કાંઠાળ વિસ્તારના ૯૨ ગામોના ૧૮,૯૯૭ લોકોને કોવીડ ગાઇડલાઇન સાથે સ્થળાંતરીત કરાયા

વાવાઝોડા માટે સાવચેતી અને અમલવારીની તંત્ર દ્વારા તડામાર તૈયારી

ભુજ : કચ્છ જિલ્લામાં આગામી ૧૭ થી ૨૦મી મે-૨૦૨૧ સુધી સંભવિત તૌકતે વાવાઝોડુ ત્રાટકવાની સંભાવનાના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરિયાકાંઠના તાલુકાના ૯૨ ગામોના લોકોને જે ૦ થી ૫ કિ.મી.ની ત્રિજયામાં આવે છે. તેમને સ્થળાંતરીત કરવાની પ્રકિયા ચાલુ છે. જિલ્લામાં વિવિધ આશ્રય સ્થાનોમાં કુલે ૧૪૨૭ લોકોના સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. તેમજ બાકીના લોકો પોતાના નિવાસસ્થાન તેમજ સલામત સ્થળે સ્થળાંતરીત થયા છે. દરિયા કાંઠાના ગામોના આશ્રયસ્થાનો અને સલામત સ્થળે ૬૩૪૫ સ્ત્રીઓ, ૧૦૭૩૩ પુરૂષો અને ૧૯૧૯ બાળકો થઇ કુલે ૧૮૯૯૭ લોકોને અગમચેતીના ભાગરૂપે કોરોના કોવીડ-૧૯ની ગાઈડલાઇન પ્રમાણે સ્થળાંતરીત કરાયા છે તેવું ડીઝાસ્ટર મામલતદાર રાહુલ ખાંભરા દ્વારા જણાવાયું છે. બીજી તરફ તરફ ગાંધીધામના ગોપાલપુરી ખાતે પણ લોકોને સ્થળાંતરી કરાયા હતા.