કાશ્મીર મુદ્દે એકશનમાં કેન્દ્ર સરકાર

દિલ્હીમાં ભાજપ અધ્યક્ષે આદરી કવાયત : કાશ્મીરના મુફ્તિ સરકારમાં સામેલ પ્રધાનો-ધારાસભ્યોની સાથે આદર્યુ મંથન : માત્ર મહેબુબા મુફ્તિના ઈશારે જ નહી હવે કાશ્મીર સરકારમાં સામેલ ભાજપના પ્રધાનમંડળની સલાહ વિના નિર્ણય ન લેવા ઘડાઈ રણનીતિ

નવી દીલ્હી : ભાજપના અધ્યક્ષ અમિત શાહે જમ્મુ કાશ્મીરની મહબુબા મુફિતની સરકારમાં સામેલ પાર્ટીના મામ પ્રધાનો અને કેટલાક ટોંચના નેતાઓ એક અતિ અગત્યની બેઠક માટે રાજધાની નવી દિલ્હી ખાતે તલબ કરી દીધા છે.
ભાજપના સુત્રોની વાત માનીએ તો જમ્મુ કાશ્મીરથી ભાજપના નેતાઓ સાથે અમિત શાહ આજે બપોરે ભાજપ કાર્યાલમાં બેઠક મારફતે માથાપરચ્ચી કરી છે.રાજયના ગૃહમંત્રાલય અને સરંક્ષણ મંત્રાલ દ્વારા આક્રમક કાર્યવાહી શરૂ કરતા પહેલા જમ્મુ કાશ્મીરના પ્રધાનમંડળમાં સામેલ ભાજપના તમામ પ્રધાનોનો અભિપ્રાય લેવાયા હોવાનુ મનાય છે. કેન્દ્ર સરકાર સ્થિતીને નિયંત્રીત કરવા માટે અત્યાર સુધીના સમયગાળામાં મુખ્યપ્રધાન મહેબુબા મુફિતની સલાહ પર જ પગલા ઉઠાવતા રહ્યા છે.
ચાહે તે રમજાનમાં સીઝફાયરનો મામલો હોય અથવા ભાગલાવાદી જુથ હુરર્‌ર્યત કોન્ફરન્સ સાથે વાટાઘાટાનો મુદો હોય. પરંતુ હવે કહેવામાં આવે છે કે માદી સરકાર કોઈ પણ નિર્ણય ભાજપના જન્મુ કાશ્મીર ખાતેના પ્રધાનોની સલાહ વગર ઉઠાવશે નહી.
આજની બેઠકમાં પીડીપી-ભાપજની ગઠબંધન સરકારમાં સામેલ ભાજપના પ્રધાનો અને પાર્ટીના ટોચના નેતાઓ સાથે અમિત શાહ કાશ્મીરની સમસ્યાઓ અને રાજકી પરીસ્થિતીઓ પર ચર્ચા કરી હતી. કહેવાય છે કે આજની બેઠકમાં એક ચર્ચા એવી પણ થવા પામી હોવાનુ મનાય છે કે, જો કાશ્મીરમાં સામેપારથી પરીસ્થિતીમાં સુધારો ન થાય તો અહી રાજયપાલ શાસન લાગુ કરી શકાય કે કેમ? જો આમ થાય તો કાશ્મીરમાં ગઠબંધન પર શું અસર થવા પામી શકે તે વિષયને લઈને પણ ચર્ચાથઈ હોવાનુ મનાય છે. આજની બેઠકમાં જમ્મુ કાશ્મીર ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દર રૈના અને ભાજપના સંગઠન મહામંતરી અશોક કૌલ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.