કિસાનોના પોતાના હક્કો માટે જાગૃત થવા પાસ નેતા હાર્દિક પટેલનું આહવાન

કિસાન ક્રાંતિ સભામાં છાતીએ હાથ રાખી સત્યની તરફેણમાં મતદાન કરવા કરાઈ અપીલ

 

ભૈરેયાની સભામાં કચ્છીજનો પર ચાબખા કરી હાર્દિક પટેલ વિવેકભાન ચૂકયો કે કેમ?
“રાજયના ૧૮ર ધારાસભ્યો નપુસંક છે..બાજુમાં પાકીસ્તાન છે એટલે કચ્છની પ્રજા ઠંડી છે કે શું..?(કચ્છીજનો ડરપોક છે?), કચ્છીજનો મુર્ખ છે..” સહીતના હાર્દિકના અભિભાષણના વાકયો..તેની માનસીકતાને છતા કરનારા બન્યા..તો ખમીરવંતી અને અનેરી ખુમારી ધરાવતા પાણીદાર કચ્છીજનોના સન્માનને માટે પણ ધક્કારૂપ બન્યા હોવાનો ગણગણાટ તેજ : રાજકીય પંડીતો અને અભ્યાસુવર્ગે પણ હાર્દિકના કેટલાક વેણને તેની કચ્છની તાસીરથી અજાણતાના-અજ્ઞાનતા સમાન જ ગણાવ્યાની ચર્ચા

કચ્છનો ૧૯૭૧ના યુદ્ધમાં ચાલુ બોમ્બારીંગ-બોમ્બમારા વચ્ચે ગણતરીના કલાકોમાં સેન્યના જવાનોની વહારે આવનારા મહાન માધાપરની વિરાંગનાઓની ભૂમિ છે..તેની હાર્દિકને ખબર શુદ્ધા લાગતી નથી..? ઃ સરહદી જાણકારોમાં રોષપૂર્વક હાર્દીક સામપે ઠલવાતો બળાપો ઃ સરહદના સંત્રીઓના ભૂમિકાની દેશકાજ અને રાષ્ટ્રવાદના જુસ્સાને લલકારવા પાછળ હાર્દિકનો ઈરાદો શું હતો? ઃ હાર્દિકની સભા બાદ જિલ્લાનાજાણકારવર્ગમાંથી હાર્દિક સામ ઉઠતા સણસણતા સવાલો

ગાંધીધામ : પાસના કન્વીનર હાર્દીક પટેલે ગત રોજ ભૈરેયામાં કીસાન ક્રાંતી સભાનું આયોજન કરવામા આવ્યુ હતુ અને તેમાં હાર્દીક દ્વારા જે ભાષણ કરવામા આવ્યા છે તેમાં કયાંક ને કયાંક પાસના કન્વીનરના નિશાને રાજકીયપક્ષો અને સરકાર રહેવાના બદલે કેટલાક કડવા વેણ કચ્છીજનોને પણ જાણતા અજાણતા નિશાન બનાવતા નીકળી ગયા છે અને તેનાથી આ સભાનો હાર્દિક અને તેના સમર્થકોને ફાયદારૂપ કરતા તેના સામે આંતરીક રીતે સણસણતા સવાલોના ભારા સાથે રોષનું કારણ બની રહ્યો છે તેમ કહેવુ અસ્થાને નહી ગણાય.
હાર્દીક પટેલે સભામાં જે અભિભાષણ આપ્યુ તેમાં તેને “રાજયના ૧૮ર ધારાસભ્યો નપુસંક છે..બાજુમાં પાકીસ્તાન છે એટલે કચ્છની પ્રજા ઠંડી છે કે શું..?(કચ્છીજનો ડરપોક છે?), કચ્છીજનો મુર્ખ છે..” સહીતના હાર્દિકના અભિભાષણના વાકયો..તેની માનસીકતાને છતા કરનારા બન્યા..તો ખમીરવંતી અને અનેરી ખુમારી ધરાવતા પાણીદાર કચ્છીજનોના સન્માનને માટે પણ ધક્કારૂપ બન્યા હોવાનો ગણગણાટ પણ તેજ બની રહ્યો છે. રાજકીય પંડીતો અને અભ્યાસુવર્ગે પણ હાર્દિકના કેટલાક વેણને તેની કચ્છની તાસીરથી અજાણતાના-અજ્ઞાનતા સમાન જ ગણાવ્યાની ચર્ચા ઉઠી રહી છે. કારણ કે કચ્છીજનોને મૂર્ખ અને ડરપોક કહેવડનારા હાર્દિકને ખબર નથી કે કચ્છીજનો ભલભલાને ચૂંટણી ટાંકણે કરંટ દેખાડતા વાર નથી કર્યો અને તેનો ઈતિહાસ ૧૯૯૦થી ર૦૧ર સુધીનો જળવાયેલો છે. વાત રહી યુદ્ધ અને પાકીસ્તાનની સામે ડરવાની તો જરા યાદ કરાવી દઈએ કે, કચ્છનો ૧૯૭૧ના યુદ્ધમાં ચાલુ બોમ્બારીંગ-બોમ્બમારા વચ્ચે ગણતરીના કલાકોમાં રવ-વે એરસ્ટ્રીપ બનાવી દેનારા અને સેન્યના જવાનોની વહારે આવનારા મહાન માધાપરની વિરાંગનાઓની બહેનોની ભૂમિ છે..તેની હાર્દિકને ખબર શુદ્ધા લાગતી નથી..? સરહદી જાણકારોમાં રોષપૂર્વક હાર્દીક સામે આવો બળાપો ઠલવાઈ રહયો છે. સરહદના સંત્રીઓના ભૂમિકાની દેશકાજ અને રાષ્ટ્રવાદના જુસ્સાને લલકારવા પાછળ હાર્દિકનો ઈરાદો શું હતો?તેવો પણ સવાલ આ તબક્કે થવા પામી રહ્ય છે. હાર્દિકની સભા બાદ જિલ્લાનાજાણકારવર્ગમાંથી હાર્દિક સામે ઉઠતા સણસણસતા સવાલ તેને અને તેના સમર્થકોમાં જેટલો ફાયદો કરાવવાની ગણિત હશે તેનાથી ઉંધુ ચિત્ર ઉપસે તો પણ હવે નવી નવાઈ નહી કહેવાય.

