કાસેઝ બન્યું દાણચોરો માટે સ્વર્ગ

  • સૈંયા ભયે કોતવાલ, ફીર હમે કાહેકા ડર..!

ડો. આમીયાચંદ્રજીએ રફીક નામના શખ્સને ઝોનમાં એન્ટ્રી બેન કરી અને ગણતરીના સમયમાં જ આ બેન ઉઠાવી લેવામા આવ્યો હતો. એટલુ માત્ર જ નહી પણ આ રફીકે પછી તો ઝોનમાં કઈકને નવા નવા પરવાનાઓ અપાવી દીધા હોવાનુ પણ ચર્ચાય છે. ચર્ચા એવી થાય છે કે, એક વખત ગેટ પર ફોટા ચોડાવ્યા અને ઝોનમાં એન્ટ્રી બેન બતાવે છે, અને થોડા જ એટલે કે ગણતરીના દિવસોમાં જ આ રફીક સારો માણસ બની જાય છે અને ગેટ પરથી નો એન્ટ્રીના ફોટાઓ દુર કરી લેવામા આવે છે. એટલુ જ નહી પણ ઝોનમા કંપનીનો માલીક પણ રફીક બની જાય છે. તેની પાછળનુ રહસ્યુ શું ? ડીસીએ મોટા વ્યહવાર કરીને આ ખેલ પાડયો હોવાનુ મનાય છે. સીબીઆઈએ હકીકતમાં તપાસ કરવી જોઈએ કે, આ ઘટનાક્રમમાં કઈ ડીલ કામ કરી ગઈ? પૈસા હતા કે કઈ અન્ય ગોઠવણો થઈ ?

કસ્ટમના એક નિવૃત અધિકારી તથા કાસેઝ સલગ્ન સંગઠનના એક હોદેદારે પણ ઝોનમાં આ તમામ ગોઠવણીઓ પાછળ ભજવી છે ચકચારી ભૂમિકા

વિદેશી હુંડીયામણ તાણી લાવવા માટે કેન્દ્ર સરકારે બનાવેલ સ્પેશ્યલ ઈકોનોમીક ઝોન હવે કરચોરીના ગેટ વે બન્યાનું કાસેઝ સલગ્ન કિસ્સાઓથી ઉઠી રહી છે ચકચાર : હવે અધિકારીઓ જ કરચોર-દાણચોર તત્વો સાથે વિવિધ ધંધામાં ભાગબટાઈ-ભાગીદારી કરતા હોવાની છે ચકચાર : કસ્ટમના ચોપડે ચડી ચુકેલાઓની વધી ગઈ છે હિમંત

કાસેઝમાં પાછલા ત્રણથી ચાર માસમાં જ અલગ અલગ એજન્સીઓ ત્રાટકી, પણ તપાસમાં શું ઉકાળી લેવાયુ? કંઈ જ નહી? કારણ કે અધિકારીઓ ખુદ ભાગીદાર હોવાથી બધુ જ સમુસુથરૂ પાર કરાવી દે છે : ડો. આમીયાચંદ્રજીના સમયકાળમાં ઓછામાં ઓછા ૮૦ જેટલા વેરહાઉસના પરવાનાઓની થઈ ગઈ લ્હાણી..! : હકીકતમાં વેરહાઉસના લાયસન્સ કંડલા સેઝમાં આપવાના જ ન હોય.., તેમાંથી વિદેશી હુંડીયામણ સરકારને નથી મળતુ, પરંતુ ખોટા કામ કરનારાઓને મળી જાય છે પરવાનો..!

