ઝોન પ્રસાસનની આંખે અંધાપો કે, પછી રહેમરાહ..?

દેશની આર્થીક ઘોટાળાઓ સલગ્ન એજન્સીમાં ગફલા કરતા ઝડપાઈ જતા તે એજન્સીમાંથી હકાલપટ્ટી થયેલ ચંદન બેનામી ધંધાઓ-ભ્રષ્ટાચાર વગર રહી જ શકતો ન હોય તેવી રીતે લાગવગ લગાવી અને હવે ઝોનમાં ગોઠવાઈ જઈ, જુનાગઢના શખ્સની સાથે મીલીભગત કરી અને દ્ભછજીઈઢ પ્રસાસનને રાજીરાખી નીતનવા ધંધાઓને લીલીઝંડી અપાવતો હોવાની ચકચાર

સરકારની તિજોરીને નુકસાન કરનારા તત્વોને જોનમાં ફરકવા પણ નહી દેવાયના દાવાઓ પોકારનારા કડક અને તટસ્થ ડેવલપમેન્ટ કમિશ્નર આ બાબતે કેમ અંધારામાં ? ચંદન-સાકીરની જોડી ઝોનને માટે જો..જો..કયાંક ન સર્જી જાય મસમોટી આફત..? : જાણકારોનો ઈશારો

ગાંધીધામ : દેશમાં વિદેશી હુંડીયામણ આવે અને અર્થતંત્ર વધારે મજબુત બને તે દીશામાં ભારત સરકાર દ્વારા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોન બનાવવામા આવ્યા છે. ગુજરાતમાં આવુંજ એક મહત્વપૂર્ણ કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોન કાર્યરત રહેલ છે. અહી લાંબા સમય બાદ ડેવલપમેન્ટ કમિશ્નર પદે સૌનો સાથ સૌનો વિકાસના સુત્રને સાર્થક કરનારા અધિકારી મુકવામા આવ્યા છે અને ઝોનમાં ઘર કરી ગયેલા ભ્રષ્ટ સડ્ડાઓ અને માથાભારે બનવા મથતા તત્વોને સ્થાન નહીં જ મળે તેવો આશાવાદ આ ડીસીના આવ્યા બાદ ટ્રેડ સબંધિત વર્તુળોમાં ઉભો થવા પામ્યો હતો પરંતુ કોણ જાણે કેમ.. શરૂઆતમાં આ ડીસી કડકાઈના દાખલાઓ બેસાડયા બાદ હવે ફરીથી કાસેજ આવા તત્વોને માટે મોકળુ મેદાન બની રહ્યુ હોય તેવી ઘટનાઓ એક પછી એક ચર્ચાના એરણે ચડવા પામી રહી છે. આ મામલે હાલમાં ચર્ચાતી વધુ વિગતો અનુસાર જાણે કે વાડ જ ચીભડાં ગળી જવાનો તાલ અહી બની રહ્યું હોય તેમ કાસેજમાં માલની હેરફેરમાં ગેરરીતીઓ ન થાય તથા સરકારની ડયુટીની રકમને નુકસાન ન પહોચે અને આવી કરચોરી કરનારાઓ શિરજોર ન બને તે જોવાની જવાબદારી જેમની રહેલી છે તેવા જ વિભાગના એક અધિકારી હાલના સમયે ઝોનમાં અન્ય શખ્સની સાથે સાંઠગાંઠ રચી અને નવા નવા પરવાનાઓ – ધંધાર્થીઓને લાવી રહ્યા હોવાનુ મનાય છે. આ મામલે સહેજ ફોડ પાડીને વાત કરીએ તો દેશની આર્થીક ઘોટાળાઓ સલગ્ન એજન્સીમા સેવારત હતા ત્યારે ગફલા કરતા ઝડપાઈ જતા તે એજન્સીમાંથી હકાલપટ્ટી થયેલ ચંદન બેનામી ધંધાઓ-ભ્રષ્ટાચાર વગર રહી જ શકતો ન હોય તેવી રીતે લાગવગ લગાવી અને હવે ઝોનમાં ગોઠવાઈ ગયો હોવાનુ કહેવાય છે. એટલુ માત્ર જ નહી પણ જોનમા હવે નવા નવા વેપારીઓને એન્ટરટેઈન કરી અને અહી પણ ગફલાબાજ ધંધાઓને વેગ આપી રહ્યો છે. કહેવાય છે કે, આ ચંદન જુનાગઢના સાકીર નામના શખ્સની સાથે મીલીભગત કરી અને કાસેજ પ્રસાસનને રાજીરાખી નીતનવા ધંધાઓને લીલીઝંડી અપાવતો ફરી રહ્યો છે અને સરકારની રેવેન્યુને મોટુ નુકસાન ફટકારી રહ્યો છે. પહેલી વાત તો એ છે કે, દેશની આર્થીક કૌભાડ પર નજર રાખતી એજન્સીમાં કૌભાડમાં જો શખ્સ બહાર ફેકાઈ ચુકયો હોય અથવા તો છુટ્ટી કરી દેવાઈ હોય તો પછી કાસેઝ જેવી ક્રીમ પોસ્ટીંગ ફરીથી આવા શખ્સોને મળી કેવી રીતે જાય છે? તેની સાથે ભાગબટાઈમા કામ કરનારો જુનાગઢનો સાકીર કોણ છે? આ બન્ને પર વોચ રાખી અને હકીકતમાં તેઓએ ઝોનમાં નવા નવા ઘુસાડેલા સડ્ડાઓને ડામવો જોઈએ. બીજીતરફ સરકારની તિજોરીને નુકસાન કરનારા તત્વોને ઝોનમાં ફરકવા પણ નહી દેવાયના દાવાઓ પોકારનારા કડક અને તટસ્થ ડેવલપમેન્ટ કમિશ્નર આ બાબતે કેમ અંધારામાં ? તેવા સવાલો પણ ઉભા થવા પામીરહ્યા છે. ચંદન-સાકીરની જોડી ઝોનને માટે જો..જો..કયાંક ન સર્જી જાય મસમોટી આફત..? તેવો ઈસારો પણ પ્રબુદ્વવર્ગમાંથી ઉઠવા પામી રહ્યું છે. હવે જોવાનુ રહ્યું કે, ઝોન પ્રશાસન આવા તત્વોની સામે કડકાઈથી કામ કરે છે કે પછીઆગે સે ચલી આ રહીવાળો જ તાલ કરી દે છે.

