કાશ્મીર સમસ્યાના ઉકેલમાં મોદી સરકાર નિષ્ફળ : પીએમ તરીકે રાહુલને તક આપો

મુંબઈ :ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના સહયોગી રહેલા સુધીન્દ્ર કુલકર્ણીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન અપાતા કહ્યું હતું કે ભારતને એક એવા નેતાની જરૃર છે જે કાશ્મીર મૂળ જેવા મોટી સમસ્યાનું સમાધાન કરી શકે અને ભવિષ્યમાં તે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી તરીકે જોવા ઇચ્છશે પાકિસ્તાન અને ચીન સાથેના વિવાદો ગણાવતા કુલકર્ણીએ કહ્યું કે વડાપ્રધાન મોદી મોટી સમસ્યાનું સમાધાન કરવામાં નિષ્ફળ સાબિત થયા છે મુંબઈમાં એક પેનલ ચર્ચામાં કુલકર્ણીએ રાહુલની પ્રશંસા કરતા કહ્યું કે સારા હૃદયવાળા નેતા છે અત્રે ઉલ્લેખનીય છે આ પહેલા મુંબઈમાં પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી ખુર્શીદ મેહમુદ કસુરીના પુસ્તકમાં વિમોચનને લઈને ટીકા અને સ્યાહીકાંડનો શિકાર બનનાર પૂર્વ ભાજપ નેતા સુધીન્દ્ર કુલકર્ણી હવે પોતાના નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા છે.