કાસેઝમાં કાળીમરી – રોકસોલ્ટ – સોપારી – ખજુરની આયાતમાં ધુમ કરચોરીની ચર્ચા : પુલવામામાં સીઆરપીએફની ટુકડી પર આતંકી હુમલા બાદ ભારતે પાકીસ્તાનથી આયાત થતી વસ્તુઓ પર ર૦૦ ટકા ડયુટી લાદી દીધી, ચારેય આઈટમ પાકીસ્તાનથી લવાય છે પરંતુ કાસેઝમાં લાવતા પૂવે તે વસ્તુઓના સર્ટીફીકેટ ઓફ ઓરીજીન ઈરાન-ઓમાન-દુબઈના બતાવી દેવાય છે, એટલે ડયુટી ર૦૦ ટકાના બદલે થઈ જાય માત્ર ર૮ ટકા : ઈરાનના લેબલથી પાકીસ્તાનનો માલ ઝોનમાં આવી જાય, ડયુટી ભરી કાયદેસરનો દેખાડી અને ભારતની બજારમાં પણ ઠલવાઈ જાય છે, હકીકતમાં સરકારની તિજોરીને કરોડોનો ચોપડયા છે ચુનો : સ્થાનિક ડીઆરઆઈ આ બાબતે કેમ નથી ત્રાટકતી ?

