કાચુ કાપ્યા પર વ્હાઈટવોશ કે પછી ડેમેજ કન્ટ્રોલ..! ભુજ ધાર્મિક ઠામ ડખ્ખો ઠારવા કચ્છ ભાજપને અંતે ડહાપણ ફુટયું!

સંત રોહીદાસ ધાર્મિક સ્થાનકનાપક્ષકારો-અગ્રણીઓ સાથે ભાજપના આગેવાનોએ ગત રોજ સાંજે યોજી સમાધાન કારી બેઠક : સાંસદ વિનોદભાઈ ચાવડા-પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, વલમજી હુંબલ, અશોકભાઈ હાથી, મનુભા જાડેજા સહિતનાઓની આગેવાનીમાં મળેલી બેઠકમાં મધ્યસ્થીનો માર્ગ મેળવાયો : ૧૦ બાય ૧૧નો નાનકડો ટુકડો દબાણ માનીને નહોતો આપવા ઈચ્છતા ેતે જ હવે ૭૭ બાય ૩૦નો પટ્ટો એટલે કે રર૦૦ મીટર જમીન મંદીર માટે આપવા થયા તૈયાર

 

આજે સવારે ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યે સ્થળની મુલાકાત લઈ સ્નાનાઘાટ સહિતના મામલેની કાર્યવાહી તેજ બનાવવા સુધરાઈને સુચનો આપવાની દર્શાવાઈ ખાતરી

 

એપીએમસી ભુજ બોર્ડ બેઠકમાં મંદીરમાટે જમીન ફાળવવાનો ઠરાવ સર્વાનુમત્તે પસાર કરી અને ધાર્મિક સ્થાનક સમીતીને કરશે જાણ : જિલ્લા પંચાયત અધ્યક્ષાએ મંદીર માટે પ૧ હજારના દાનની કરી જાહેરાત

 

 

 

ગાંધીધામ : ભુજ એપીએમસીની કથિત જમીનમાં એક ધાર્મિક ઠામને દબાણ માની અને એકાએક જ તોડી પાડવામ આવતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા અને તે મામલે પાછલા બે દીવસથી સતત ઉહાપોહ ભરી સ્થિતી સામે આવી હતી. એપીએમસી ભુજ અને જિલ્લા ભાજપ પણ આ સમગ્ર ઘટનાને પગલે હરકતમાં આવી જવા પામી ગયા હતા.
એપીએમસી ભુજ ભાજપ શાસિત છે અને તેમાં ચેરમેન પદે જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ જ રહેલા છે તેઓની અધ્યક્ષતામાં જ મળેલી બોર્ડ બેઠકમાં લેવાયેલ નિર્ણય અનુસાર મંદીરને ધાડ દેતાને તોડી પાડવામા આવ્યુ હતુ પરંતુ જે રીતે લોકરોષ આ વાત પછી ફાટી નીકળ્યો હતો તે જોતા કયાંક ને કયાંક ભાજપે કાચુ કાપી નાખ્યુ હોય તેવો ઘાટ તેમના માટે સર્જાઈ જવા પામી ગયો હોય તેમ મનાય છે અને આ રીતે દલિત સમુદાયના લોકોમાં ભભુકી ગયેલા રોષને ઠારવાની દિશામાં સતત પ્રયત્નો હાથ ધરવામા આવી રહ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. કારણ કે દબાણને દુર કરવા જતા કયાંક ને કયાંક ભાજપના જ સામાજીક સમરસતાના મુદાને ધક્કો પહોંચે તેવી સ્થીતીનું નિર્માણ થવા પામી ગયુ હોવાનુ ચિત્ર ઉપસી આવ્યુ હતુ અને આ બાબતે ગત રોજ તાબડતોડ ભાજપના દિગ્ગજો દ્વારા એક સામાધાનકારી બેઠકનું આયોજન કર્યુ હતુ અને તેમાં બન્ને વચ્ચે મધ્યસ્થીની વાટ મેળવાઈ જવા પામી હોવાનુ બહાર આવવા પામી રહ્યુ છે. ગત રોજ સાંજે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, વલમજીભાઈ હુંબલ સહિતના મહાનુભાવોની હાજરીમાં ધાર્મિક ઠામના આગેવાનો, અગ્રણીઓને સમજાવાયા હતા. જેમાં બેઠકની શરૂઆતમાં મનુભા જાડેજાએ કહ્યુ હતુ કે, માનવીય અભિગમ અપનાવતા જે કાંઈ ઘટના જાણતા અજાણતા બની છે તેના બદલ ખેદ વ્યકત કરુ છે. જે કાંઈ મતભેદ થયા છે તેને દુર કરીએ અને મંદીર નિર્માણ માટે રર૦૦ મીટર જેટલી જમીન ફાળવવામા આવે તેવો બોર્ડમાં ઠરાવઅ ને પ્રેકટીકલ ધોરણે તે મંદીર નિર્માણ માટે મળવા પામે તેવા પગલા લેવાની ધરપકડ આપવામાઆવી હતી. નોધનીય છે કે, અગાઉ હયાત મંદીર ૧૦-૧૧ના પટ્ટામાં હતુ જેને કથિત દબાણ માની અને તોડી પાડવામા આવ્યુ હતુ પરંતુ હવે અંદાજે ૭૭-૩૦નો પટ્ટો રર૦૦ મીટર અંદાજેની જમીન ફાળવવાની તૈયારીઓ દર્શાવાતા તેઓને સ્વીકાર કરવામા આવ્યો હતો. તો વળી વલમજીભાઈ હુંબલ દ્વારા આ બાઉન્ડી બનાવી આપવાની જાહેરાત કરાઈ હતી. તો વળી જિલ્લા પંચાયત અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરીયા દ્વારા મદીરને માટે પ૧ હજારના દાનની ધોષણા કરવામા આવી હતી. એકંદરે સંત રોહીદાસ નગરના આગેવાનો અને ભાજપના દિગ્ગજો વચ્ચે સમાધાન કારી બેઠક યોજવામા આવી હતી અને તેમાં ફોમ્યુલા ઘડી કાઢી અને ઘીના ઠામમમાં ઘી પાડવામા આવ્યુ હતુ.હવે એપીએમસી ભુજની સામાન્યસભામા બોર્ડમાં આ મુદાને બહાલ કરવામા આવશે અને તે પછી જમીન ફાળવવાની પ્રક્રીયા હાથ ધરવામાઆવશે. દરમ્યાન જ આજ રોજ સવારે પણ ભુજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય ઘટનાસ્થળ ગયા હતા અને અહી ફાળવાયેલી ગ્રાન્ટમાં સ્નાનાઘાટ સહિતના કામોને ઝડપથી વેગવાન બનાવવામ આવે તે માટેના પ્રયાસો ઝડપથી હાથ ધરવામા આવશે તેવી ખાત્રી આપી હોવાનુ પણ માલુમ પડી રહ્યુ છે.