કાશ્મીરમાં સેનાના નિશાને આતંક

ભારતીય સૈન્ય દળે દ્વારા ખુંખાર ૧૦ આતંકીઓની તૈયાર કરી યાદી : સુરક્ષાદળોએ આદર્યું અભિયાન : બીજીતરફ નાપાક કરતુત યથાવત : આતંકીઓએ ગત ર૪ કલાકમાં નવ ભારતીય પોલીસકર્મીના પરીવારજનો-સબંધીઓનું કર્યુ અપહરણ

 

શ્રીનગર : ભારત અને પાકીસ્તાન વચ્ચે કાશ્મીર મુદાને લઈને સબંધો સુધરવાના બદલે હજુય વધુને વધુ વણસતા હોય તેવો તાલ સામે આવવા પામી ગયો છે. પાકીસ્તાનના કેપ્ટન તરીકે ઈમરાનખાન આવી ગયા છતા પણ કાશ્મીરમાં આતંકને લઈને કોઈ જ ઘટાડો જોવાયો ન હોય તેવો વર્તારો પણ દર્શાઈ રહ્યો છે.
દરમ્યાન જ આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર કાશ્મીરમાં પાકીસ્તાન તરફથી સતત યુદ્ધવિરામ ભંગ કરાઈ રહ્યા છે, ભારતીય સેના, પોલીસતંત્રને પણ આતંકીઓ તાર્ગેટ કરી અને હુમલાઓ કરી રહ્યા છે. આજે પણ ગત ર૪ કલાકમાં પાકીતાની આતંકીઓ દ્વારા એક અંદાજ અનુસાર નવ પોલીસકર્મીઓના પરીવારજનો-સબંધીઓનું અપહરણ કરી લીધા હોવાના અહેવાલો બહાર આવવા પમી રહ્યા છે. તો વળી બીજીતરફ હવે ભારતીય સેના પણ વધારે લાલઘુમ બની હોય તેવી રીતે કાશ્મીરમાં આતંકીઓનો ખાત્મો બોલાવવાની દીશામાં એક અભિયાન હાથ ધરી રહી હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. જાણવા મળતી વધુ વિગતો અનુસાર ભારતીય સેન્યતંત્ર દ્વારા ૧૦ જેટલા ખૂંખાર આતંકવાદીઓની યાદી તૈયાર કરાવમા આવી છે જેઓનો પ્રાથમિક તબક્કે ખાત્મો બોલાવવામા આવશે અને તે માટેનું સર્ચ આપેરેશન પણ શરૂ થવા પામી ગયુ છે.