ગાંધીધામ : દેશનો જીડીપી દર ઉંચો લાવવા વિદેશી હુંડીયામણ ભારત તરફ લાવવા માટે સ્પેશ્યલ ઈકોનોમીક જોનનુ સરકાર દ્વારા નિર્માણ કરવામા આવ્યુ હતુ. પરંતુ આ ઝોન હાલના સમયે સરકારની તિજોરીના બદલે અહી સરકારી બાબુઓ-અધિકારીઓ અને ભેજાબાજ કરચોરો-દાણચોરોને માટે હેવન-સ્વર્ગ બની જવા પામ્યુ હોય તેવી રીતે અહી આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાના તાલે કરચોરીના મસમોટા ધંધાઓ ધમધમી ઉઠયા છે. અંતરંગ વતુળોમાથી જ સામે આવતી વિગતો અનુસાર કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક જોનમાં પણ પાછલા કેટલાક સમયથી અલગ અલગ એજન્સીઓના આંટાફેરા જુદા જુદા વિષયોની તપાસને લઈને વધી જવા પામી ગયા છે ત્યારે કહેવાય છે કે, કાસેજ હાલમા દાણચોરોનું હબ બની રહ્યુ છે. તેની પાછળનુ મુખ્ય કારણ મનાઈ રહ્યુ છે કે, સૈયા હમારે કોતવાલ ફીર હમે કાહેકા ડરના તાલે અહી અધિકારીઓ જ દાણચોરો અને કસ્ટમના ચોપડે ચડી ચૂકેલોની સાથે ભાગીદારી-ભાગબટાઈ ધરાવતા થઈ ગયા હોવાનુ ચર્ચાય છે.અધિકારીઓ જ ભાગીદારીમાં અહી ધંધો કરવા લાગી ગયા હોવાનુ ચર્ચાય છે. જે પાર્ટી ખોટા કામો કરે છે તેને હવે ભય કે ડર હોય શેનો? કારણ કે ખોટા કામો આ પાર્ટીઓ ન કરે તે જોનારા અધિકારીઓ જ તેમના ધંધામા પાર્ટનર બની રહ્યા છે. બહારની કોઈ તપાસની એજન્સી આવે તો પણ આ અધિકારીઓ જ બધુ સાચવી લેતા હોય છે. અને તેના લીધે જ ઝોનમાં ખોટા કામોનુ પ્રમાણ વધી ગયુ હોવાની ચકચાર તેજ બની રહી છે. ચર્ચાય છે કે, પૂર્વ ડીસી આમીયાચંદ્રજીના સમયકાળમાં જે રીતે કેટલાક ઘટનાક્રમો બની ગયા તે શંકાના વમળોમાં આવતા દેખાઈ રહ્યા છે. તત્કાલીન ડીસી આમીયાચંદ્રજીએ કાસૈઝને ગ્રીન જોન બનાવવાનો વીક્રમ સ્થાપવાનુ બીડુ ઝડપ્યાના દાવા કર્યા અને બીજીતરફ સીકયુરીટી ગાર્ડ પર જ ચીભડતત્વો ખુલ્લીને બબ્બે વખતે હુમલાની ઘટનાને અંજામ આપી ગયા હતા. આ ઉપરાંત કસ્ટમના ચોપડે ચડેલા તત્વોને પણ પગપેસારો કરવા મળી ગયો હોવાનુ ચર્ચાય છે સૌથી વધુ સવાલ તો એ જ ઘટનાક્રમ પણ ઉઠી રહ્યો છે કે, ડો. આમીયાચંદ્રજીએ રફીક નામના શખ્સને ઝોનમાં એન્ટ્રી બેન કરી અને ગણતરીના સમયમાં જ આ બેન ઉઠાવી લેવામા આવ્યો હતો. એટલુ માત્ર જ નહી પણ આ રફીકે પછી તો ઝોનમાં કઈકને નવા નવા પરવાનાઓ અપાવી દીધા હોવાનુ પણ ચર્ચાય છે. ચર્ચા એવી થાય છે કે, એક વખત ગેટ પર ફોટા ચોડાવ્યા અને ઝોનમાં એન્ટ્રી બેન બતાવે છે, અને થોડા જ એટલે કે ગણતરીના દિવસોમાં જ આ રફીક સારો માણસ બની જાય છે અને ગેટ પરથી નો એન્ટ્રીના ફોટાઓ દુર કરી લેવામા આવે છે. એટલુ જ નહી પણ ઝોનમા કંપનીનો માલીક પણ રફીક બની જાય છે. તેની પાછળનુ રહસ્યુ શુ? ડીસીએ મોટા વ્યહવાર કરીને આ ખેલ પાડયો હોવાનુ મનાય છે. સીબીઆઈએ હકીકતમાં તપાસ કરવી જોઈએ કે, આ ઘટનાક્રમમાં કઈ ડીલ કામ કરી ગઈ? પૈસા હતા કે કઈ અન્ય ગોઠવણો થઈ? કઈક તો દાળમાં કાળુ રંધાઈ જ ગયુ હતુ કે, રફીકની નો એન્ટ્રીના પોસ્ટર ગણતરીના દિવસોમા હટાવી અને તેને ઝોનમાં આધિપત્ય-સામ્રાજય ફેલાવવાની ફરીથી રીતસરની છુટ જ આપી દેવામા આવી છે.
