કાળીયારના ‘શિકાર’માં‘ટાઈગર’દોષીત : જોધપુર કોર્ટનો ચુકાદો

સલમાનખાન સાથે જીપ્સીકાર લઈને શિકાર માટે ગયેલ સ્થાનિક જોધપુરવાસી દુષ્યંતસીંહ પણ નિર્દોષ જાહેર : સરકારી વકીલ દ્વારા સલમાનને છ વર્ષની સજાની કરી હતી માંગ

ર૦વર્ષ જુના શિકાર કેસમાં સલમાનખાન ઠર્યો કસુરવાર

કોર્ટ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત : કાળીયા કેસમાં સૈફઅલીખાન-નીલમ, તબ્બુ, સોનાલી બેન્દ્રે નિદોર્ષ જાહેર : સેકસન ૯/પ૧ હેઠળ વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એકટ તળે સલમાનખાન ઠર્યો તકસીરવાર

નિદોર્ષ છુટેલાઓની સામે બિશ્નોઈ સમાજ કરશે સજાની અપીલ : ચુકાદા બાદ સલમાનના નિવાસસ્થાનની સુરક્ષા વધારાઈ : સલમાનની બહેન કોર્ટ રૂમમાં જ ચોધાર આંસુએ રડી

સલમાનને બે વર્ષની સજાની ફેલાઈ અફવા
જોધપુર : સલમાનખાનને આજ રોજ કાળીયાર શિકાર કેસમાં દોષીત ઠેરકાવઈ દેવાયો છે. ત્યારે તેઓની સજાને લઈને આજે બપોરે એકચોટ તો વાતો બહાર આવી હતી. સલમાનને બે વર્ષની સજા જાહેર કરાઈ છે અને તેઓને હવે જેલમાં નહી જવુ પડે અને જામીન પણ મળી ગયા હોવાની વાત બહાર આવવા પામી હતી.

 

સલમાન ખાનને પાંચ વર્ષની સજા : ૧૦ હજારનો દંડ
વન્ય જીવ સરંક્ષણ કેસમાં વોરન્ટ ઈસ્યુ કરી થઈ ધરપકડ : ભાઈજાન હવે જોધ૫ુર સેન્ટરલ જેલ હવાલે : બોલીવુડ જગતમાં સોપો : સલમાનખાન રીઢો ગુન્હોગાર છે તેવી સરકારી વકીલની ધારદાર દલીલો ફળી
જોઘપુર : આજ રોજ કાળીયાર શિકાર કેસમાં દોષીત ઠરેલા સલમાન ખાનને સજાનું એલાન પણ કરવામા આવી ગયુ છે અને તે અનુસાર ન્યાયધીશ દ્વારા તેઓને આજ રોજ સજાનું એલાન આપી દેવાયુ છે અને પાંચ વર્ષ માટે દોષીત ઠેરવી દેવાયા છે અને ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે. ત્રણ વર્ષથી વધુ સજા થઈ હોવાથી ભાઈજાનની મુશ્કેલીમાં વધારો થવા પામી ગયો છે તેઓને હવે જેલમાં જવુ પડશે. જામીન મંજુર નહી થાય. નોધનીય છે કે, સેસન્સ કોર્ટમાં હવે સલમાન ખાન અપીલમાં જશે તેમ તેઓના વકીલ દ્વરા કહેવામા આવ્યુ છે.બીજીતરફ બોલીવુડમાં પણ સોપો પડી જવા પાીમ ગયો છે. અદાજે પ૦૦ કરેાડથી વધારેનો દાવ સલમાન ખાન પર હાલમાં લાગેલો છે.

 

 

