કાશ્મીરમાં નાપાક એજન્ટ મહેબુબા-પીડીપી સાથે રાજકીય સગપણનું મહાપાપ હવે ફરી ન કરો?

  • કાશ્મીર મુદ્દે આજે પીએમ-મોદીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક ટાંકણે સુચક ઈશારો

ભારતનું ખાઈને પાકિસ્તાનના નામનો ઓડકાર ખાતા પીડીપી મહેબુબા મુફિત હોય કે પછી નેશનલ કોન્ફરન્સના ફારૂક અબ્દુલ્લા જ શુ કામ ન હોય.! ભારતની ધરતી પરથી ખુલ્લેઆમ પાકની ચાપલુસી-વાહવાહી કરનારાઓની સાથે વાટાઘાટો ન હોય, તેમની સામે તો રાષ્ટ્રદ્રોહના જ કેસ નોંધાય : રક્ષાવિશેષજ્ઞનોનો સંકેત

ભાજપ જાગે, વેંચાઉ માલને પક્ષમાં ન લાવે, પારકા વ્હાલા-પોતાના અણખામણાંની નીતી છોડે : ઠેર-ઠેર માત્ર સત્તા અને ખુદના અહંકારને પોષવામાં પક્ષ અને રાષ્ટ્રનું નામુ ન નાંખે : કેન્દ્રમાં હાલમાં ભાજપની સામે કોઈ નથી, પણ આમઆદમી પાર્ટીને હલ્કામાં ન લેવાય, લોકહિતની નીતીથી આમઆદમી પ્રત્યે દેશભરમાં વધી રહી છે સહાનુભુતી તે ન ભુલજો

વડાપ્રધાનની મુત્સદ્દીગીરી પીઓકેને સંપૂર્ણપણે ભારતમાં ભેળવી લેવાની દિશામાં આગળ વધતી દેખાય તેમાં જ છે : ગુપકારના નેતાઓ સાથે વાટાઘાટો ન કરાય બલ્કે મોદી દ્વારા હવે દેશની સર્વ ભૌમત્વના મુદ્દે કાશ્મીરના તમામ રાજદ્વારી પક્ષોને અને નેતાઓને અલ્ટીમેટમ અપાય તેમાં જ પ૬ની છાતીનો અણસાર દેશવાસીઓને દેખાય તેમ છે

કાચીંડાની જેમ રંગ બદલતી મહેબુબા મુફિત પરીવારે જ તો કાશ્મીરમાં આતંકવાદના નાખ્યા છે મુળીયા : મહેબુબા મુફિતના પિતા અને તે વખતના ગૃહપ્રધાન મુફિત મોહમ્મદ સૈયદ દ્વારા તેમની પુત્રી રૂબૈયા મુફિતનું અપહરણકાંડ જરા યાદ કરી લ્યો.! કાશ્મીરને આતંકવાદની ખીણ બનાવવામાં મહેબુબા મુફિત અને તેના પિતાનો મોટો રોલ રહેલો હોવાનુ આપોઆપ ખ્યાલ આવી શકે તેમ છે : આવામાં મહેબુબા મુફિત ભારત સરકારને કાશ્મીર મુદ્દે પાકીસ્તાન સાથે વાતચીત કરવાનો બફાટ કરે તો કયાં નવી નવાઈ લાગવાની હતી..!