  • સોપારીના ઝડપાયેલા કારસામાં કોણ હતું ?તપાસ કરાવો તો ચંદન સુધી પહોંચે રેલો..!

સાબુત આખેઆખી સોપારી અને ટુકડા સોપારીમાં કસ્ટમડયુટીનો છે તગડો ફર્ક : થોડા સમય પહેલા જ ટુકડા સોપારી દેખાડી તેના બદલે આખીનું કૌભાંડ થયુ હતુ ચકચારી : તેમા પણ આ ચંદન જ કળા કરી ગયો હોવાની છે ચકચાર

ગાંધીધામ : કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં અઢળક કોમોડીટી આવે છે. જેમાં સોપારીનો પણ સમાવેશ થાય છે. સરકાર દ્વારા આ ફુડની ચીજવસ્તુઓ પર અલગઅલગ ડયુટીના ધારાધોરણો લાગેલા છે જેનો ગેરલાભ લઈ અને કેટલાક ભેજાબાજો સરકારી બાબુઓના જ માર્ગદર્શન હેઠળ ગોબાચોરી આચરી જતા હોય છે. ત્યારે કહેવાય છે કે, થોડા સમય પહેલા ઝોનમાં સોપારીકાંડ ગાજયું હતું તેની તપાસ કરવામાં આવશે તો તેમાં પણ પાછળ આ ભ્રષ્ટ ચંદનનો જ દોરીસંચાર હોવાનું સામે આવવા પામી શકે તેમ છે.