કાશ્મીરમાં નાપાક હરકત યથાવતઃ અરનીયામાં મોર્ટાર ફાયરીંગ

એક આઠ માસના બાળકનું ફાયરીંગમાં મોત

શ્રીનગર : એકતરફ પાકીસ્તાન ભારતીય સૈન્યને ફાયરીંગ રોકવાની આજીજી કરી રહ્યુ છે અને બીજીતરફ ખુદ ફાયરીંગ ચલાવી રહ્યુ છે. આજે પણ જમ્મુ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સીમાએ ફાયરીંગ સતત ચાલુ જ રાખ્યુ હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર અરનીયા અને આરેસએસ પુરા સેકટરમાં મોર્ટાર ફાયરીંગ કરાઈ રહ્યુ છે. આંતરરાષ્ટ્રીય સીમા પર થયેલ આ ફાયરીંગમાં આઠ માસની એક બાળકીનું મોત નિપજવા પામી ગયુ છે.