ગાંધીધામ : કાશ્મીરમાં મહેબુબા મુફિત-પીડીપી સાથે ભાજપે ગઠબંધન કરી અને સરકારની રચના કરી હતી. મહેબુબા પાકીસ્તાની એજન્ટ હોવાનો કાળો અને ખરડાયેલો ભુતકાળ તેના પિતા મુફિત મોહમ્મદ સૈયદના સમયકાળથી ધરાવતી હોવાનુ ખબર હોવા છતા પણ આ મહાઅનર્થ એનડીએ-ભાજપની સરકારે કરી નાખ્યુ હતુ. મહેબુબા મુફિતની બહેન રુબૈયા મુફિતનુ ૧૯૮૯મા અપહરણ થવા પામ્યુ હતુ અને તેને છોડવવા માટે તે વખતના યુનિયન ગૃહમંત્રી અને મહેબુબા-રૂબૈયાના પિતા મુફિત મોહમ્મદ સૈયદ દ્વારા આતંકવાદીઓને છોડવા ભારત સરકારને મજબુર કર્યા હતા અને તે બાદ રૂબેયાને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવવાનો ડ્રામા જ રચાયો હતો તેમ કહીએ તો ખોટું નહી કહેવાય. પરંતુ એ દીવસ અને આજનો સમય, કાશ્મીરમાથી આતંકવાદનો ઓછાયો દુર જ થઈ શકયો નથી. એટલે કહી શકાય કે આ મહેબુબા મુફિતના પરીવારે જ કાશ્મીરમાં આતંકવાદના મુળીયા ન માત્ર નાખ્યા બલ્કે ઉડા કરાવી દીધા હતા. રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલ ભારતીય જનતા પાર્ટીએ તેમ છતા પણ મહેબુબા મુફિત પર વિશ્વાસ કર્યો અને પ્રજાજનોને દ્રોહ કરી અને કાશ્મીરમાં સરકાર રચી રાષ્ટ્રના ભોગે સત્તાલાલસાના દર્શન કરાવી દીધા હતા તેમ કહેવુ પણ અસ્થાને નહી ગણાય. કારણ કે ભાજપ રાષ્ટ્રને માટે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરે અને તેમાંય અટલબિહારી વાજપાઈજી હોત તો લેશમાત્ર પણ જતુ ન કરે પણ સત્તાની લાલચ, અહંકારમા હાલના સમયે જે નિર્ણયો લેવાઈ રહ્યા છે તે ભાજપ દ્વારા પ્રજાની લાગણીને વધુને વધુ ઠેસ પહોચાડવા બરાબર જ બની રહ્યા છે.આ અંગે સહેજ વિગતવાર વાત કરીએ તો આજ રોજ વડાપ્રધાનના નિવાસસ્થાને જમ્મુ કાશ્મીર મુદ્દે મહત્વપૂર્ણ યોજનારી છે. આ બેઠકામાં પીપલ્સ એલાયન્સ ફોર ગુપકાર ડિકલેરેશનના ત્રણ નેતા સામેલ થવાની સતાવાર જાહેરાત કરી દીધી છે. આ નિર્ણય ફારૂક અબ્દુલ્લાના ઘરે મળેલી પીએમજીડીની બેઠકમા લેવાયો હતો. જો કે, આ પહેલા પીડીપીના વડા મહેબુબા મુફિતએ પાકીસ્તાની રાગ વધુ એક વખત આલાપી દીધો છે. તેમણે ક્હયુ હતુ કે, કેન્દ્ર સરકાર દોહામાથી જઈ અને તાલીબાનીઓ સાથે વાતચીત કરી શકતા હોય તો પાકીસ્તાન સાથે કેમ નહી? કાશ્મીરને ભારત-પાકીસ્તાન અને ચાઈનાના તણાવને ઘટાડવા સેતુરૂપ કેમ ન બનાવી શકાય? કાશ્મીરના સમાધાન માટે ભારત સરકાર પાકીસ્તાન સાથે કેમ વાતચીત નથી કરતી? આવો ખુલ્લેખુલ્લો નાપાક રાગ મહેબુબા મુફિતએ આલાપી અને કેન્દ્ર સરકારને પડકાર જ આપી દીધો છે. નોધનીય છે કે, કાશ્મીરમા ભાજપ-એનડીએ દ્વારા જોડાણ કરી અને પીડીપી સાથે સરકાર ગઠન કર્યુ હતુ જે પીડીપીના નેતાઓની નસેનસમાં પાકીસ્તાની લોહી જ ધબકે છે તેની સાથે રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલ ભાજપ અને એનડીએનુ ગઠબંધન ટકે જ કેવી રીતે? અને સિદ્ધાંતો તથા પક્ષની વિચારધારાને નેવે મુકી માત્ર વધુ પડતી સત્તાઓ જ હસ્તાતંરણ કરવાની લાલચ અહી ભાજપને થુકેલુ ચાટવાની નોબત દેખાડીને જ રહી અને અંતે પીડીપી અને એનડીએનુ ગઠબંધન અહી તુટી જવા પામ્યુ હતુ. કેન્દ્રમાં આવ્યા બાદ પીડીપી જેવા વિચારિક વિરોધભાસ ધરાવતા પક્ષની સાથે ગઠબંધન કરવાની મહાભુલ કહો કે મહાપાપ..