ભુજ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જામનગર જિલ્લાની મુલાકાત લીધા બાદ સરહદી કચ્છ જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. મુંદરા અદાણી પોર્ટ પર ઉતરાણ કર્યા બાદ હેલિકોપ્ટર મારફતે ભુજ આવી પહોંચી કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક શરૂ કરી હતી. જેમાં જિલ્લામાં કોરોનાના વધતા જતા સંક્રમણ અંગે કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સાથે ચર્ચા શરૂ કરી હતી.