કાસેઝના દાણચોરોએ બદલ્યો મૂકામ : હવે ઝોન બહાર ધમધમ્યો ધીકતો ધંધો

યુઝ્‌ડ કલોથ્સના કાળા કારોબારીઓ કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનની બહારથી ડયુટીચોરીવાળા માલ-સામાનની અંદર કરી રહ્યા છે દાણચોરી : ઝોન અંદરથી બહાર જતો માલ ડીસી ઉપેન્દ્ર વશિષ્ઠની કડકાઈથી બંધ થયો તો બહારથી કસ્ટમ એરીયાના ગોડાઉનોની હદમાં દાણચોર ટોળકી હવે થઈ સક્રીય : બહારથી અંદર લઈ આવવામાં એકમાત્ર સીકયુરીટી ઓફીસર-કસ્ટમને જ સાચવવા પડે

 

કાસેઝના વડા પદેે કાર્યભાર સંભાળતાની સાથે જ ઉપેન્દ્ર વશીષ્ઠજીએ દાણચોરી કરનારા તત્વોને એક-એકને બોલાવીને રૂબરૂમાં આપી દીધા કડક નિર્દેશ, તો વળી સિકયુરીટી પણ સીસીટીવી કેમેરા લગાવીને કરી દીધી હતી વધુ ચુસ્ત : ગેટ પાસ વિના એન્ટ્રીને બનાવી દીધી છે અસંભવ, દરમ્યાન જ હવે દાણચોરોએ નવો કીમીયો અજમાવી અને અંદરથી માલ બહાર કાઢવાના બદલે કસ્ટમ એરીયાની હદમાં ગોડાઉનોમાંથી બહારથી અંદર માલ ઘુસાડવાની મલિન નીતિ અપનાવી હોવાની ફેલાય છે ગંધ

 

 

બહારથી માલ અંદર લાવવામાં તો માત્ર ૧ સિકયુરીટી અધિકારીને જ સાચવવાની પડતી હોય છે ફરજ : સલામતી અધિકારીની ઉલટતપાસ કરાવામાં આવે અથવા તો સિકયુરીટી વ્યવસ્થા ઈન-આઉટ ગેટ પર બદલાવાય-ઉથલાવાય તો પણ કાસેઝમાંથી થતી દાણચોરી પર આવે રોક : જાણકારોનો ઈશારો

 

ગાંધીધામ : દેશની નિકાસનીતીને પ્રોત્સાહન મળે તથા વિદેશી હુંડીયામણ દેશમાં લાવી અને જીડીપીનો ગ્રોથ વધે તે દીશામાં સતત પ્રયત્નશીલ કેન્દ્ર સરકાર દ્વારા સ્પેશ્યલ ઈકોનોમીક જોનને પણ જુદા જાુદા મેોરચેથી પ્રોતસાહિત કરવામા આવી રહ્યા છે. પરંતુ આવા ઝોનમાં ભેજાબાદ દાણચોર તત્વો પણ એક યા બીજા કીમીયાઓ અજમાવી અને દાણચોરીને બેઠામ ધમધમાવતા જ રહે છે. કચ્છમાં કાર્યરત કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનની જયાં સુધી વાત છે ત્યા સુધી અહીના ડીસી પદે ઉપેન્દ્ર વશિષ્ઠ દ્વારા કાર્યભાળ સંભાળાયો છે ત્યારથી કંડલામાંથી બહાર માલ દાણોચોરીયુકત કાઢનારાઓ ભુગર્ભમાંજ ઉતરી જવા પામી ગયા હોવાનો વર્તારો સામે આવવા પામી ગયો હતો. શ્રી વશિષ્ઠ દ્વારા સરકારના હિતમાં આવી ચોરી-તસ્કરી કરનારને ડામવાને માટે વધારેને વધારે સજજતા દાખવતા નિર્ણયો લીધા હતા અને તેથી જ દાણચોરીમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામી ગયો હતો.
જો કે, ડીસી શ્રી વશિષ્ઠની કડકાઈથી ઝોન અંદર તો હવે ચકલું પણ સલામતી એજન્સીઓને છેતરીને પ્રવેશી શકે તેમ ન હોવાથી દાણચોરો દ્વારા પોતાના ધંધાને ધમધમાવવા માટે નવતર કીમીયા અજમાવ્યા હોવાનુ ચર્ચાય છે. યુઝડકલોથસના કાળા કારોબારીઓ સહિતના દાણચોર તત્વો દ્વારા હવે કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનની બહારથી ડયુટીચોરીવાળા માલ-સામાનની અંદર દાણચોરી કરી રહ્યા હોવાનુ મનાય છે. ઝોન અંદરથી બહાર જતો માલ ડીસી ઉપેન્દ્ર વશિષ્ઠની કડકાઈથી બંધ થયો તો બહારથી કસ્ટમ એરીયાની હદમાં દાણચોર ટોળકી હવે સક્રીય થઈ હોવાનુ મનાય છે. દાણચોરોને બહારથી અંદર લઈ આવવામાં એકમાત્ર સીકયુરીટી ઓફીસર-કસ્ટમને જ સાચવવા પડે છે એટલે તેઓ માટે વધારે મોકળુ મેદાન આ પદ્વતિ બની રહી હોવાનુ પણ સામે આવી રહ્યુ છે.
કાસેઝના વડા પદેે કાર્યભાર સંભાળતાની સાથે જ ઉપેન્દ્ર વશીષ્ઠજીએ દાણચોરી કરનારા તત્વોને એક-એકને બોલાવીને રૂબરૂમાં આપી દીધા કડક નિર્દેશ તો વળી સિકયુરીટી પણ સીસીટીવી કેમેરા લગાવીને કરી દીધી હતી વધુ ચુસ્ત-દુરસ્ત. ગેટ પાસ વિના એન્ટ્રીને બનાવ દીધી છે અસંભવ દરમ્યાન જ હવે દાણચોરોએ નવો કીમીયો અજમાવી અને અંદરથી માલ બહાર કરવાના બદલે કસ્ટમએરીયા બહારથી અંદર માલ ઘુસાડવાની મલિન નીતિ અપનાવી હોવાની ગંધ ફેલાઈ રહી છે.બહારથી માલ અંદર લાવવામાં તો માત્ર ૧ સિકયુરીટી અધિકારીને જ સાચવવાની પડતી હોય છે ફરજ ત્યારે સલામતી અધિકારીના ઉલટતપાસ કરાવામા આવે અથવા તો સિકયુરીટી વ્યવસ્થા ઈન-આઉટ ગેટ પર બદલાવાય-ઉથલાવાય તો પણ કાસેઝમાથી થતી દાણચોરી પરઆવે રોક તેવો ઈશારો પણ આ તબક્કે થવા પામી રહ્યો છે.