ભાજપે આવુ કદાચ જ બીજું કઈ કર્યુ મહાઅનર્થ કર્યુ હશે? ભારતની ધરતી પર રહી અને દુશ્મન નાપાક અવળચંડા પાકીસ્તાનના રાગો આલાપતી મહેબુબા મુફિત તો પહેલેથી જ પાકીસ્તાની ગૌત્ર ધરાવી રહી છે. મહેબુબા મુફિતના પિતા અને તે વખતના ગૃહપ્રધાન મુફિત મોહમ્મદ સૈયદ દ્વારા તેમની પુત્રી રૂબૈયા મુફિતનું અપહરણકાંડ જરા યાદ કરી લ્યો.! કાશ્મીરને આતંકવાદની ખીણ બનાવવામાં મહેબુબા મુફિત અને તેના પિતાનો મોટેા રોલ રહેલો હોવાનુ આપોઆપ ખ્યાલ આવી શકે તેમ છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન આરીફ મોહમ્મદ ખાન, જે વડા પ્રધાન વી.પી.સિંઘના મંત્રીમંડળનો ભાગ હતા, કહે છે કે તેમના તત્કાલીન સાથી ગૃહ પ્રધાન મુફ્તી મોહમ્મદ સૈયદ, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને સુરક્ષિત રાખ્યા હોવાનું જણાયું હતું, જેના પરિણામે આતંકવાદ થયો હતો. જમ્મુ એન્ડ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ) દ્વારા ૮ ડિસેમ્બર ૧૯૮૯ ના રોજ સૈયદની પુત્રી રુબૈયા (૨૩) ના અપહરણ થયા બાદ, રુબૈયાના અપહરણના સમાચાર દિલ્હી પહોંચ્યાની સાથે જ ખાનને તેના કેબિનેટ સાથીદાર ઈન્દર કુમાર ગુજરલ (જે બાદમાં વડા પ્રધાન બન્યા) સાથે, કેન્દ્ર દ્વારા શ્રીનગર મોકલવામાં આવ્યા હતા.વી.પી.સિંઘ વિતરણ જમ્મુ-કાશ્મીરના તત્કાલીન મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લા પર રુબૈયા સૈયદના બદલામાં આતંકવાદીઓને મુક્ત કરવા દબાણ લાવી રહ્યું છે. અબ્દુલ્લા મક્કમ હતો કે તે આતંકવાદીઓને મુક્ત નહીં કરે અને કેન્દ્રને ચેતવણી આપતો રહ્યો કે, તેમને મુક્ત કરવો એ એક મોટી ભૂલ હશે. અપહરણ કરનાર એકના પિતા અબ્દુલ્લાની સરકારને આશ્વાસન આપી રહ્યા હતા કે છોકરીને કોઈ નુકસાન ન પહોંચે અને અપહરણકર્તાઓ તેને જવા દેવા તૈયાર છે. આ સ્પષ્ટ ખાતરી હોવા છતાં, મુફ્તી મોહમ્મદ સૈયદે જેકેએલએફ અપહરણકારો સાથે ન્યાયાધીશ – જસ્ટિસ એમ.એલ.ભટ્ટ દ્વારા સંપર્ક સ્થાપિત કર્યો, અને તેમના દ્વારા આ સમાચાર જાહેર થયા કે કેન્દ્ર સરકાર અપહરણકારોની માંગને સ્વીકારવા અને પાંચ આતંકવાદીઓને મુક્ત કરવા તૈયાર છે. કે તેઓ મુક્ત કરવા માગે છે.આપણે અહી કહેતા જરા પણ શંકા નથી કે રુબૈયા સૈયદ મામલે જે રીતે હાથ ધરવામાં આવ્યો હતો, તેણે આતંકવાદ (ખીણમાં) ને છૂટ આપી હતી.