કિડાણામાં અડધા લાખની ઘરફોડ

ઘરના સભ્યો સુતા રહ્યા, તસ્કરો છત ઉપરથી રૂમમાં પ્રવેશી સોના ચાંદીના દાગીના અને રોકડ તફડાવી ગયા વાગડ પંથકમાં અમુક ચોર શખ્સો પોલીસના સંકજામાં

 

ગાંધીધામ : તાલુકાના કિડાણા ગામે આવેલ કાવ્યા સોસાયટીના મકાનને નિશાન બનાવી કોઈ ચોર ઈસમો અડધા લાખની માલમતા ચોરી જતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. દોઢ માસ પહેલા થયેલ ચોરીનો બનાવ ચોપડે ચડતા અને તર્કવિતર્કો વહેતા થવા પામ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ જીતુભાઈ રતીલાલ પ્રજાપતિ રહે. કાવ્યા સોસાયટી કિડાણા તા. ગાંધીધામની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, ચોરીનો બનાવ ગત તા. ૧૪-૭-૧૮ના રાત્રીના ૧થી ૩ના ગાળામાં બનવા પામ્યો હતો. તેઓ પરિવાર સહ મકાનના બિજા રૂમમાં સુતા હતા ત્યારે કોઈ ચોર શખ્સોએ તેઓના મકાનની છત ઉપરથી ચડી મકાનમા ઉતર્યા અને ઘરમાં રહેલ સોના ચાંદીના દાગીના કિ.રૂ. ૪ર,૦૦૦ તથા રોકડા રૂપિયા ૭૦૦૦ એમ કુલ્લ ૪૯,૦૦૦ની માલમતા ચોરી જતા બનાવને દોઢ માસ બાદ અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી પીેએસઆઈ કે.એન. સોલંકીએ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ પૂર્વ કચ્છમાં તરખાટ મચાવનાર વાગડથી તસ્કર ગેંગના અમુક શખ્સોને પોલીસે ઉઠાવી લઈ અત્યંત જીળવટ પૂર્વકની પુછતાછ હાથ ધરવામાં આવી હતી અને આગામી સમયમાં અનેક ઘરફોડ ચોરી ઓના ભેદ ઉકેલી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.