કાસેઝની કેપીટલ ફુડઝ કંપનીમાં અનઅધિકૃત વિતરકથી એલપીજી ગેસની આડેધડ ખરીદીઃ તંત્ર કેમ કોમામાં?

  • આઈઓસી ધ્યાન ન આપે..!

કેપીટલ ફુડઝ કંપનીને ૪૭.પ કીલ્લોના ગેસની સપ્લાય કેાણ કરે છે? સપ્લાયર્સ પાસે પેસો એપ્રુવ્ડ ગોડાઉન છે ખરૂ? એકસપ્લોઝીવ લાયસન્સ આ સપ્લાયર પાર્ટી ધરાવે છે કે કેમ? : આ બાબતે તપાસ થશે તો મોટા ગોટાળા ખુલશે : જાણકારોની લાલબત્તી

ખાટલે મોટી ખોટ : આઈઓસીના નિવૃત અધિકારી દ્વારા કેપીટલ ફુડઝમાં બિનઅધિકૃત રીતે સપ્લાય થતા આટલા મોટા સિલિન્ડરના બાટલાઓ આવે છે કયાંથી? આઈઓસી ખુદ તપાસ કરાવે તો મોટુ ભોપાળુ બહાર આવે : સ્થાનિક ગેસ એજન્સીના તમામ સાચા-માન્ય ડીસ્ટ્રીબ્યુટર્સે તો આઈઓસીના આ નિવૃત અધિકારીને જથ્થો આપવાની સામુહીક રીતે જ મનાઈનુ નકકી કર્યુ છે તો પછી આ જથ્થો કચ્છ બહાર આવે છે કયાંથી? યક્ષ સવાલ

ગાંધીધામ : દેશમાં વિદેશી હુંડીયામણ તાણી લાવવાને માટે કેન્દ્ર સરકાર દ્વારા સેઝ નિર્માણ કરવામાં આવ્યા છે અને આવુ જ એક સેઝ કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક જોન અહી પણ કાર્યરત રહેલ છે. આ ઝોનમાં વર્તમાન ડીસીશ્રીની આગેવાનીમાં વિકાસની નવી જ આહલેખ ઉભી થવા પામી રહી છે તો બીજીતરફ અમુક ભેજાબાજ યુનિટવાળાઓ હજુય પણ કયાંક ને કયાંક સીધી રીતે અથવા તો પરોક્ષ રીતે ગાલભેલ આચરતા જ હોવાની સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે. દરમ્યાન જ જાગૃત વર્ગમાથી બહાર આવતી માહીતી અનુસાર કાસેઝમાં આવેલી કેપીટલ ફુડજ નામની કંપની દ્વારા તેઓના યુનિટ માટે ૪૭.પ કેજીનો એલપીજી ગેસ સિલિન્ડર બિનઅધિકૃત વિતરણ પાસેથી લેવામાં આવી રહ્યો હોવાની ફરીયાદ ઉઠવા પામી રહી છે. કહેવાય છે કે, આઈઓસીના એક નિવૃત અધિકારી દ્વારા બારોબાર જ અહી આવા
ગેસના સિલિન્ડરો સપ્લાય કરવામાં આવી રહ્યા છે. એલપીજી ગેસ સિલિન્ડર ફાળવવા માટેના જે નિતિનિયમો છે તેનો આ વિતરક એટલે કે આઈઓસીનો એક નિવૃત અધિકારી ધોરીધરાર ધજાગરા ઉડાડીને આ વિતરણ કરી રહ્યો હોવાનુ મનાય છે. તેની પાસે ન તો પેસો એપ્રુવલ ગોડાઉન છે કે ન તો પછી એકસ્પલોઝીવ લાયસન્સ આ પેઢી ધરાવી રહ્યો છે. તેમ છતાપણ કચ્છ બહારથી એલપીજીના બાટલાઓ અહી બારોબાર જ ઠાલવી રહ્યો હોવાની ફરિયાદ ઉઠવા પામી રહી છે. બીજીતરફ આ બાબતે કેપીટીલ ફુડઝ કંપની યુનિટના એચઆર અધિકારી શ્રી મેમાથી વાત કરવામાં આવતા તેઓએ કહ્યુ હતુ કે, ઝોનમાં અમે કાર્યરત છીએ તો જીએસટી તો અમને લાગુ પડતી જ નથી, વાત રહી, એલપીજી ગેસ સપ્લાય કરનાર પાર્ટીની માન્યતા-ગેરમાન્યતાની તો એ અમારી મુંબઈની હેડઓફીસ જ બધુ જોતી હોય છે, જેથી તે બાબતે અમે કઈ પણ કહેવા અસમર્થન છીએ. હાલમા પાછલા એકાદ-દોઢવર્ષથી મુંબઈની હેડ ઓફીસ કોરોનાના સંક્રમણના લીધે બંધ અવસ્થામાં જ રહેલી હેાવાનુ જણાવી શ્રી મેમાએ આ બાબતે સ્પષ્ટ રીતે મગનુ નામ મરી પાડવાનુ ટાળ્યુ હતુ. તો બીજીતફર કાસેજ ઝોન પ્રસાસનથી આ અંગે વાત કરતા તેઓએ ક્હયુ હતુ કે, સપ્લાય-વિતરણ થતુ હોય તેની માન્યતા-ગેરમાન્યતાઓની ચકાસણીઓ જરૂરથી થવી જ જોઈએ. આ બાબતે પણ તમામ જરૂરી ચકાસણીઓ કરવામાં આવશે અને કઈ પણ અજુગતુ જણાશે તો ઉચ્ચકક્ષાએથી માર્ગદર્શન મળશે તે અનુસાર કાર્યવાહી પણ કરાશે.આવામાં અહી સવાલ એ થાય છે કે, આઈઓસીના નિવૃત અધિકારી દ્વારા કેપીટલ ફુડઝમાં બિનઅધિકૃત રીતે સપ્લાય થતા આટલા મોટા સિલિન્ડરના બાટલાઓ આવે છે કયાંથી? ઓઈસી ખુદ તપાસ કરાવે તો મોટુ ભોપાળુ બહાર આવે અને આખાય પ્રકરણનો રેલો જામગનર સુધી લંબાઈ શકે તેમ મનાય છે.