હવે ભારતીય જનતા પાર્ટી અને પીએમ જમ્મુ કાશ્મીરન ેલઈને ફરીથી ગુપકારની બેઠક આજે યોજી રહ્યા છે. હકીકતમાં તો ભાજપની જે વિચારધારા-રાષ્ટ્રીયતાની નીતી રહી છે તે જોતા તો થોડી ઘણી પણ દેશદ્રોહીના અસ્તિત્વ જયા ત્યા હેાય તો તેને સાફસુથરા કરવાની દીશામાં આગળ વધવાની જરૂર છે તેના બદલે જયાં-ત્યાં જેવા-તેવાઓની સાથે સરકાર રચવાના ગતકડાઓની અજમાયઈશ, વધુને વધુ સત્તાહસ્તાંતરણ કરવાની લ્હાયમાં જ ભાજપ દેખાય છે. વેચાઉ માલને લાવીને સત્તા ટકાવવાના હવાતીયા મારવાથી પક્ષ અને રાષ્ટ્ર બન્નેને લાંબા ગાળાનુ મોટુ નુકસાન જ થવા પામી રહ્યુ છે તેમ કહેવુ પણ કદાચ વધુ પડતુ નહી ગણાય. રાજકીય તજજ્ઞો તો એમ પણ કહે છે કે, આવી રીતે દેશના ભોગે સત્તા ટકાવવા કરતા તો ભાજપે ત્યાં વિપક્ષમાં બેસી જવુ વધારે રૂડું બની રહે તેમ છે. અને ભાજપ વિપક્ષમાં જેટલી મજબુતાઈથી પ્રજાનો અવાજ બુલંદ કરી દેખાડે છે તેટલો તો સરકાર-સત્તાપક્ષમાં પણ નથી કરી શકતુ. એ પછી બેકારી હોય કે બેરેાજગારી, મોંઘવારી હોય કે ઈંધણના ભાવોનો મુદો વિપક્ષમાં ભાજપ સડકથી લઈ અને સંસદ સુધી હલ્લાબોલ કરી સરકારને પ્રજાનો અવાજ સાંભળવા મજબુર કરતુ જ રહ્યુ છે. પહેલી ટર્મમાં ભાજપે કેન્દ્રમાં જે રીતે કામો કર્યા તે રીતે બીજી ટર્મમાં રાજકીય હથકંડાઓ અજમાવી તોડફોડ-જોડતોડની રાજનીતીમાં જ વ્યસ્ત હોય તેમ લાગી રહ્યુ છે. અને આવુ ને આવુ જ જો ચાલ્યુ તો યુપીએ જેવી જ હાલત થઈ જાય તો નવી નવાઈ નહી. ભાજપના રણનીતીકારોએ જાગૃત થવાની જરૂર છે. સત્તાના મદ અને અહંકારના ગુમાનમાં રાચવામાં હવે બહુ મજા નથી., હાલમાં તો સામે ભાજપની કેાઈ બીજુ દેખાયુ નથી પણ આપ એટલે કે આમઆદમી પાર્ટીને નબળું ન સમજવુ જોઈએ. આપઆદમી પાર્ટી હાલમાં જે રીતે કામો કરી રહી છે તે જોતા પ્રજાની સહાનુભુતી તેઓ તરફ ખુબ વળી છે. ભાજપના વિકલ્પ રૂપે આ પાર્ટી આગામી સમયમાં ઉભરી આવશે તો ભાજપને ખુબજ મોટું નુકસાન થઈ શકે તેમ છે.પશ્ચીમ બંગાળનો તાજો દાખલો જ જોઈ લેવાની જરૂર છે, ભાજપને આંખ ઉગાડવા માટે. એટલે વેચાઉ માલને લેવાની નીતી બંધ કરો અને પોતાના પક્ષની વિશાળ કાર્યકર્તાઓની ફોજ છે તેઓને તૈયાર કરવા જોઈએ. તેમને તક-સ્થાન-પદ આપવાની નીતી અપનાવી જોઈએ. હાલમા ંભાજપ અને તેમના મુખ્ય રણનીતીકારોનુ વજન પણ ઘટતુ હેાય તેમ દેખાઈ રહ્યુ છે. પક્ષના સિદ્ધાંતો અને વિચારધારાને કોરાણે મુકી દઈ અને સત્તાની લાલચમાં જ રચ્યાપચ્યાચ રહેતા હોવાથી અતિ ઘાતકી નિર્ણયો લેવાતા હેવ પ્રજાજનો પણ આ બાબતે જાગૃત થઈ રહ્યા છે અને તેમની નજરમાથી પણ ઉતરવાનો વારો આવતો દેખાય છે. પારકા સારા લાગી રહ્યા છે અને પોતાનાને અવગણી રહ્યા હોવાથી પણ હવે વર્ચસ્વ તબક્કાવાર ઘટી રહ્યુ છે. રાજકીય તજજ્ઞો ટકોર સાથે કહે છે કે, માત્ર સત્તાની લાલચમાં અને ખુદના અહંકારને પોષવા માટે દેશની સાથે દ્રોહ કરનારા તત્વોની સાથે વાટાઘોટા કરવા કે રાજકીય સગપણ કરવાનો મહાપાપ ન કરો.