 

પ્રદેશ અને કચ્છ ભાજપ ગોર ફરમાવે.!
હાર્દિકની સભા પછવાડે કોનો દોરીસંચાર?
ટીકીટની ખેંચતાણમાં કેસરીયાબ્રીગેડના એક મજબુત દાવેદાર તો હાર્દિક-પાસને કચ્છમાં ઘુસાડી દેવા પછવાડે નથીને?
•એક ફાઈનલ ટીકીટ ધરાવનાર મોભીએ ગઢશીશા પટ્ટાના કેસરીયાબ્રીગેડના સક્ષમ-કર્મનીષ્ઠ, પક્ષ સમર્પિત મુરતીયાનો એકડો ભુસવાને માટે તો હાર્દીકની સભા નથી યોજાઈને? • હાર્દિકના અભિભાષણમાં વિવેક ભાન ભુલ્યાની ચકચાર• હાર્દિક સભાસ્થળે દોઢ કલાક મોઢો પહોંચ્યો..? કે પછી મોડો લવાયો? • શુ શરૂઆતમાં નિર્ધારીત સમયે ખુરશીઓ ખાલી રહેતા હાર્દીકને દેશલપર પાસેના ધાર્મિક ઠામમાં કલાક રોકાણ કરવાની ફરજ પડાવાઈ• હાર્દિકની સભા-ભાજપના યોગી આદીત્યનાથની સભા સામે કેમ ન ગણાય મોડી-ફિયાસ્કારૂપ? • હાર્દિકની સભામાં દસ હજાર માણસો ઉમટવાનો દાવો હતો અને  સમગ્ર પશ્ચીમ કચ્છની સભા હતી…શું એટલા માણસો ઉમટયા ખરા? યોગી આદીત્યનાથની સભા તો માત્ર ગઢશીશા પુરતી હતી અને તેમાં પાંચથી સાત હજાર લોકોનો માનવ મહેરામણ ઉમટયો જ હતો • હાર્દીકની સભાના
આયોજનથી શું કોઈના ખર્ચા-પાણી નભી ગયા કે કેમ?
આયોજન પૈકીનાઓમાં પાંચથી સાત આગેવાનોના રાજકીય ગૌત્ર ચકાસો તો રેલો કયા પહોંચે છે..તે ખ્યાલ
આવી જશે? ભાજપે ટીકીટ ફાઈલન જ કરી લીધાનો દાવો કરતા એક થનગનભુષણની સાથે કોઈ ફાર્મમાં
ભાગીદાર છે તો કોઈ માંડવીમાં બેસીને ભજવે છે પી.એ.ની ભૂમિકાનો થાય ખુલાસો
ગાંધીધામ ઃ ગુજરાતની સાથે કચ્છમાં ચૂંટણી લક્ષી આંતરીક ગરમાવો તેજ બની જવા પામી ગયો છે ત્યારે ભાજપ-કોંગ્રેસની સાથોસાથ હવે અહી પાસની પણ એન્ટ્રી થવા પામી ગઈ છે. ગત રોજ ગઢશીશાના ભૈરેયામાં હાર્દિક પટેલ એક જાહેરસભાને સંબોધી ગયો છે. આ જાહેરસભાને લઈને તહેરતહેરના સવાલો તો ખડા થવા પામી જ રહ્યા છે. નોધનીય છે કે, પાસને અગાઉ કચ્છમાં મોળો પ્રતિસાદ મળ્યો છે. તેમ છતા હાર્દિકની જાહેરસભા માંડવીના ગઢવિસ્તારમાં જ કેમ ગોઠવાઈ? આ સભા ગોઠવવા પાછળ કોનો દોરીસંચાર હતો? તેના પાછળનો ઉદેશ્ય શુ હતો? આ વાતને લઈને પણ ભારે ચર્ચાઓ વેગવાન બની રહી છે. પાટીદાર વર્ગનો ગઢશીશા આસપાસનો પટ્ટો ગઢ જ ગણવામા અવે છે અને તેમાં હાર્દિકની સભા ગોઠવવાથી કોને લાભાલાભ થવા પામી જાય તેમ છે? ત્યારે પ્રદેશ ભાજપ અને કચ્છ ભાજપના ટોંચના રણનીતીકારોએ આ બાબતે જરૂરથી તપાસ કરવી જ જાઈએ.