કહેવાઈ રહ્યુ છે કે, વર્તમાન પહેલાના પૂર્વ ડીસી ડો.આમીયાચંદ્રજીના સમયમાં કાસેઝમાં ૮૦થી વધુ વેરહાઉસન પરવાનાઓ આપી દેવામાં આવ્યા છે. જે તમામ તપાસના કેન્દ્રમાં આવવા જોઈએ. કારણ કે, કાસેજમાં વેરહાઉસના પરવાનાઓ આપવાનો મલતબ જ શુ છે? હકીકતમાં કાસેઝમાં વેરહાઉસ લાયસન્સ હોવા જ ન જોઈએ. સેઝ મેન્યુફેકરચીંગ યુનિટ માટે હોય છે. અહી આવતી વસ્તુ, રી એકસપોર્ટ કરી અને ફોરેને એકસચેન્જ તાણી લાવવાનુ હોય છે.જયારે વેરહાઉસ રાખનારા ટ્રેડર્સના ટ્રેડીંગમા કોઈ જ વસ્તુઓ એકસપોર્ટ નથી થતી. માત્ર માલ મંગાવી અને ડીટીએ એટલે કે ગેરકાયદેસર રીતે ગોઠવણીઓ કરી અને લોકલ માર્કેટમા વહેચી દેવામા આવે છે. રીએકસપોર્ટ ન થાય એટલે તો સરકારને કોઈ આવક ન થાય પરંતુ નિયમ વિરૂધ તે માલ લોકલ માર્કેટમા જાય એટલે સરકારને અલગથી જીએસટી સહિતની આવકનો પણ મસમોટો ધુંમ્બો પડી જતો હોય છે. એટલે વેરહાઉસને લાયસન્સ આપીને હુડીયામણ તો નથી જ આવતુ પરંતુ ખોટા કામો કરવાની જે-તે તત્વોને જગ્યા-ઠામ મળી જતી હોય છે. હકીકતમાં આ બાબતે જો સીબીઆઈ કક્ષાએથી ઉચ્ચસ્તરથી તપાસ ટુકડીઓ ત્રાટકે તો આવા ધંધાઓમા અધિકારીઓની સંડોવણી તથા વેરહાઉસના અપાયેલા ૮૦થી વધુ પરવાનાઓના પ્રકરણોમાં મોટા ખુલાસા થવા પામી શકે તેમ મનાય છે.બીજીતરફ હાલમાં કાસેઝમાં હોટચેકની વાત કરીએ તો કાળીમરી, રોકસોલ્ટ, સોપારી, ખજુરની આયાતમાં ધુમ કરચોરી આયોજનબદ્ધ રીતે કરવામા આવી રહી છે. અહી જણાવી દઈએ કે પુલવામામાં ભારતીય સીઆરપીએફની ટુકડી પર આતકી હુમલા બાદ સરકારે પાકીસ્તાનથી વ્યાપારીક છેડો ફાડવાની દીશામાં ત્યાથી આયાત થતી વસ્તુ પર ર૦૦ ટકાની તગડી ડયુટી લાદી દીધી હતી. એટલે આ ભેજાબાજો પાકીસ્તાનથી લવાતી આ તમામ વસ્તુઓના સર્ટીફીકેટ ઓફ ઓરીજીન ઈરાન-ઓમાન-દુબઈ રૂટ દેખાડીને કાસેજમાં ઠાલવી રહ્યા છે. એટલે ર૦૦ ટકા વાળી ડયુટી ર૮ ટકા થઈ જાય છે. આમ સરકારને મસમોટેા ચુનો અહી ચોપડાઈ રહ્યો છે. કાસેજના ભુતપૂર્વ ડીસી ડો.આમીયાચંદ્રજી કાચીંડાની જેમ રંગ બદલતા હોવાનો ગણગણાટ પણ ટ્રેડવર્ગમાંથી સામે આવવા પામી રહ્યો છે અને તેનો દાખલો પણ ખુબ ચર્ચાઈ રહ્યો છે. ઝોનમાં ચોરી-ચકારીઓ બંધ કરાવવાના દાવાઓ કર્યા, વૃક્ષારોપણને લઈને પણ મોટાઉપાડે રેકોર્ડ સ્થાપવાના ત્રાગા થયા પરંતુ ગત બેથી ત્રણ વર્ષમા જોનમાં જે રીતે દાણચોર તત્વોને મોકુળ મેદાન મળી ગયુ છે તેવુ
ભાગ્યે જ અગાઉ કયારે મળી શકયુ હતુ.

