કવીઓ જૈન મહાજન ભુજ ખાતે કોરોના રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવતા તારાચંદભાઈ છેડા

ભુજ: કચ્છ જિલ્લામાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ મહાઅભિયાનનો કવીઓ જૈન મહાજન ભુજ સંચાલીત રતનશી ટોકરશી વોરા મેડીકલ ચેકઅપ સેન્ટર ભુજ ખાતે અર્બન હેલ્થ સેન્ટર બેના સહયોગથી વિનામૂલ્યે કોરોનાની કોવેકસીન રસીકરણ મહા અભિયાનનો સંસ્થાના પ્રમુખ અને પૂર્વ રાજયમંત્રી તારાચંદભાઈ છેડાએ દીપ પ્રાગ્ટય કરી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, હવે જયારે કોરોના મહા બિમારીના ત્રીજા વેવની સામે રક્ષણ મેળવવા માટે એકમાત્ર ઉપાય રસીકરણ છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા વિનામૂલ્યે રસીકરણનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર રસીકરણનો વધુમાં વધુ લોકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સંસ્થાના મેડીકલ કન્વીર ડૉ. દેવચંદભાઈ ગાલાએ જણાવ્યું હતું કે, લોકોને સરળતાથી રસી મળી રહે તે માટે વિનામૂલ્યે કેમ્પનો પ્રારંભ કરાયો છે. રસીકરણ કેમ્પના પ્રથમ દિવસે ભુજ, માધાપર, મિરઝાપર, માનકુવા, સુખપર, કેરા વિગેરે ગામોમાંથી મોટી સંખ્યામાં લોકોએ કોરોનાની રસી લીધી હતી. રસીકરણ કેમ્પમાં અર્બન હેલ્થ સેન્ટર બેના ડૉ. ખેતાજી સોઢા, નર્સ્િંાગ સ્ટાફના ગાગલ ભાવીનીબેન, ગાગલ ધર્મિષ્ઠાબેન, ડાંગર શાંતિબેન, ભાવિકાબેન, નીખીલભાઈ, ગુણવંતભાઈ, હર્ષભાઈ, પ્રવીણભાઈ, કાંતિભાઈ વિગેરે સહયોગી રહ્યા હતા અને સંસ્થાના જનરલ મેનેજર અંકિત ગાલા, હરનિસભાઈ મહેતા, હસમુખભાઈ શેઠીયા વિગેરેએ કેમ્પની વ્યવસ્થા સંભાળી હતી.