કાશ્મીરના હાજિનમાં સેનાનું ઓપરેશનઃ ૩-૪ આતંકીઓને ઘેર્યા : ૧ ઠાર

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણનો સિલસિલો સતત ચાલુ છે. ગુરૂવારે સવારે પણ સેનાએ ઘાટીના હાજિન વિસ્તારમાં
ઓપરેશન ચલાવ્યું. હાજિનના પૈરી મહોલ્લામાં સુરક્ષાદળોએ આશરે ૩-૪ આતંકીઓને ઘેરી લીધા છે.
આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આતંકી લશ્કર-એ-તોઇબાના હોઇ શકે છે. હાજિન વિસ્તાર બાંદીપોરા સેક્ટરમાં પડે છે.
સેનાને આ આતંકી ઝ્રછર્જીં ઓપરેશન હેઠળ મળ્યા, જે પછીથી જ સતત બેઉ બાજુથી ગોળીબાર ચાલુ છે. ઉલ્લેખનીય છે કે બુધવારે પણ ઘાટીમાં એન્કાઉન્ટર અને આતંકી હુમલાના સમાચાર આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં બુધવારે સવારે જ સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ થઇ. આ અથડામણમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા.