કિડાણાના શખ્સનો ફોન ચાઈલ્ડ પોર્નોગ્રાફી મામલે એફએસએલમાં મોકલાયો

ગાંધીધામ : ગાંધીધામના કિડાણા મધ્યે યુવાને મોબાઈલમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગતું સાહિત્ય રાખી તે ડિલીટ કરતા શંકાના આધારે તેનો ફોન એફએસએલ તપાસમાં મુકાયો હતો.એસઓજીના પીઆઈ વી.પી. જાડેજાએ બી ડિવિઝન પોલીસ મથકે જાણવા જોગ નોંધ દાખલ કરાવી હતી. જેમાં કિડાણાના લક્ષ્યનગરમાં રહેતો નરેન્દ્રકુમાર દેવારામનો મોબાઈલના ઈએમઆઈ અને ટીન લાઈનમાં જણાવેલા ઈએમઆઈ નંબર સરખામણી થતી હોઈ એ શખ્સના મોબાઈલમાં ટીપ લાઈનમાં જણાવ્યા મુજબ ચાઈલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત સાહિત્ય વીડિયો રૂબરૂમાં ચેક કરતા આવુ કોઈ સાહિત્ય મળ્યું ન હતું. જેથી ડિલીટ કરેલ ચાઈલ્ડ પોર્નોગ્રાફી વીડિયો મેળવવા જરૂરી હોઈ ગાંધીનગર એફએસએલ માટે મોકલવા રૂા. દસ હજારનો મોબાઈલ ફોન કબ્જે કરી એફએસએલના રિપોર્ટ બાદ જો વાંધાજનક સાહિત્ય હશે તો શખ્સ વિરૂધ્ધ કાર્યવાહી કરાશે.