કાસેઝનો ધાડપાડુ કાંડ : કેન્દ્રમાં ધ્રુજારોઃ પણ, ગાંધીધામમાં સંકેલાની ગંધ…!

  • બી ડીવીઝન પોલીસ મથકની ભૂમિકા શંકાના દાયરામાં

હથિયારો સાથે સિકયુરીટીકર્મીઓ પર હુમલો કર્યો હોય તે હકીકતમાં તો કાસેઝ પર જ કહેવાય હુમલો.. : આવા આરોપીઓના જામીન મંજુર કરવા જ ન ઘટે..! : આ ર્તો ઝોનના સિકયુરીટી વાળા પહોંચી આવ્યા, નહી તો ખાનગી સિકયુરીટી સ્ટાફનું તો સશસ્ત્ર ધાળપાડુઓ ઢીમ પાડી દેતા પણ વાર ન કર્યુ હોત..! : આવા તત્વોના જામીન મંજુર કરવાની વાત આવે જ કયાંથી?

અમે નામદાર અદાલતમાં આરોપીઓના જામીન મંજુર ન કરવા સંદર્ભે વાંધો રજુ કરેલ છે : શ્રી કમોરસીંગ (એસઓ. કાસેજ)

પૂર્વ કચ્છ એસપીશ્રીએ આવા તત્વોની સામે પાસા – હદપાર હેઠળ જ કરવી જોઈએ ધાક બેસાડતી કાર્યવાહી : ગાંધીધામ પોલીસ બી ડીવીઝન આ કેસમાં સરકાર તરફે પાંચેય આરોપીઓની સામે કડકમાં કડક ચાર્જસીટ કરવી જોઈએ રજુ : આ ઘટના ગાંધીધામ સંકુલ માટે પણ કહેવાય લાલબત્તીરૂપ : આમને આમ જ ચાલતું રહ્યુ તો ઝોનમાં ઉદ્યોગપતિઓ આવતા પણ કરશે ખચકાટ

નામદાર કોર્ટે પણ લાલઆંખ કરતા આવા હુમલાખોરો કાબુમાં રહેશે

કાસેઝના સિકયુરીટી ઓફિસર દ્વારા ઝોન પ્રશાસન વતીથી પણ વિધીવત રીતે આરોપીઓના જામીન મંજુરી સંદર્ભે રજુ કર્યો વાંધો

પોલીસનો નૈતિકબળ તો કેટલું ગયું છે તળિયે ? તેના માટે કેવું તો હવે શું કહેવું શબ્દો જ નથી રહ્યા…આ પોલીસને થયું છે શું ?

૧-૧ કરી અને સમાનતાના ધોરણે તમામ આરોપીઓને આબાદ બચાવવાની છાની વેતરણ : કેન્દ્ર સરકાર તરફથી ગૃહવિભાગ અને રાજય ગૃહવિભાગ તરફથી ગાંધીધામ પોીલસને ફટકાર પડતા કરવી પડી તપાસ તેવુ તો નથી ને ? નહી તો ઓળખીતા તત્વો ન હોવા છતા કાસેજ પાછળથી પસાર થતાની બાતમી મળીનુ દેખાડીને ઉઠાવી લેવાયા કેવી રીતે? : આ અગાઉ કાસેઝમાથી છ કરોડના સીસીટીવી કેમેરાઓ ચોરાઈ ગયા, ફરીયાદને ૧ વર્ષ થયો, બી ડીવીઝન પોલીસે શું ઉકાળ્યુ.., કશુ જ નહી? અને ધાડપાડુઓ રાતોરાત મળી ગયા? : સવાલો તો ખડા કરે જ છે..!

