રે આરામ મળશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજનાનો શુભારંભ ર૪/૧૦/ર૦ર૦ના કરવામાં આવ્યો હતો. આ યોજના માટે ૩પ૦૦ કરોડના ખર્ચે ૬૬ કે.વી.ની ૩૪૯૦ સર્કિટ કિ.મી. જેટલી ર૩૪ નવી ટ્રાન્સમિશન લાઈનો તથા રર૦ કે.વી.ના ૯ નવા સબ સ્ટેશનો થકી ગુજરાતનું વિજ માળખું સુદ્રઢ કરાશે. કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કામાં ૬૬ કે.વી.ના ૧૬ સબ સ્ટેશનોમાંથી નીકળતા ૩૯ ખેતીવાડી ફીડર સાથે જોડાયેલા ૧૦૬ ગામોને દિવસે વીજ પુરવઠો આપવામાં આવેલ છે. જેમાં ભુજ તાલુકાના ૧૩, માંડવીના ૧૩, મુન્દ્રાના ૩૧, નખત્રાણાના રપ, અંજારના ૧૬, ભચાઉના ૪ અને રાપરના ૪ ગામોનો સમાવેશ થાય છે. હાલના તબક્કામાં ૬૬ કેવીના ૪ સબ સ્ટેશનોમાંથી નીકળતા ર૧ ખેતીવાડી ફીડર સાથે જોડાયેલા કુલ ૪૩ ગામોને દિવસે વીજ પુરવઠો આપવામાં આવશે. જેમાં ભુજ અને મુન્દ્રા તાલુકાના ૧૦-૧૦, નખત્રાણાના ૧પ અને અંજાર તાલુકાના ૮ ગામોનો સમાવેશ થાય છે. વધુમાં શ્રી રૂપાણીએ જણાવ્યું કે, કચ્છ જિલ્લાનું સ્થાન એગ્રોક્લાઈમેટીક ઝોન-પ નોર્થ વેસ્ટ ઝોનમાં આવેલ છે. કચ્છ જિલ્લામાં એગ્રીસેન્શસ-ર૦૧પ મુજબ કુલ ર૪પ૮૪૩ ખેડૂત ખાતેદારો છે જેઓ ૭પ૩૯૦૭ હેક્ટર જમીન ધરાવે છે. કચ્છ જિલ્લામાં ટ્રેક્ટર સહાય યોજના હેઠળ પાંચ વર્ષમાં ૪૮૭૬ ખેડૂતોને રૂા.ર૪.૪પ કરોડની સહાય ચૂકવામાં આવેલ છે. કૃષિ યાત્રિકરણ યોજના હેઠળ પાંચ વર્ષમાં ૪પ૭૯ ખેડૂતોને ૧૧.રપ કરોડની સહાય ચૂકવામાં આવેલ છે. ખેડૂત અકસ્માત વિમા યોજના હેઠળ પાંચ વર્ષમાં ૩૧૧ લાભાર્થીઓને ૪.પ૬ કરોડની સહાય ચૂકવામાં આવેલ છે. સરદાર પટેલ સંશોધન પુરસ્કાર યોજના-આધુનિક ખેતી તેમજ સજીવ ખેતી કરતા કચ્છ જિલ્લાના ૧૩ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલ કૃષિ સંશોધન પુસ્કારથી સન્માનીત કરાયેલ છે. સોઈલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં પ,૩૪,૮પ૬ ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડનો વિતરણ કરવામાં આવ્યો છે. ૧રપ ખેડૂતો તાલિમ દ્વારા ૬રપ૦ ખેડૂતોમાં જમીન સ્વાસ્થ્ય તથા પોષક તત્ત્વોની જરૂરિયાત અંગે જાગૃત્ત કરવામાં આવ્યા છે.
આ પૂર્વે રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી ખાસ વિમાન મારફતે આજે સવારે ભુજ એરપોર્ટ પર પહોંચી આવ્યા હતા. જયાં તેમનું કચ્છી પાઘ અને કચ્છી શાલથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ભુજ એરપોર્ટથી મુખ્યમંત્રીશ્રી રૂપાણી તેમના કાફલા સાથે પ્રથમ લાયન્સ હોસ્પિટલ ભુજની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ શહેરની આર.