કાસેઝમાં ડીઆરઆઈની ટુકડી ફરી ત્રાટકી : આજે તપાસનો ધમધમાટ તેજ

  • મસાલા-ખજુર કે સોપારીની આયાતમાં કૌભાંડની ગંધ..!

કચ્છ બહારની આયાતકાર પાર્ટીના વેરહાઉસમાં આજે ડીઆરઆઈની ટુકડી કરી શકે છે ક્રોસ વેરીફીકેશન :ગઈકાલે ત્રાટકેલ ટીમ મોડી સાંજ થઈ જતા સ્થળ કાર્યવાહી આજે હાથ ધરાવવાની સંભાવના : ફર્નિચર અને હેન્ડીક્રાફટ સાથો સાથ અલગ અલગ કોમોડીટીના ટ્રેડીંગથી સંકળાયેલ વેરહાઉસમાં ડીઆરઆઈની તપાસથી અન્ય કોભાંડીઓમાં ફેલાયો ફફળાટ

રેખા સુપરફાઈન નામના વેરહાઉસમાં આજે દીવસભર ડીઆરઆઈની ટુકડીઓ કરશે જીણવટભરી છાનબીન : સાંજ સુધીમાં થઈ શકે છે વિધીવત ખુલાસા

ગાંધીધામ : કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોન પાછલા બે-પાંચ મહીનાઓથી જાણે કે વહીવટની દ્રષ્ટીએ ભગવાન ભરોસે જ આવી ગયુ હોય તેમ અહી અલગ અલગ પ્રકારની ગેરરીતીઓ અને કેટલાક યુનિટ દ્વારા આચરવામાં આવતી ડયુટીચોરીની તપાસના ધમધમાટ એક પછી એક સતત આગળ ધપી રહ્યા છે. કયારે અહી સોપારીની આયાતમાં એન્ટી ડમ્પીગનો વિષય ચગી જાય છે તો કયારે બેજઓઈલને લઈને પણ મેગા ઓપરેશન હાથ ધરાયાની હવા ઉડવા પામી રહી છે.તે દરમ્યાન જ હવે વધુ એક વખત કાસેજ એટલે કે કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં ડાયરેકટર ઓફ રેવેન્યુ ઈન્ટેલીજન્સની ટુકડી ત્રાટકી જવા પામી હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. ગઈકાલ સાંજથી જ ઝોનમાં ડીઆરઆઈની ટીમે પડાવ નાખી દીધો હોવાનુ મનાય છે. કહેવાય છે કે, રેખા સુપરફાઈન નામની પેઢીના વેરહાઉસમાં કોઈ પણ પ્રકારની માહીતી એજન્સી પાસે આવી હોવાથી તેના ક્રોસ વેરીફીકેશન અને સ્થળ ચકાસણીઓ હાથ ધરવા ટીમો ઉતરી પડી છે. જાણકારો કહે છે કે, આ પેઢી મસાલા અને ખજુરની આયાત સહિતના મુદ્દેનુ કામ વિશેષ કરી રહી છે.
ડીઆરઆઈ પાસે કેવા પ્રકારના ઈનપુટસ છે તે તો એજન્સી જ જાણી રહી હશે પરંતુ જો ખજુરની આયાતમાં ગોટાળો આચરાયાની ગંધનો વીષય હશે તો અહી મોટા પ્રમાણં ડયુટીચોરી જડપાઈ શકે તેમ છે. કારણ કે પુલવામાં સીઆરપીએફની ટુકડી પર આતંકી હુમલા બાદ ભારતે પાકીસ્તાનનો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજજો પાંછો ખેચી લીધો હતો અને પાકીસ્તાનથી આયાત થતી વસ્તુઓ પર ર૦૦ ટકા ડયુટી લગાડી દીધી હતી. આવામાં ખજુરની પાકીસ્તાનથી મોટા પ્રમાણમાં આજે પણ જુના ભેજાબાજો આયાત કરી રહ્યા છે જેઓ મુળ ખજુર પાકીસ્તાનથી જ આયાત કરતા હોય છે પરતુ તેનો રૂટ ઓમાન-દુબઈ વાયા કરીને દેખાડતા હોય છે. નોધનીય છે કે, પાકીસ્તાનથી આયાત થનારી ખજુરની ર૦૦ ટકા ડયુટી વાયા ઓમાનથી આવે એટલે ર૦ ટકા થવા પામી જાય છે. આમ ડયુટીનો તગડો ફેરનો લાભ ભેજાબાજ સિન્ડીકેટ ઉઠાવી લેતી હોય છે અને સરકારને તેનો મોટો તગડો ચુનો લાગતો હોય છે. જો ખજુરને લઈને તપાસ હશે તો આ જ પ્રકરણ સલગ્ન હોઈ શકે તેમ કહેવુ અસ્થાને નહી કહેવયા.બીજીતરફ આ બાબતે કંડલા સેઝના સત્તાવાર સાધનોને પુછતા તેઓએ ક્હયુ હતુ કે, ડીઆરઆઈની સ્થાનિકની ટીમ ગઈકાલે સાંજે આવી હતી જે અહીના કોઈ એકમમાં તપાસ કરવા ઈચ્છી રહી છે. ગઈકાલે સાંજે તપાસ થવા પામી શકી ન હતી જે આજ રોજ દીવસ દરમ્યાન ચાલી શકે છે તેમ કહી અને ડીઆરઆઈની તપાસટીમો આવી હોવાની વાતને સમર્થન આપ્યુ હતુ.હવે જોવાનુ રહે છે કે, આજે ડીઆરઆઈ દ્વારા કેવા પ્રકારની ચોકકસ માહીતીઓ સાથે અહીના યુનિટમાં તપાસનો ધમધમાટ હાથ ધરવામા આવી રહ્યો છે અને તે વિગતોના આધારે સાંજ સુધીમાં શુ નવા ખુલાસાઓ પણ આ કેસને લઈને કરવામા આવી શકે છે તે તરફ સોના મીટ મંડાયેલા છે.

  • કરે કો’ક અને ભરે કો’કનો થાય છે તાલ

પૂર્વ ડીસી આમીયાચંદ્રએ લાયસન્સોની લ્હાણી કરી બાદમાં ડીઆરઆઈને સતત મળે છે સફળતા

ગાંધીધામ : ગુજરાત સાહિત્યની પ્રચલિત ઉકિત છે કે કરે કોક અને ભરે છે કોક. કાસેજમાં પણ આ પહેલાના ડીસી આમીયાચંદ્રએ જે રીતે અહી વેરહાઉસ માટે ઐતિહાસીક લાયસન્સોની લ્હાણી કરી દીધી છે તે બાદ ડીઆરઆઈ ન માત્ર છાશવારે અહી લટાર મારી રહી છે બલ્કે યુનિટો સિલ કરવા સુધીની પણ સફળ કાર્યવાહી કરતી જોવાઈ રહી છે. એટલે આમીયાચંદ્રજીએ આપેલા લાયસન્સ બાદ અહી ડીઆરઆઈને અવાર નવાર સફળતા મળી રહી છે. ભ્રષ્ટાચાર કરી ગયુ છે કોન અને હવે બદનામ થાય છે કોન ?