કાસેઝમાં આમીયાચંદ્ર, અજીત, ચંદન, અરૂણના સ્મગર્લસ પર ૪ હાથ.?

સીગારેટ, એરીકા-બેટલ નટસ, આલ્કોહોલ, ગારમેન્ટસ, કપડાની આડમાં ઉંચી ડયુટીવાળી અન્ય વસ્તુઓની હેરફેર, બેઝ ઓઈલ, ફેબ્રીક, ડ્રાયડેટસના દાણચોરોને કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોન બની ગયુ છે આશ્રયસ્થાન

દેશના હુંડીયામણને કરોડોનો ફટકો પહોચાડનાર કાસેઝ પ્રસાસનની ભ્રષ્ટ અધિકારી ગેંગ અને દાણાચોરોની ફરીયાદ દિલ્હી પીયુષ ગોયલ કક્ષાએ પહોંચી : સ્થાનિકના વેપારીઓએ લેખિતમાં કરી ધારદાર રજુઆત : ભ્રષ્ટ બોડીમાં ફેલાયો છે છુપો ફફડાટ

ગાંધીધામ : કેન્દ્ર સરકાર દ્વારા વિદેશથી હુંડીયામણ લાવવા સૈજ નિર્માણ કરાયા છે પણ કાસેઝમાં તો સરકારી અધિકારીઓના ભ્રષ્ટ રાજથી દાણચોરોને મોકળુ મેદાન મળી જવા પામી ગયુ હોવાની ફરીયાદ અહીના જ યુનિટધારકો દ્વારા કેન્દ્રકક્ષાએ કરવામા આવી છે. પિયુષ ગોયલજીને સંબોધીને કરવામા આવેલી રજુઆતમાં જણાવાયુ છે તે અનુસાર કાસેજમાં જે રીતે ભ્રષ્ટાચાર વકરી રહ્યો છે તે જોતા અમે તમારી સરકારને મત આપ્યો હોવાનો અમને શર્મ આવી રહી છે. વેપારીઓ દ્વારા ડો.આમીયાચંદ્રજી અને તેમના મળતીયાઓ દ્વારા જે રીતે અહી ભ્રષ્ટાચાર આચરાયો છે તેને ડામવાની દાદ માંગવામ આવી છે. વેપારીઓ દ્વારા ફરીયાદમાં કાસેજમાં કોણ કોણ કરપ્શન કરી રહ્યુ છે અને પ્રમાણિક વેપારીઓને કોણ કનડગત કરે છે તે અધિકારીઓના નામો પણ દર્શાવાયા છે જેમા સૌ પ્રથમ ડો. આમીયાચંદ્રનુ નામ આપેલ છે જે ઓ પૂર્વ ડીસી રહી ચુકયા છે. અજીત કસ્ટમ ઓફીસર છે તે બાદ ચંદન કસ્ટમ ઓફીસર છે અને તે પછી કસ્ટમના ડીસી અરૂણનુ નામ દર્શાવવામા આવેલ છે. કહેવાયુ છે કે, આ આખીય ગેગ પ્રતિબંધિત વસ્તુઓને આયાત કરનારા સ્મગલર્સની અહી મોટી ટોળકી ઉભી કરી દીધી છે. ડીસીની સામે જે સખ્સે દિલ્હી સુધી રજુઆતો કરી, ફરીયાદ કરી હવે તે જ ડીસી આમીયાચંદ્રજીના પાર્ટનર બની ગયા હોય તેમ તેમને પાછલા ત્રણેક માસમા જ ત્રણ લાયસન્સ અને તેનાથી સકળાયેલાઓને સાત લાયસન્સ આપી દેવામા આવ્યા છે.આ અધિકારીઓની ગેગ પ્રતિબંધિત વસ્તુઓ ન માત્ર આયાત કરે છે પરંતુ સેમ દીવસે તેને કલીયર પણ કરાવી નાખે છે. અમે જે નયમિત કામ કરી રહ્યા છીએ તેઓને કનડગતો કરવામા આવી રહી છે, તેઆથછ વધુ પૈસા માંગવામ આવી રહ્યા છે અને તેમના કામો વિના વાંકે આ ગેગ વિલંબિત કરી રહી હોવાનુ પણ ફરીયાદમા ઉલ્લેખ કરાયો છે. વેપારીઓ દારા કાસેઝમાં કપડાના યુનિટસમાં પણ આ સખ્સની એન્ટ્રી બાદ કોઈ એક જ સમુદાયનો પગદૃાડે મજબુત બની ગયો હોવાનો પણ ઉલ્લેખ કરાયો હોવાનુ ચર્ચાય છે. દેશને બરબાદ થતો બચાવવા અને કાસેજમાં વેપારીઓ-ટ્રેડની રક્ષા કરવા માટે આ ટોળકીની ડામવા રજુઆત કરાઈ છે.

  • ભ્રષ્ટ બાબુ-દાણચોરોની આ રહી મોડસ ઓપરેન્ડી..! માલ મુંદરામાં મંગાવો, બીલ ઓફ એન્ટી કાસેઝમાં ફાઈલ કરો

કસ્ટમમાં વરસોથી એકના એક સ્થળ પર ચીટકીને બેઠેલાઓની કુંડળી ચકાસો તો ફુટે કઈક ફણગાં
ગાંધીધામ : બંદરીય વિસ્તારો પર પારદર્શકતા વધી અને સરકારે પણ શસ્ત્રો સજાવી લેતા દાણચોર ટોળકી હવે અલગ અલગ વસ્તુઓમાં કરચોરી કરવા નવો એમઓ અપનાવી રહી છે. કાસેઝમાં તમામ વસ્તુઓ લાવો અને હેમખેમ નેટવર્ક સુધી પહોચાડી દયો. આ અંગે જાણકારોમાથી મળતી માહીતી અનુસાર મુંદરા કસટમમાં અમુક આઈટમ્સ કલીયર થવા પામી શકતી નથી. તેનો આ ટોળકીએ લુપોલ એટલે કે છટકબારી શોધી લીધી હોવાનુ કહેવાય છે. ચીજવસ્તુઓ મુંદરા પોર્ટ પર જ ઈમ્પોર્ટ કરવામાં આવે પરંતુ તેના બીલ ઓફ એન્ટ્રી કંડલા સેઝમાં ફાઈલ કરવામાં આવે છે. અને નિયમ પ્રમાણે જયા બીલ ઓફ એન્ટ્રી ફાઈલ થઈ હોય ત્યાં જ તે ગુડઝનુ એકઝામિનેશન કરવામાં આવી શકે છે. કાસેઝમાં તો અમુક અધિકારીઓની આવા તત્વો સાથે મીલીભગત જ હોય તો ચેક શું કરવાના હતા જ ખરા ?