ગાંધીધામ : કેન્દ્ર સરકારની સોથી મહત્વકાંક્ષી સંસ્થા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં હથિયારો સાથે સિકયુરીટીના કર્મચારીઓ પર હુમલો કર્યો હોય તે હકીકતમાં તો કાસૈઝ પર જ હુમલો કરવાની ઘટના ગણવી જોઈએ. અને કાસેજ જેવી મજબુત અને કેન્દ્ર સરકારની સંસ્થામાં આ રીતે ધાડપાડુઓ ત્રાટકે, તે પણ હથિયારો સાથે અને સિકયુરીટી ગાર્ડ અને તેમના વાહનો પર પણ હુમલો કરતા વાર-વિચાર ન કરે તેવા તત્વોને તો બરાબરના કડકાઈથી જ નશ્યત કરવા જોઈએ. આવા આરોપીઓના જામીન મંજુર કરવા જ ન ઘટે..! બલ્કે છ-છ મહીના સુધી તેઓને જેલના સળીયા ગણતા કરી દેવા જોઈએ અને તે બાદ પૂર્વ કચ્છ એસપીશ્રીએ નીડરતા પૂર્વક આવા માથાભારે બની ફરતા તત્વોની સામે પાસાનું જ હથિયાર ઉગામી દેખાડવુ જોઈએ. તો જ આ પ્રકારના શિરજોર ધાડપાડુઓનુ મનોબળ ભાંગશે અને કાસેજ સહિત સંકુલને માટે પણ કાયદો વ્યવસ્થાને લને ભારે રાહત બની રહેશે.આ બાબતે ચર્ચાતી માહીતી અનુસાર ઘટના મોડી રાતે, આયોજનબદ્ધ રીતે કરી, અને જે રીતે હુમલો બોલાવી દીધો તેમાં ખાનગી કંપનીવાળાઓના તો ઢીમ પણ ઢાળી દેતા આ શખ્સો વાર ન કરી હોત. આ તુ ભલુ થજો કે તે વખતે કાસેજના સિકયુટી સ્ટાફ આવી પહોચ્યો અને હવામાં ફાયરીગ કરતા જ આ તમામ તત્વો નાશી છુટયા. આવા તત્વોના જામીન મંજુર કરવાના આવે જ કયાંથી? આ પ્રકરણમાં હકીકતમાં ગાંધીધામ પોલીસે પણ કડકાઈથી વર્તવાની જરૂર છે તેના બદલે માત્ર અને માત્ર બચાવની સ્થીતીમાં હોય તેવી રીતે ઝોન પાછળના ભાગેથી પસાર થઈ રહ્યા હોવાની બાતમીનો ફરીયાદમાં થયેલો ઉલ્લેખ જ આ આખાય પ્રકરણમાં યેન કેન પ્રકારેણ ઔપચારીક ફરીયાદ પૂર્ણ કરવાનો જ દેખાઈ રહ્યો છે. બી ડીવીઝન મથકે આખાય પ્રકરણમાં કેન્દ્ર સ્તરેથી ગંભીરત લેવાઈ અને રાજયના ગૃહવિભાગને જણાવાયુ જે બાદ ગૃહવિભાગે ફટકાર લગાવતા જ યેન કેન પ્રકારેણ નામ પુરતી તો કાર્યવાહી કરવમાં નથી આવતી ને? આવા સવાલો પણ ઉભા થવા પામી રહ્યા છે. કહેવાય છે કે, જેઓને રજુ કરાયા છે તે પાંચે આરોપીઓને એક એક કરીને છોડાવી લેવાની પણ છાની ગેાઠવણો કરી લેવામા
આવી છે.જાણકારો દ્વારા કહેવાય છે કે, આરોપી પાંચ-પાંચ પકડયા પણ જામીન અરજી પાંચના બદલે બેની જ રજુ કરી હતી. તો બાકીનાની કેમ ન કરી અરજી? આવો સવાલ સહેજે સહેજ થવા પામી શકે છે. કહેવાય છે કે, કેસમાં જે નબળો તહોમતદાર હશે તેને પ્રથમ રજુ કરી અને છોડાવી લેશે અને પછી સમાનતાના ગ્રાઉન્ડ પર અન્યોને પણ મુકત કરાવી લેશે. હકીકતમાં આવા કિસ્સામાં જો આરોપીઓના જામીન મંજુર થઈ શકે છે ગાંધીધામ-કંડલા સંકુલની કાયદો-વ્વસ્થાની સ્થીતીને માટે મોટા પડકાર સર્જાઈ શકે તેમ છે. ૧-૧ કરી અને સમાનતાના ધોરણે તમામ આરોપીઓને આબાદ બચાવવાની છાની વેતરણ હોવાનુ ચર્ચાય છે. કેન્દ્ર સરકાર તરફથી ગૃહવિભાગ અને રાજય ગૃહવિભાગ તરફથી ગાંધીધામ પોીલસને ફટકાર પડતા કરવી પડી ફરિયાદ તેવુ તો નથી ને? નહી તો ઓળખીતા તત્વો ન હોવા છતા કાસેજ પાછળથી પસાર થતાની બાતમી મળીનુ દેખાડીને ઉઠાવી લેવાયા કેવી રીતે? આ અગાઉ કાસેઝમાથી છ કરોડના સીસીટીવી કમેરાઓ ચોરાઈ ગયા, ફરીયાદને ૧ વર્ષ થયો, બી ડીવીઝન પોલીસે શું ઉકાળ્યુ.., કશુ જ નહી ?
અને ધાડપાડુઓ રાતોરાત મળી ગયા ?ગાંધીધામ પોલીસ બી ડીવીઝન આ કેસમાં સરકાર તરફે પાંચેય આરોપીઓની સામે કડકમાં કડક ચાર્જસીટ કરવી જોઈએ રજુ ,હથિયારો, તલવાર-ધારીયા સાથે કાસેઝના સિકયુરીટી કર્મીઓ પર થયેલ હુમલાને આખેઆખી કેન્દ્ર સરકારની સંસ્થા પર થયેલ હુમલા તરીકે જોવો જોઈએ,આ ઘટના ગાંધીધામ સંકુલ માટે પણ કહેવાય લાલબત્તીરૂપ. જો આમને આમ જ ચાલતું રહ્યુ તો ઝોનમાં ઉદ્યોગપતિઓ આવતા પણ કરશે ખચકાટ તે દીવસો પણ દુર નથી. એટલે હકીકતમાં આ કેસમાં જામીન મંજુર ન થવા જોઈએ, છ માસ સુધી જેલમાં જ આ આરોપીઓને રાખવા ઘટે અને તે બાદ પાસાનું જ હથિયારો આવા તત્વોની સામે ઉગામી દેખાડવુ જોઈએ. નોધનીય છે કે, કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક જોનના સીકયુરીટી ઓફિસર દ્વારા પણ ઝોન પ્રશાસન વતીથી નામદાર અદાલતમાં આ કામના આરોપીઓના જામીન મંજુર કરવા સંદૈભે વાંધો પણ રજુ કર્યો છે. હવે આ બાબતે આગામી ૧લી જુલાઈના રોજ સુનાવણી મુકરર કરવામાં આવી હોવાનુ પણ માલુમ પડયુ છે. હવે જોવાનુ રહ્યુ કે, તહોમતદારો પ્રત્યે આગામી દીવસોમાં કેવા પ્રકારનુ વલણ અખ્ત્યાર કરવામા આવે છે..! આ બાબતે કંડલા ઝોનના સિકયુરીટ ઓફીસર કમોરસિંગને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, ફરીયાદ અમોએ જ દાખલ કરી હતી અને આરોપીઓના જામીનની તજવીજ થઈ રહી હોવાનુ માલુમ પડતા અમારા એડવોકેટશ્રી મારફતે ઝોન પ્રસાસન વતીથી અમે જ આ ખુંખાર ધાડપાડુઓની જામીન અરજી મંજુર ન થવી જોઈએ તેવી દાદ માંગતો વાંધો પણ અમે જ રજુ કરેલ છે.