ડી. વરસાણી હાઈસ્કૂલ ખાતે પહોંચ્યા હતા. કાર્યક્રમ સ્થળે પણ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ ભુજ ખાતેથી કિસાન સન્માન દિવસ નિમિત્તે દિવસે વીજળીનો પ્રારંભ કરાવ્યો હતો. આ ગામોમાં હવેથી ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે, જેથી ખેડૂતોને રાતના ઉજાગરામાંથી મુક્તિ મળશે. રાજય સરકાર દ્વારા તમામ ક્ષેત્ર અને વર્ગોને આવરી લેતી યોજનાઓનો વ્યાપ સતત વિસ્તારાઈ રહ્યો છે અને તેનો લાભ છેવાડાના વિસ્તારના માનવીઓ સુધી પહોંચે તે માટે પણ સરકાર કટિબદ્ધ છે ત્યારે જગતના તાત એવા ધરતીપુત્રો માટે પણ અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. અત્યાર સુધી ખેતીવાડી ફીડરોમાં ર૪ કલાકમાં આઠ – આઠ કલાકના રોટેશન મુજબ વીજ પુરવઠો આપવામાં આવતો હતો. જેના લીધે રાત્રીના સમય પણ ખેડૂતોને વીજળી આવે ત્યારે પાણી વાળવા માટે ખેતરોમાં જવું પડતું હતું.જેના લીધે ખેડૂતોને રાત્રીના ઉજાગરા કરવાની સાથોસાથ જીવ – જંતુનો પણ ડર રહેતો હતો. ખેડૂતોની આ સમસ્યાનું નિરાકરણ થાય તે હેતુથી રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી અને તેમની સરકાર દ્વારા ખેડૂતોને દિવસના ભાગે વીજળી આપવાનો નિર્ણય લેવાતા કચ્છ સહિત રાજ્યના ખેડૂતોમાં ખૂશી વ્યાપી ગઈ છે.કિસાન સુર્યોદય યોજનાથી ખેડૂતોના રાત્રિના ઉજાગરા બંધ થયા છે. ર૦રરના અંત સુધીમાં રાજ્યના તમામ ગામોનો આ યોજનામાં સમાવેશ થઈ જશે. કાટાળી વાળ યોજના,પાકૃતિક ખેતી સહિતની યોજનાઓ પણ રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાઈ છે. કચ્છની ખેત પેદાશો નિકાસ થઈ રહી હોઈ ખેડૂતો ડોલર-પાઉન્ડ કમાઈ રહ્યા છે. કચ્છનો ખૂણે ખૂણો હરિયાળો બને તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ હોવાનું પણ તેમણે અંતમાં ઉમેર્યું હતું. કિસાન પરિવહન યોજના અંતર્ગત ૧૪ વાહનોને મુખ્યમંત્રીશ્રી લીલીઝંડી આપી હતી.આ વેળાએ રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ, કૈલાશનાથનજી, રાજીવ ગુપ્તા, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ, , વલમજીભાઈ હુંબલ, ભુજના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય, કલેક્ટર પ્રવીણા ડી.કે., પુષ્પદાનભાઈ ગઢવી, તારાચંદભાઈ છેડા, રમેશભાઈ મહેશ્વરી, પંકજભાઈ મહેતા, અરજણભાઈ રબારી, શિતલભાઈ શાહ, ભીમજીભાઈ જોધાણી, પરસોત્તમભાઈ વાસાણી, બાબુભાઈ આહિર, લાલજીભાઈ વાઘાણી, જયંતભાઈ માધાપરિયા, પચાણભાઈ સંજોટ, ડો.મુકેશ ચંદે, રાહુલ ગોર, પ્રફુલ્લસિંહ જાડેજા, વીજુબેન રબારી, દિલીપભાઈ શાહ, દેવજીભાઈ વરચંદ, તાપસ શાહ, ગૌદાવરીબેન ઠક્કર, માવજીભાઈ ગુંસાઈ, આમદભાઈ જત, હિતેશભાઈ પાંચાણી, વિનોદભાઈ ગઢવી, હસ્મિતાબેન ગોર, હેતલબેન મહેતા,ભુજ નગરપતિ ઘનશ્યામ ઠક્કર,કૃષિ વિભાગના સચિવ મનીષ ભારદ્વાજ, પીજીવીસીએલના ધિમંતકુમાર વ્યાસ, ખેતીવાડી નિયામક બી.એમ. મોદી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