  • સીગારેટ સહિતના પરવાના અપાયા બાદ તરત જ કેમ કર્યા રદ ?

કાસેઝ પ્રસાસનમાં ઢમઢોલ માહે પોલ : તત્કાલીન DC એ કેમ કર્યું અભિ બોલા અભિ ફોક ?

૧૬પમી જનરલ મીટીંગમાં કાસેઝના ડેવલપમેન્ટ કમિશ્નરે ચારથી પાંચ યુનિટસને આપેલી મંજુરી-પાંચ દીવસમાં સુધારો જાહેર કરીને કેમ કરવી પડી રદ ? જાણકારોનો મસમોટો સવાલ : મીનીસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા અતિ સંવેદનશીલ વસ્તુઓ-વાંધાજનક વસ્તુની યાદીમાં મુકાયેલ કોમોડીટીની આયાતના પરવાના સાંઠગાંઠથી ગણી ગાઠી કંપનીઓને આપી દેવાયાથી હોબાળો મચી જતા તરત જ કેન્સલ કરવાની નોબત આવી કે કેમ ?

રીસ્ટ્રીકટેડ આઈટમની યાદીવાળી ચીજવસ્તુઓને લીલીઝંડી તત્કાલીન ડીસી અને તેમની ટીમની અજ્ઞાનતાથી આપી હોય તે માની જ ન શકાય..? આવી મંજુરીઓ ડીસી નીચેના પાંચ-પાંચ અધિકારીઓના વેરીફીકેશન બાદ જ અપાતી હોય છે, તો ચુક રહી ગઈ હોય તો એકાદથી રહે..પાંચ..પાંચ અધિકારીઓ આવી પરવાનગી આપવામાં ઉંણા ઉતરે ખરા..?

ગાંધીધામ : તાજેતરમાં જ ૧૬પમી યુનિટ એપ્રુવલ કમિટીની મીટીગ કાસેઝમાં રપમી માર્ચના રોજ યોજવામા આવી હતી જેમાં મુદા નંબર પાંચના એજન્ડાને ગણતરીના સમયમાં જ સુધારા હેઠળ લઈ લેવાની ફરજ પડવાનો મુદો ઝોનના સબંધિત વર્ગમાં ભારે તરેહ તરેહની ચર્ચાઓ સાથે ઝેાન પ્રશાસનની સામે અણીયાણા સવાલો પણ ઉભા થવા પામી રહ્યા છે. આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો રપમી માર્ચના મળેલી ૧૬પમી યુનિટી એપ્રુવલ કમિટીની બેઠકમાં જે એજન્ડાઓને બહાલ કરવામા આવતા હોય છે તે તત્કાલીન ડેવલપમેન્ટ કમિશ્નર સહિત તેઓના તાબાના પાંચ-પાંચ અધિકારીઓ દ્વારા વેરીફાઈ કરવામા આવતા વિષયો હોય તે બાદ જ તેને લીલીઝંડી આપવામાં આવતી હોય છે.

