કાલે ડીપીટી-કંડલાની વિકાસલક્ષી બોર્ડબેઠક

પોર્ટ સંલગ્ન વિવિધ ૧૬ મુદ્દાઓ પર થશે મંથન : ઈન્ચાર્જ ચેરમેન બોર્ડ મિટિંગની પૂર્વ સંધ્યાએ કચ્છ આવી પહોંચશે

 

પર્યાવરણીય મામલે ‘ગાઈડ’ નોડેલ એજન્સી
ગાંધીધામ : નોધનીય છે કે, પોર્ટ આસપાસના ચેરીયા સહિતના નિકંદન તથા એન્વાયરન્ટમેન્ટ કલીયરન્સને લઈને પણ જે સમસ્યાઓ થતી રહેતી હોય છે તેના માટે ‘ગાઈડ’ને મોનીટરીંગ માટેની નોડેલ એજન્સી તરીકે નિમણુંક કરવામા અવી છે.

 

 

૪ લીકવીડ કાર્ગો પ્લોટની હરરાજી
ગાધીધામ : ડીપીટી કંડલા સલગ્ન ૪ લીકવીડ કાર્ગો પ્લોટના ઓકશન-હરરાજી માટેની પ્રક્રીયાને લીલીઝંડી આપવામાં આવી શકે છે.

 

વર્કરના યુનીફોર્મ-પેન્સરોના બે મુદ્દાનો સ્વીકાર
ગાંધીધામ : આવતીકાલની બોર્ડ બેઠકમાં વર્કસના યુનીફોર્મ તથા પેન્સન સબંધીત બે મુદાઓનો પણ સ્વીકાર કરવામા આવ્યો છે. ર૦૦૪ બાદ નવી સ્કીમ આવી છે જેમાં વિધવા બહેનોને પેનસનનો લાભ મળવાની સ્પષ્ટતાઓ નહાતે આવી છે હવે આવી ગઈ છે અને ઉપરાંત ૪૩૯ એમ્પલોય હતા જેઓને નુકસાન જતુ હતુ તે સમસ્યાનો પણ નિકાલ કરી લેવાયો છે.

 

 

પોર્ટની‘સીએપેઢી’ થશે નીશ્ચિંત
ગાંધીધામ : ડીપીટી કંડલા પોર્ટ ટ્રસ્ટમાં માતબર રકમના વિકાસકામો કરવામા આવી રહ્યા છે ત્યારે નાણાકીય રીતે કોઈ વિસંગતતાઓ ન રહે તે માટે સીએ ફર્મને એપોઈન્ટ કરવાનો નીર્ણય લેવાયો છે. અલગ અલગના બદલે એક જ સેન્ટ્રલાઇજ સીએ ફર્મને કામ આપવાનો નિર્ણય કરાયો છે.

 

 

૧૩-૧પ જેટીનો રજુ થશે સ્ટેટસ રીપોર્ટ
ગાંધીધામ : આવતીકાલની બોર્ડ બેઠકમાં ૧૩ અને ૧પ નંબરની જેટીનો સ્ટેટસ રીપોર્ટ રજુ કરવામા આવશે. બન્ને જેટીના સ્પેશ્યલ ઓડીટ પણ કરાવવામાં આવ્યા હતા અને તે મામલે પણ આવતકાલની બોર્ડ બેઠકમાં જરૂરી પરામર્શ કરવામા આવશે.

 

 

બન્કરીંગ જેટી બનાવવા ૩૧ જુલાઈનું અલ્ટીમેટમ
ગાંધીધામ : બન્કરીંગ જેટી બનાવા માટેની પ્રક્રીયા લાંબા સમયથી વિલંબીત પડી રહી હતી જેમાં પર્યાવરણીય મંજુરી મળતી ન હોવાનુ કારણ આગળ ધરાતુ હતુ હવે આ એન્વાયર્નમેન્ટ કલીયરન્સ મળી ગયાને પણ આજે છ આઠ માસ થયા છે ત્યારે હવે પોર્ટ અને કામ રાખનારીપેઢીની પરસ્પર શરતો-ટર્મ એન્ડ કન્ડીશનપૂર્ણ કરવાને માટે ચાલી રહેલી પ્રક્રીયાઓ બાદ હવે આગામી ૩૧મી જુલાઈ સુધી કામ ચાલુ કરી દેવાની તાકીદ આવતીકાલની બેઠકમાં કરવામાં આવી શકે છે.

 

 

ગાંધીધામ : દેશના મહાબંદર પૈકીના એક એવા દીનદયાલ પોર્ટ ટ્રસ્ટના કંડલાની અંતે આવતીકાલે બોર્ડ બેઠક લાંબા સમય બાદ મળવા પામી રહી હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર ડીપીટીના ઈન્ચાર્જ ચેરમેન સંજય ભાટીયાએ કાર્યભાર સંભાળ્યા બાદ લાંબા સમય પછી આવતીકાલે આ બીજી બોર્ડ બેઠકનું આયોજન કરવામા આવી રહ્યુ છે.
સામાન્ય રીતે પ્રતિ મહીને મળતી બોર્ડ બેઠક ત્રણ માસ અને છ મહીને મળવા પામી રહી છે. આ બેઠકમાં આવતીકાલે ડીપીટી પોર્ટ યુર્ઝસ, પોર્ટ રેવેન્યુ સહીતના વિવિધ નીતીવિષયક પ્રશ્નો અને વિકાસલક્ષી મુદાઓ પરમહત્વપુર્ણ ચર્ચા વિચારણા કરવામા આવનાર હોવાનુ માલુમ પડી રહ્યુ છે.
આ મામલે પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર આવતીકાલે પોર્ટના ઈન્ચાર્જ ચેરમેન સંજય ભાટીયાની અધ્યક્ષતામાં સવારે બોર્ડ બેઠક મળવા પામી રહી છે. જે બેઠક મળવા પામી રહી છે તેમાં વિવિધ જેટલા ૧૬ જેટલા એજન્ડાનો સમાવેશ કરવામા આવ્યો છે. પોર્ટને લગતા વર્કવેરીયેશન, એસ્ટીમેટ, અગાઉના કામોના ફોલોઅપ્સ એકસન સહીતનાઓનો આ બેઠકમાં ચર્ચા પરામર્શ કરવામા આવશે. નોધનયી છે કે, બેઠક આવતીકાલે છે ત્યારે પોર્ટના ઈન્ચાર્જ ચેરમેન આજ રોજ કચ્છ આવી પહોંચશે તેમ પોર્ટના સુત્રો મારફતે જાણવા મળી રહ્યુ છે.