  • સીએમએ ભુજમાં દર્દીનારાયણોની પુચ્છા કરી

મુખ્યમંત્રીએ એલએએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રીચર્સ સેન્ટરની શુભેચ્છા મુલાકાત લીધી :૧.૨૫ લાખ દર્દીઓને અત્યાર સુધી વિનામૂલ્યે ડાયાલીસીસની સારવાર મળી

ભુજ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભુજ ખાતે ૧.૨૫ લાખ દર્દીના વિનામૂલ્યે ડાયાલીસીસ પૂર્ણ કરતી એલએએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટરની શુભેચ્છા મુલાકાત લીધી હતી.ડાયાલીસીસ સેન્ટરના મા કાર્ડના લાભાર્થી દર્દી નારણભાઇ માવજીભાઇ પાદરાને મુખ્યમંત્રીએ પુચ્છા કરી હતી આ તકે તેમણે ડાયાલીસીસના દર્દીઓની સંવેદના મુલાકાત લીધી હતી.તેમણે ડાયાલીસીસના દર્દીઓને મળી ખબર અંતરની પૃચ્છા કરી હતી.મુખ્યમંત્રીની આ સંવેદનાસભર મુલાકાતમાં અગ્રણી દિલીપભાઇ ત્રિવેદી, સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, અધિક નિવાસી કલેકટર કુલદીપસિંહ ઝાલા, એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલના ચેરમેન ભરતભાઇ મહેતા, ડિસ્ટ્રીકટ ગવર્નર મીનાબેન મહેતા, ટ્રસ્ટીઓ અભયભાઇ શાહ, પ્રફુલભાઇ શાહ, કમલેશભાઇ સંઘવી,વિપુલભાઇ જેઠી, અજીતસિંહ રાઠોડ, અનુપમભાઇ કોટક, શૈલેષભાઇ માણેક અને શૈલેષભાઇ ઠકકર, રજનીભાઇ, અકબાનીભાઇ, વ્યોમાબેન મહેતા, મુકેશભાઇ ચંદે, રશ્મિકાંતભાઇ મહેતા, હોસ્પિટલ સ્ટાફ સાથે ઉપસ્થિત રહયા હતા.

સીએમ રૂપાણીની મોટી જાહેરાત : : કચ્છમાં એગ્રીકલ્ચર-વેટરનિટી કોલેજ શરૂ કરાશે

બનાસકાંઠા-કચ્છ-પાટણ-સુરેન્દ્રનગર કે જયા ભુતકાળમાં પાણીની તંગી હતી, તેવા વિસ્તારોમાં કૃષી યુનિ.ની એગ્રીકલ્ચર કોલેજ બનાવવા સરકાર સંકલ્પબદ્ધ

ભુજ : આજ રોજ ભુજ ખાતે કિસાન સન્માન દિવ્સમાં ભાગ લેવા આવી પહોંચેલા વિજયભાઈ રૂપાણીએ સંબોધન દરમ્યાન કચ્છને માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેઓએ કહ્યુ હતુ કે, કચ્છમાં એગ્રીકલ્ચર ખેતી ક્ષેત્રે સંશોધનનોની વિપુલ તક રહેલી છે અને તે માટે આગામી સમયમાં એગ્રીકલ્ચર કોલેજ તથા વેટરનીટી કોલેજ શરૂ કરવામા આવશે. સરકાર આ દીશામાં આગળ વધી ચુકી છે. અને ટુંક જ સમયમાં તે દીશામાં અમલવારી સાક્ષાત થતી જોવાશે. સૌથી વધુ પશુધન પણ કચ્છમાં છે એટલે અહી વેટરનીટી કોલેજ શરૂ કરવાનો સરકારે નિર્ણય લઈ લીધો છે.