કાલે સમગ્ર દેશની સાથે ભુજમાં પણ કિસાન સંઘના ધરણા

ભુજ : દેશભરમાં પડતર કિંમતના અધાર ઉપર પોષણક્ષમ ભાવની માગણી સાથે ભારતીય કિસાન સંઘના જિલ્લા એકમ દ્વારા તા. ૮-૯ના ધરણા યોજાશે, જેને પગલે ભુજમાં પણ ધરણા યોજીને કલેક્ટર મારફતે વડા પ્રધાનને આવેદન પત્ર પાઠવવામાં આવશે. ભારતીય કિસાન સંઘની અખિલ ભારતીય પ્રબંધ સમિતિ દ્વારા પોષણક્ષમ ભાવના મુદ્દે દેશભરના જિલ્લા મથકો પર ધરણા યોજવા હાકલ કરાઇ છે, જેને પગલે ભુજમાં ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે સવારે ૧૧ થી ૪ સુધી કચ્છભરના ખેડૂતો ધરણા કરશે. આ ઉપરાંત કચ્છને સ્પર્શતા નર્મદાના નીર, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી વળતર, ખેતીવાડીમાંથી મીટર પ્રથા દૂર કરવા સહિતના મુદ્દે મુખ્યમંત્રીને આવેદન પાઠવાશે તેવું ભારતીય કિસાન સંઘ કચ્છના જિલ્લા પ્રમુખ શિવજીભાઇ બરાડિયાની યાદીમાં જણાવાયું છે.