  • CBI કેમ ન ત્રાટકે? :તત્કાલીન ડીસીએ આપેલા લાયસન્સની કરે ઉલટતપાસ

આમીયાચંદ્રના રાજમાં કાસેઝમાં કસ્ટમના ચોપડે ચડેલાને એન્ટ્રી

સોપારીમાં એન્ટી ડમ્પીગ ડયુટીમાં કરોડોની ગાલમેલ કરનારા તથા સીગારેટ સ્મગલીંગમાં જેઓ ચકચારી રહી ચુકયા છે, ફરીયાદ દાખલ થઈ ચૂકી છે તેઓને મળી રહ્યા છે કંડલા સ્પેશયલ ઈકોનોમીક ઝોનમાં કાયદેસર પરવાના : તો વળી નકલી-ડુપ્લીકેટ દસ્તાવેજો બદલ સીબીઆઈના સ્કેનર-રડાર તળે આવેલા શખ્સોને ઝોનમાં વેરહાઉસ ખરીદીની મળી ગઈ છે છુટ : વેરહાઉસની મંજુરી, નવા યુનિટોને લાયસન્સ ડીસી, યુનિટ એપ્રુવલ કમિટી જ આપી શકે, તે સિવાય કોઈને પાવર નથી, સિગારેટની મંજુરી તો યુનિટ એપ્રુવલ કમિટી પણ ન આપી શકે, દીલ્હી ખાતે બોર્ડ કક્ષાએથી જ મળે સિગારેટની પરવાનગી, મંજુરી કોઈને અપાઈ હશે તો ડીસી આમીયાચંદ્રજીના સમયમાં જ અપાઈ હોઈ શકે, તેઓની બદલી બાદ યુનિટ એપ્રુવલ કમિટિ મળી જ નથી, તો પરવાનાની વાત આવે કયાંથી? : કાસેઝના અધિકારીની સ્પષ્ટ વાત

