કાશ્મીર વિધાનસભામાં હંગામો

પીડીપીના ધારાસભ્ય મુદે થયો દેકારો : વિપક્ષે નિવેદનને વખોડયું

ગાંધીધામ : પીડીપીના ધારાસભ્ય એજાજ મીર દ્વારા ઠાર મરાયેલા આતંકીઓને શહીદ ગણાવ્યા હતા અને કહ્યુ હતુ કે, શહીદ થયેલા અમારા ભાઈઓ છે અને આ બાબતે હુરીયર્ત સાથે વાત કરવી જોઈશે. તો વળી બીજીતરફ એઝાજ મીરના આ નિવેદનની સામે ભાજપના નકવીએ કહ્યુ હતુ કે, આતંકીઓ કેવી રીતે ભાઈ? આતંકીઓ કાશ્મીરના દુશ્મન છે. તો વળી આ જ નિવેદનોને લઈ અને આજ રોજ જમ્મુ કાશ્મીર વિધાનસભામાં પણ ભારે દેકારો મચી જવા પામી ગયો છે.