અંતરંત વર્તુળોની વાત માનીએ તોભાજપે પોતાની ટીકીટ ફાઈનલ કરી જ દીધી હોવાનો દાવો કરી રહેલા એક અગ્રણીનો તો હાર્દીકની સભાના આયોજન કરવામા દોરીસંચાર નથી ને? પાટીદાર વર્ગની જયા સુધી વાત કરીએ તો ભાજપમાંથી જે દાવેદારો છે તેમાં મજબુત અને મોટાભાગના અગ્રણીઓ ગઢશીશા સહિતના આસપાસના વિસ્તારમાંથી જ છે. જયારે કેસરીયા બ્રિગેડના એક આગેવાન તો પોતાની ટીકીટ નકકી અને ખીસ્સામાં હોવાનુ જ માની રહ્યા હોવાથી ગઢશીશા પટ્ટાના પાટીદાર આગેવાનોનું પાર્ટી સમક્ષ ખરાબ દેખાય તથા ટીકીટની દાવેદારીમાંથી સોસરા કપાઈ જાય તે માટેની ગોઠવણીના ભાગરૂપે તો કયાંક હાર્દીક પટેલની સભાને ગોઠવવામા નથી આવીને? તેવો સવાલ પણ આ તબક્કે કરવામા આવી રહ્ય છે. હકીકતમાં આ બાબતે કચ્છ જિલ્લા ભાજપે તપાસ કરાવવી જ ઘટે? કેસરીયા બ્રીગેડના જ એક મોભી અને ટીકીટીના ગણીતના ચોગઠા તથા લાભાલાભને લઈને તો આ સભા ઘર નથી કરી ગઈ ને? ઉપરાંત ભાજપ દ્વારા સભાના આયોજનથી સંકળાયેલાઓના પણ ગૌત્ર શોધવા જાઈઅ તો પણ તે સોના સબંધ કયાને કયાંક ભાજપમાં પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલનીના પુત્રી-જમાઈ સાથે ધંધાકીય ભાગીદારી ધરાવનારા આગેવાન સુધી જ પહોંચી રહ્યા હોવાનુ મનાય છે. જે પાંચથી સાત આયોજકો વિશેષ જાવા મળી આવતા હતા તે પૈકીના મોટાભાગના ભાજપમાથી ટીકીટ મળી ગયાનો દાવો કરનારા આ મોભીના કોઈ પીએની ભુમિકા માડવીમા બેસીને નિભાવે છે તો કોઈ ફાર્મહાઉસમાં ભાગીદારી ધરાવી રહ્યા હોવા સમાન જ નામો નીકળે તેમ મનાય છે. હકીકતમાં જા ટીકીટની ખેંચતાણમાંજ ભાજપને માટે આવા પડકારો ઉભા ઈરાદાપૂર્વક કરવામા આવ્યા હોય તો જિલ્લા ભાજપ અને પ્રદેશ ભાજપ બન્ને માટે આ વાત એક મોટો પડકાર જ કહી શકાય તેમ છે. આવી ગોઠવણોમાં સત્ય શું છે તે તો તપાસ બાદ જ ખ્યાલ આવી શકે તેમ છે પરંતુ એક વાત નકકી છે કે ટીકીટ માટે જ માત્ર ચૂંટણીઓ અને ચૂંટણીઓ માત્ર વેપાર-ધંધામાં રાજકીય જાર ને વધુ તાકાતવાર બનાવવા જ ઉપયોગમાં લેવાતા હોય અને તેને લઈને પક્ષના સિદ્ધાંતો કે પછી વિચારધારાને પણ નેવે મુકીને કાવાદાવાઓ રચવામા આવતા જ હોય તો પક્ષને માટે ટીકીટોની ફાળવણીમાં ફેરવિચારણા કરવી જ ઘટે તેમ કહેવુ અસ્થાને નહી ગણાય.