ગાંધીધામ : કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનના ડીસીનો કાર્યભાર ડો. આમીયાચંદ્રજી પાસે હતો તે સમયમાં અહી ગ્રીન કાસેઝ-કલીન કાસેજના સુત્રને તેઓએ ટીમવર્ક સાથે સફળ કરી દેખાડયો હતો. ઝોનમાં થતી ચોરી-તસ્કરીની સામે ડીસી આમીયાચંદ્રજીએ લાલઆંખ ભરી કાર્યવાહી કરી દેખાડી હતી. હવે તેઓને મુંદરા સેઝ ખાતે મુકાયા અને દિલ્હીથી અહી શ્રી તનેજાને મુકવામાં આવ્યા છે ત્યારે કાસેજમાં ડો. આમીયાચંદ્રજીના કાળમાં માથાભારે તત્વો, સીગારેટ સ્મગલર્સમાં જેઓ ચકચારી રહી ચુકયા છે તેવા તત્વોને રીતસરના લાયન્સ અને પરવાનાઓ અપાયા હોવાની વિગતો મોટા ઉપાડે ગણગણાટ સર્જી રહી છે. આ અંગે ચર્ચાતી વિગતો મુજબ કાસેજમાં ફરી માથેભારે ધંધાવાળાઓનો પગપેસારો શરૂ થવા પામી ગયો છે. કહેવાય છે કે, જે તત્વો સિગારેટ સ્મગલીંગમાં ચકચારી રહી ચૂકયા છે, સત્તાવાર રીતે જેઓના નામ સીગારેટ સ્મગલીંગમાં ચોપડે ચડી ગયા છે તેઓ કાસેજમાં કસ્ટમ સાથે ત્રીજા વ્યકિત મારફતે ગોઠવણીઓ કરી અને પરવાનાઓ મેળવી ચૂકયા છે. તો વળી પાછલા દીવસોમા અમુક તત્વો કે જેઓ સીબીઆઈના રડાર અને સ્કેનરમાં ડુપ્લીકેટ ડોકયુમેન્ટસ બનાવવા સબબ ચડી ચુકયા છે તેઓ કાસેજમાં હવે વેરહાઉસના માલીક બની ચૂકયા છે. સીબીઆઈ, સ્મગલીંગ જેવામાં ચકચારી તત્વોને ઝોનમાં પગ મુકવાની મંજુરી આપી કેવી રીતે શકાય? આવા સવાલો મોટાપાયે ઉભા થવા પામ્યા છે. કહેવાય છે કે આ તત્વોને આજથી એકાદ વર્ષ પહેલા કાયદેસરની એન્ટ્રી જ કાસેજમાં આપી દેવામા આવી છે. આ બાબતે કાસેજના વર્તમાન એક અધિકારીની વાત માનીએ તો ઝોનમાં નવા યુનિટને પરવાના આપવા કે પછી વેરહાઉસને મંજુરીઓ આપવાનુ કામ યુનિટ એપ્રુવલ કમિટી કરે છે. જેના હેડ હોદાની રૂહે ઝોનના ડીસીશ્રી હોય છે. આ યુનિટ એપ્રુવલ કમિટી આઠ સભ્યોની બનેલી હોય છે. જેમા ડીસી, જેડીસી, કલેકટરના પ્રતિનિધિ સહિતનાઓ હાજર રહે છે. ડીસીની અધ્યક્ષતામાં આ કમીટી મળે છે અને તેઓ મારફતે જ મંજુરીઓ આપી શકાય છે. ડીસી આમીયાચંદ્રજીની બદલી થયા બાદ કોઈ જ યુનિટ એપ્રુવલ કમિટી મળી જ નથી તો દાણચોરો કે ગુન્હાહિત ઈતિહાસ ધરાવનારાઓને પરવાના આપી દીધાની વાત આવે જ કયાથી? કદાચ કોઈ યુનિટમાં આ રીતે પરવાના અપાયા હશે તો એ પણ ડીસીના કાર્યકાળ વખતે જ અપાયા હશે. હાલમા આવા પરવાના કે મંજુરી આપવાની સત્તા કોઈને રહેલી જ નથી. રહી વાત સિગારેટના યુનિટસની તો એ તો યુનિટ એપ્રુવલ કમીટીને પણ મંજુર કરવાના પાવર નથી, સિગારેટની મંજુરી તો દિલ્હી માં બોર્ડ કક્ષાએથી જ આપી શકવાનો પાવર્સ છે.જો કે, સીગારેટ સ્મગલીંગમા આવી ચુકેલા હોય અથવા તો સીબીઆઈ ના સ્કેનર-રડારમાં રહી ચુકયા હોય તેવા તત્વોને ઝોનમા મંજુરી આપી દેવાઈ હોવાનુ હવે ધ્યાને આવી રહ્યુ છે તો કાર્યવાહી કેમ નહી? આવા સવાલના જવાબમાં તે અધિકારીએ કહ્યુ કે, તેઓ એક એક વ્યકિતના બ્રકગ્રાઉન્ડ જોવા ન જઈ શકે, તેમની મીનીટસ છે તે અલગ અલગ મહત્વપૂર્ણ વિભાગોને મોકલાતી હોય છે અને તેમાં કોઈને પણ કઈ અજુગતુ દેખાયુ હોય તો તેઓ ઝોનનુ ધ્યાન દોરી શકે છે એ પછી આઈટી હોય કે કસ્ટમ કે અન્ય કેાઈ વિભાગ? તો જરૂરથી તેવા યુનિટસને મંજુરી ન અપાય અને અપાઈ હોય તો પણ કેન્સલ કરી દેવામા આવે છે. પરંતુ હજુ સુધી વ્યકિતગત કેાઈ જ ફરીયાદ કોઈના ગુન્હાહિત ઈતિહાસની આવી ન હોવાથી તેઓ આ બાબતે કોઈ જ કાર્યવાહી કરી શકે નહી તેમ ઉમેર્યુ હતુ. અહી જાણકારો દ્વારા સવાલ થઈ રહ્યા છે કે, આમીયાચંદ્રજીની દાદાગીરી તો જુઓ કેટલી હશે, કે પ૦થી વધુ અલગ અલગ વિભાગોમાં આ યુનિટ એપ્રુવલ કમીટીની મિનિટસ જતી હોવા છતા કોઈ પણ વિભાગે સિગારેટ સ્મગલીંગમાં ચકચારી રહેલ શખ્સ અથવા તો સીબીઆઈના સ્કેનરમાં આવી ગયેલા તત્વોને વેરહાઉસ કે પરવાના ન આપવા સબબ પણ નોધ ન લીધી કે કાસેઝનને ન મોકલાવાઈ ?