  • કોણ બને છે અડચણરૂપ..?

કાસેઝની સુરક્ષા વ્યવસ્થા CISFને કેમ નથી સોપાતી?

ખાનગી સિકયુરીટીવાળાને ગન ભલે અપાય, પણ સત્તા મર્યાદિત હોય છે, સીઆઈએસએફવાળાને કાયદાકીય કવચ છે વિશાળ, આવા ધાડપાડુઓને તો ત્યાં જ કરી દે ઠાર..!

ગાંધીધામ : કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં અનેકવીધ દાવાઓ બાદપણ ચોરી-તસ્કરી અને હવે તો ધાડ જેવા બનાવો પણ બનવા પામી રહ્યા છે. સુરક્ષાકર્મીઓ પર હુમલા થયાની ઘટનાના પુનરાવર્તન થવા પામી રહ્યા છે તેવામાં હવે ખરેખર આ ઝોનની સલામતી વ્યવસ્થા વિના વિલંબે વેળાસર જ સીઆઈએસએફને સોપી દેવી જોઈએ. સીઆઈએસએફને હવાલો કરવાનુ પ્રપોજલ તો તૈયાર કરી લેવાયુ છે કેન્દ્ર સ્તરેથી તેની અમલવારી આપવાની છે. ખાનગી સીકયુરીટી ગમે તેટલી મજબુત શુ કામ ન હોય..પણ તેને કાયદાની રૂહે મર્યાદિત સત્તાઓ મળેલી છે. જયારે સીઆઈએસએફનો કાયદાનુ કવચ અને સત્તાપણ વિશાળ છે. એટલે આવા ધાડ પાડુઓને તેઓ સ્થળ પર જ ઠાર કરીને વળતો જવાબ આપી શકે તેમ છે.