કાશ્મીર મુદ્દે રાજકીય નિવેદનબાજી તેજ

શ્રીનગરઃ ભાજપના વડા અમિત શાહે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) સુપ્રીમો અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્‌તી પર કરેલા આક્ષેપોનો ઉગ્ર શબ્દોમાં પલટવાર કરતાં તેમણે કહ્યું હતું કે મારા પક્ષ પર કેટલાક ‘ખોટા
આક્ષેપો’ કરવામાં આવી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સમાન લઘુતમ કાર્યક્રમની બાંયધરીનું પાલન કરવામાં તેમણે કોઈ પાછીપાની નહોતી કરી. ભાજપ દ્વારા મુફ્‌તીના નેતૃત્વવાળી સરકાર પર ભાજપ દ્વારા મૂકવામાં આવેલા આક્ષેપો અંગે ચુપકીદી તોડતાં મહેબૂબાએ કહ્યું હતું કે ભગવો પક્ષ પોતાના પગલાંને નાકબૂલ કરે છેકરતાં જણાવ્યું હતું કે મારી સરકારે પૂર્વવત્‌ વિશ્ર્‌વાસ સ્થાપવા લીધેલા પગલાંને ભાજપએ સમર્થન આપ્યું હતું. બંધારણની કલમ ૩૭૦ યથાવત્‌ રાખવાની, પાકિસ્તાન અને હુર્રિયત સાથે વાટાઘાટને પ્રોત્સાહન આપવાની, પથ્થરફેંકુઓ સામેના કેસ પાછા ખેંચી લેવાની અને એક પક્ષી શસ્ત્રવિરામ જાહેર કરવાના પગલાંને ભાજપએ માન્યતા આપી હતી, એમ તેમણે જણાવ્યું હતું. મહેબૂબાએ શાહ પર શાબ્દિક પ્રહાર કરતાં જણાવ્યું હતું કે તેમણે જમ્મુની રેલીમાં પાયાવિહોણા આક્ષેપ કર્યા હતા. જમ્મુ અને લડાખ વચ્ચેના ભેદભાવના આક્ષેપ પાયાવિનાના છે. હા, ખીણમાં લાંબા સમયથી અશાંતિ અને અરાજકતાની પરિસ્થિતિ છે. ૨૦૧૪ના પૂરથી રાજ્ય પાછળ ધકેલાઈ ગયું છે. એટલે ધ્યાન આપવાની જરૂર છે. એનો અર્થ એવો થતો નથી કે બીજી કોઈ જગ્યાએ ઓછો વિકાસ થયો હોય. શાહે જણાવ્યું હતું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની વણસી રહેલી પરિસ્થિતિ અને જમ્મુ-કાશ્મીર અને લડાખનો એક સમાન વિકાસ કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ હોવાથી ભાજપે ખસી જવાનો નિર્ણય કર્યો હતો. મહેબૂબાએ ભાજપને તેના પ્રધાનોની કામગીરીનો રિવ્યુ કરવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે ખાસ કરીને છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન એવી કોઇ ચિંતા વ્યકત કરવામાં આવી ન હતી. અને કેન્દ્ર અથવા રાજ્ય સ્તરે ભેદભાવ આચરવામાં આવ્યો હોવાના મુદ્દે કોઈ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો ન હતો.