જોઘપુર : જોધપુરની એક સ્થાનીક અદાલતે બે દાયકાનો જૂના કાળિયાર શિકાર કેસ મામલે સલમાન ખાન અને અન્ય લોકો સામ આજ રોજ સુનાવણી હાથ ધરી હતી. ગુરુવારે કોર્ટમાં હાજર થવા સલમાન ખાન, સૈફ અલી ખાન સહિત તબ્બૂ, સોનાલી બેન્દ્રે અને નીલમ જોધપુર પહોંચી ગયા હતા. બોલીવુડના બહુચર્ચિત અભીનેતા સલમાનખાનની સંડોવણી વાળા કાળીયાર શિકાર કેસમાં આજરોજ રાજસ્થાનની જોધપુર કોર્ટ દ્વારા ચુકાદો આપવામા આવ્યો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આજ રોજ આ કેસમાં કોર્ટ દવારા સુનાવણી હાથ ધરવામા આવી હતી અને સવારે જ ૧૧ઃ૩૦ કલાકે જ કોર્ટ દ્વારા સલમાન ખાનને દોષીત જાહેર કરવામા આવ્યા હતા. તો વળી સૈફ અલી ખાન, નલીયમ, સોનાલી બેન્દ્રે, સહીતના તમામને નિદોર્ષ જાહેર કરવામા આવ્યો છે. નોધનીય છે કે, સલમાનખાન અન્ય ત્રણ કેસમાં નીદોર્ષ છુટયા બાદ ચોથા કેસમાં દોષીત જાહેર થવા પામી ગયો છે.
આ કેસની પૂર્વ વિગતની વાત કરીએ તો સલમાન ખાન પર આરોપ છે કે તેણે
જોધપુર નજીક કણકણી ગામ પાસે બે કાળિયારનો શિકાર કર્યો હતો. આ ઘટના ‘હમ સાથ સાથ હૈ’ ફિલ્મના શૂટિંગ દરમિયાન ૨ ઓક્ટબર, ૧૯૯૮માં બની હતી. સલમાન ખાન વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ધારા ૫૧ અને અન્ય સાથી કલાકાર વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ધારકા ૫૧ તથા ભારતીય દંડ સંહિતા ધારા ૧૪૯ હેઠળ આરોપનો લાગ્યો છે. સરકારી વકીલ ભવાની સિંહ ભાટીએ કહ્યું કે તે રાતે તમામ કલાકાર જિપ્સી કારમાં સાથે હતા. સલમાન ખાન કાર ચલાવી રહ્યો હતો. કાળિયારનું ટોળું જોઈ તેણે ગોળી ચલાવી હતી જેમાં બે કાળિયારના મોત થયા હતા. જ્યારે લોકોએ તેમને જોયા અને તેમનો પીછો કર્યો ત્યારે તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. આ મામલે બે અન્ય આરોપી દુષ્યંત સિંહ અને દિનેશ સિંહ પણ આરોપી છે. હિરણના શિકાર સમયે દુષ્યંત સિંહ કથિત રીતે સલમાન સાથે હતો જ્યારે દિનેશ સિંહ વિષે કહેવામાં આવે છે કે સલમાન ખાનનો સહાયક છે.
હમ સાથ સાથ હે ફિલ્મનું આજથી ર૦ વર્ષ પહેલા શુટીંગ કરવામા આવ્યુ હતુ અને તે દરમ્યાન અભિનેતા સલમાનખાન દ્વારા રક્ષીત એવા બે કાળીયારના શિકાર કર્યા હોવાનો કેસ દાખલ થવા પામ્યો હતો. જેમાં તેના સહ અભિનેતા-અભિનેત્રી એવા સૈફ અલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રે અને નીલીમને પણ સહઆરોપી બનાવવામા આવ્યા હતા. નોધનીય છે કે, આ પ્રકરણમાં સલમાખન ખાન જુદા જુદા ચાર કેસોનો સામનો કરી રહ્યો છે અને તેની પાસેથી હથિયારો પણ મળી આવ્યા હતા જે આર્મ્સની મુદત પૂર્ણ થવા પામી ગઈ હોવાનુ તે વખતે ખુલાસો થયો હતો. જયારે બાકીના ચાર સહઅભિનેતા જેઓને આ કેસમા આરોપી બનાવવામા આવ્યા છે તેઓ પર સલમાનને ઉશ્કેરવાનો ઓરાપ લગાવવામાં આવ્યો છે.
સલમાનખાનને દોષીત જાહેર કર્યા બાદ જોઘપુર કોર્ટ દ્વારા બચાવ પક્ષ અને આરોપી તરફેના બન્ને વકીલને એક એક કલાકનો સમય આપ્યો હતો. અંદાજે સાડા અગ્યાર વાગ્યે શરૂ થયેલી સુનાવણીમાં બન્ને પક્ષોની દલીલો સંપન્ન થઈ હતી.