 

ગઢશીશા : ગુજરાતમાં છેલ્લા અઢી વર્ષથી પાટીદારોને અનામત અપાવવા આંદોલન ચલાવતા પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવાનેતા હાર્દિક પટેલની કચ્છ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ માંડવી તાલુકાના ભેરૈયા ગામે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર કિશાન ક્રાંતિ સભાનું ગઈકાલે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા હાર્દિક પટેલ લડાયક મૂડમાં કચ્છના કિસાનનોને થઈ રહેલા વિવિધ મુદ્દે અન્યાય સામે લડત ચલાવવા જાગૃત બનવા આહવાન કર્યું હતું. કચ્છની છઠ્ઠી વખત મુલાકાતે આવેલા પાસ નેતા હાર્દિક પટેલે ભુજ સ્વામિનારાયણ મંદિર ત્યારબાદ કુળદેવી ઉમિયા માતાજી મંદિરે દર્શન કરી સભાના નિર્ધારીત સમયથી સવા કલાક મોડા સભા સ્થળે પહોંચતા બાલિકાઓ દ્વારા વિજય તિલક કરાયું હતું. ત્યારબાદ દિપ પ્રાગટય તેમજ મા ખોડલ અને ઉમિયા માતાજીની મોબાઈલ ફલેશ દ્વારા અનોખી રીતે આરતી કરાઈ હતી. અનામત આંદોલન દરમ્યાન પાટીદાર સમાજના શહીદ થયેલા યુવાનોને બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. પાસ નેતા હાર્દિક પટેલે સૌને આવકારતા કહ્યું હતુ કે, મારૂ આવવાનું કચ્છમાં છઠ્ઠી વખત થયું છે, પરંતુ આ મારી પ્રથમ સભા હોઈ જાહેરસભાના શ્રીગણેશ ભેરૈયા ગામેથી કરૂ છું. કહેતા સભા સ્થળ માટે ગામના સરપંચોનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રારંભમાં જ પટેલે ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, કચ્છનો વિકાસ ભાજપે નહીં પણ કચ્છી માડુની મહેનત અને ખમીરીથી થયું છે. કિસાનોને થતાં અન્યાય સામે લડાઈ લડવી હોય તો આક્રોશ જાઈએ, પરંતુ તમારા ભોળાપણનો લાભ ભાજપ લઈ જશે. જેથી કચ્છીમાડુએ સિંહની જેમ દહાડવું પડશે. સરકાર સામે કિસાનોને વિવિધ મુદ્દે થતા અન્યાય સામે અવાજ ઉઠાવવો પડશે ત્યારે જ આપણો હક્ક આપણે મેળવીશું
ભાજપ ચૂંટણી ટાંણે મોટી મોટી જાહેરાતો કરીને તમારો ઉપયોગ કરી લેશે માટે સાવચેત રહેવાની સાથે જાગૃત થવા પર ભાર મુકયો હતો. તેઓએ કહ્યું કે, ભાજપ સરકારને જનતાની કોઈ કિંમત નથી અને જા કિંમત હોય તો આપણે સભાઓ ન કરવી પડત. વારંવાર હાર્દિક પટેલ કોંગ્રેસનો એજન્ટ કહેનાર ભાજપને જનતાએ ગુજરાત ૭/૧રમાં નથી લખી આપ્યો એવું કહેતા પોતાના સ્વાભિમાન અને અધિકાર મેળવવા જાગૃત થવા આહવાન કરતાં સભાની વ્યવસ્થા અને આયોજન કરનાર યુવાનો, કાર્યકરોનો આભાર માન્યો હતો. સાથ ે દરેક મતદારોએ પોતાની છાતીએ હાથ રાખી સત્યની પડખે રહી મતદાન કરવા સંકલ્પ કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન મોરબીના પાસ અગ્રણી મનોજ વનારાએ કર્યું હતું. તેજશ પટેલ સહિતના કાર્યકરોએ પણ સભા પુર્વે પોતાના વક્તવ્યો આપ્યા હતા. કિસાન ક્રાંતિ સભામાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાની સાથે વિવિધ સમાજા દ્વારા હાર્દિક પટેલનું સન્માન કરાયું હતું.