કાસેઝ યુઝડકલોથસ કૌભાંડ પર પડદો પાડવાની પેરવી? ગાંધીધામમાં ૧૧ લાખના ચોરાઉ કપડાની તપાસ ઠેરની ઠેર

સીઆરપીસી કલમ ૪૧ (૧) ડી હેઠળ પકડાયેલ આરોપી જામીન મુક્ત ઃ તપાસ ચાલુમાં હોવાનું ગાણું ગાતી પોલીસ

 

પોલીસ ‘કુલડીમાં ગોળ ભાંગવા’નું છોડે : રાજુબિહારીની કરે કડક ઉલટતપાસ

શા માટે માત્ર ૪૧(વન)-ડી જેવી હળવી કલમો લગાવી? આધાર-પુરાવા વિનાના શકવર્તી માલ દેખાડવાની કલમે તો આરોપી છુટી જ જવાનો છે..? પોલીસે વિના વિલંબે આ કેસ સોપવો જાઈતો હતો કસ્ટમતંત્રને..? આવુ ન કરવાથી જ પોલીસની ભૂમિકા આવે છે શંકાના દાયરામાં..!

ગાંધીધામ :  અહી જાણકારો દ્વારા ઉઠતા સવાલોની વાત કરીએ તો સૌ પ્રથમ તો કસ્ટમ સલગ્ન કેસ છે. પૂર્વ કચ્છ એલસીબીએ આ કેસ કસ્ટમવિભાગને કેમ ન સોપ્યો? તેઓની પાસે આ કેસ હેન્ડલ કરવાની સત્તા હતી ખરી? શું કસ્ટમને કેસ ન સોપવાની અવેજીમાં તપાસનીશ સહિતનાઅએ ગુન્હાહીત ત્વોની સાથે ગોઠવણ કરી લીધી કે કેમ? તે પછીની વાત આવે છે જીઆઈડીસીમાંથી જે રાજેન્દ્રપ્રસાદ એટલે કે રાજુ બિહારીને જડપી પાડયો તેના રીમાન્ડ કેમ ન લે વાયા? માત્ર ૪૧-વન ડી કલમ હેઠળ જ કેમ ગુન્હો નોંધાયો? શું આવી હળવી કલમો નોંધી અને પલળેલા ખાખીધારીઓ આ રાજેન્દ્રપ્રસાદની પાસેથી પણ પ્રસાદી લઈ લેવાના મુડમાં હતા? રીમાન્ડ મેળવાયા હોત તો જીઆઈડીસીનો ગોડાઉન રાજેન્દ્રપ્રસાદ બીહારીની માલીકીનો છે કે કેમ? તેની સાથે આ કોણ અન્યો સંડોવાયેલ છે? આધાર-પુરાવા વિનાનો જથ્થો આટલો મોટે રાજેન્દ્રપ્રસાદ લાવ્યો કયાથી ? અથવા તો તેના ગોડાઉનમાં કોણ ઠાલવી ગયુ? આ તમામ સવાલોના ઉત્તરો મળી શકે તેમ છે. પોલીસે કુલડીમાં ગોળ ભાગવના બદલે રાજુબીહારીની કરવી જાઈએ કડક પુછતાછ.

ગાંધીધામ :  શહેરમાં આવેલ જીઆઈડીસીમાં પ્લોટ નંબર ૮૬માં એલસીબીએ છાપો મારી યુઝડ ગાર્મેન્ટના જૂના જેવા જાકીટના કપડાની ૪પ ગાંસડી કિંમત રૂ.૧૧.રપ લાખના શંકાસ્પદ જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી સ્થાનિક પોલીસના હવાલે કર્યો હતો. બનાવને દસ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા તપાસમાં કોઈ જ પ્રગતિ કરેલ નથી અને તપાસ ઠેરની ઠેર રહી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.ર૬-૯-૧૭ એલસીબીએ જીઆઈડીસી વિસ્તારમાં પ્લોટ નંબર ૮૬માં દરોડો પાડી જૂના જેવા જાકીટના કપડાની ૪પ ગાંસડી વજન ૧૧,રપ૦
પર કિલો ગ્રામ કિંમત રૂ.૧૧.રપ લાખનો જથ્થો પકડી પાડ્યો હતો. જથ્થા સાથે રાજેન્દ્રપ્રસાદ સુરેન્દ્રપ્રસાદ ચંદુવંશીને ઝડપી લીધો હતો. તેના પાસે કપડા અંગેના આધાર-પુરાવા ન હોઈ શક પડતા મુદ્દામાલ તરીકે કબજે લઈ આરોપીની સીઆરપીસી કલમ ૪૧ (૧) ડી હેઠળ ધરપકડ કરી વધુ તપાસ માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો. આ બાબતે તપાસનીશ એએસઆઈ પૂનમભાઈ મહેશ્વરીનો સંપર્ક સાધતા આરોપીને જે-તે વખતે જામીન મુક્ત કર્યો હતો. ત્યારબાદ અમારે વડોદરા જવાનું થતા આ કેસમાં આરોપીની હવે પછી પૂછપરછ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. બીજી તરફ કપડાનો જથ્થો કાસેઝમાંથી ચોર્યો હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે, પરંતુ પોલીસ દ્વારા ચોરી કરતા તત્ત્વો સાથે વ્યવહાર થઈ જતા આ કેસમાં પોલસી કોઈ ખાસ રસ લેતી ન હોવાની ચર્ચાઓ લોકોમાં વહેતી થવા પામી છે.