કાનગડ પરીવાર સંચાલિત એસઆરકે ઈન્સટીટયુટની એક બિલ્ડીંગ કોરોના કેર માટે તંત્રને સુપરત

પૂર્વ કચ્છના પ્રતિષ્ઠીત પરીવારની પ્રેરક પહેલ

ગાંધીધામ : કોરોનાની મહામારીએ માજા મુકી છે. ભારત-ગુજરાત સહિત કચ્છમાં પણ કોરોનાનો વ્યાપક ફેલાવો વધવા પામી રહ્યો છે. સરકાર તમામ મોરચે લોકોને રાહત આપવાના પ્રયાસો કરી રહી છે અને આ બીમારીને નાથવા યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે ઉપરાંત પણ હવે કયાંક ને કયાંક સરકારી માળખાઓ આ બીમારી સામે ટુંકા પડતા હોવાની સ્થિતી દેખાય છે ત્યારે સમાજના આગેવાનો, અને જાગૃત સંસ્થાઓ કે સખાવતી પરીવારો પણ કોરોનાની મહામારીને નાથવા માટે સરકારને મદદરૂપ થવા જનભાગીદારી કરતા હોવાના પ્રેરણારૂપ દાખલાઓ સામે આવવા પામી રહ્યા છે. દરમ્યાન જ જાણવા મળતી વધુ માહીતી અનુસાર પૂર્વ કચ્છમાં પણ આવી જ એક પ્રતિષ્ઠીત પરીવાર સંચાલિત શિક્ષણ સંસ્થાના એક ભવનને કોવિદ કેર બનાવવાની દીશામાં તંત્રને સુપરત કરવામા આવી હોવાનુ માલુમ પડયુ છે. આ બાબતે અરજણભાઈ કાનગડને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, સાપેડા પાસે એસઆરકે ઈન્સ્ટીટયુટના ૧૦૦ વિદ્યાર્થીઓ માટેની છાત્રાલયની બીલ્ડીંગ કોરોના કેર સેન્ટર માટે સરકારને સુપરત કરી હોવાનુ જણાવ્યુ હતુ. હાલમા કોરોનાની સ્થીતીને જોતા શિક્ષણકાર્ય બંધ જ છે અને પ્રત્યેક સક્ષમ વર્ગે સમાજને આવી કપરી પરીસ્થિતીમાં મદદરૂપ થવા આગળ આવવુ જ જોઈએની સંવેદના સાથે અંજાર નાયબ કલેકટર તથા મામલતદારની હાજરીમાં એક ભવન કોવિદ કેરના સંચાલન માટે આપ્યુ હોવાની વાતને સમર્થન આપ્યુ હતુ.