કલેકટર પ્રવીણા ડી.કે.ની બદલીમાંં તર્કવિર્તકો તેજ : કયા બની બેઠલા રાજકીય નેતાનું સપનું રોડાયુ ?

  • સત્ય મેવ જયતે : ટીમ કેશુભાઈ પટેલની મહેનત રંગ લાવી

રાજયના આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ વખતે સમાંતર રીતે જ ભુજમાં સંકલનની બેઠક ચાલતી હતી : સંકલનની બેઠક પુર્ણ થતા ઉમેદ ભવનમાં બધા મળતા કચ્છના કલેકટરની ટુંકાગાળામાં થયેલી બદલીનો મુદ્દો પણ ઉમેદ ભવનમાં ચર્ચાયો : કેશુભાઈએ ગાંધીનગર જઈ સચોટ રજુઆતની નાખી ટહેલ, ઉપસ્થિત ધારાસભ્યોએ કેશુભાઈનો પડયો બોલ જીલ્યો, તેવામાં જ એક બની બેઠેલા નેતાએ એમએલએેને બહાર બોલાવીને બદલી યોગ્ય છે, માથાકુટ ન કરવાની વણમાંગી dકેમ આપી દીધી સલાહ? : રાજકીય બેડામાં જામી ચર્ચા

કચ્છ કલેકટરની બદલી જિલ્લા ભાજપના પ્રમુખની આગેવાનીમાં બધા જ ધારાસભ્યો એક થઈને અટકાવી શકતા હોય તો આવી જ એકતા અને સંપથી નર્મદા જળ અને ભુજોડી ઓવરબ્રીજ જેવા મુદ્દાઓ શું ન ઉકેલી શકાય? : જાણકારોમાથી ઉઠતા સવાલો

આ કલેકટરની બદલીનો પડઘાં દિલ્હી દરબારમાં પણ પડયો અને ત્યાંથી પણ ઠપકો મળ્યો જે બાદ તુરંત બદલી કેન્સલ કરીને યોગ્ય ન્યાય આપવામાં આવ્યો હોવાનો વર્તારો

ગાંધીધામ : ગુજરાતમાં તાજેતરમા જ ૭૭ જેટલા આઈએએસ અધિકારીઓની સાગમટે બદલી થવા પામી હતી જેમા કચ્છના કલેકટરનો પણ સમાવેશ હતો પરંતુ આ બદલીમાં ખુબજ ટુંકાગાળામાં ફેરદબલ થયા અને યથાવત સ્થિતીમાં જ અધિકારીઓને રખાયાની સત્તાવાર ગત રોજ જાહેરાત કરવામાં આવી હતી. કચ્છ કલેકટર પ્રવીણા ડી.કે.ને પંચમહાલના બદલે ફરીથી કચ્છમાં જ મુકવામા આયા છે જેને લઈને હવે રાજકીય ભેદભરમ સાથે ચર્ચાઓ તેજ બની જવા પામી છે.
કહેવાય છે કે, આ બદલી અટકાવવા અને કચ્છને ફરીથી પ્રવીણા ડી.કે. જેવા સારા અધિકારીની સેવા મળી રહે તથા અધિકારીવર્ગની પણ ટુંકાગાળામાં એકલ-દોકલને નડતરરૂપ હોતા બદલી દેવાથી મનોબળ માંગતા અટકાવવાની દીશામાં પણ જે મહેનત કરાઈ છે તે બદલ કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ કેશુભાઈ પટેલની ટીમને અભિનંદન જ આપવા ઘટે તેમ છે.આ બાબતે અંતરંગ અભ્યાસુવર્ગમાં થતી ચર્ચાઓની વાત કરીએ તો કલેકટરોની બદલીના ઓર્ડરો થયા તેવા સમયે ભુજમાં સંકલનની મહત્વપૂર્ણ મીટીંગ ચાલતી હતી તેમા ડો.નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિહ જાડેજા અને વિનોદભાઈ ચાવડા હાજર હતા. સંકલનની બેઠક પૂર્ણ થયા બાદ તમામ આગેવાનો ઉમેદભવનમાં ભેગા થયા હતા અને તેવામા જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ આવી પહોચતા તેમની પાસે રજુઆત થઈ કે, કલેકટરોની બદલી ટુંકા સમયમાં અવારનવાર થાય છે તેનાથી વહીવટી વાતાવરણ ધુંધળુ થતુ જાય છે. કોઈ કારણ એકાદ જણાને પસંદ ન પડે કે તુરંત જ બદલી થાય તે કચ્છને નુકસાન કરતા થાય છે. એટલે તુરંત જ કેશુભાઈએ કહ્યુ કે, હાલો સૌ હાલીએ ગાંધીનગર અને રજુઆત કરીએ કે કારણ વગર શા માટે કલેકટરોની બદલી ટુંકાગાળામાંં કરવામાં આવે છે. પણ ત્યાં જતા પહેલા આ બાબતે ચર્ચાઓ હજુ તો ચાલતી જહતી કે તે વચ્ચે ભુજના બની બેઠેલા નેતા આગેવાને એમએલએને બહાર બોલાવેલ અને કલેકટરની બદલી અંગે બહુ માથાકુટ કરશો નહી અને આ બદલી બરાબર થઈ તેવી ડહાપણ અને ભારપૂર્વકની માંગ્યા વિનાની સલાહ આપવા લાગી ગયા હતા. આવા સમયે હવે સવાલો એ થઈ રહ્યા છે કે, આ રીતે બહાર બોલાવનારા એ બની બેઠેલા નેતા કોણ? અને બદલી થઈ તેમાં આ બની બેઠેલા નેતાનો રાજીપો પણ શા માટે હતો? આ બધુ તપાસનો જ વિષય બની રહ્યો છે.બીજીતરફ આ બદલી થવા પાછળ લાગતા-વળગતાઓને સાચી રજુઆતત કરવામા આવી, જેની અસર સીધી દિલ્હી સુધી પડઘારૂપે પડી અને કહેવત છે ને કે સત્ય મેવ જયતે થવા પામી ગયુ છે. સત્યનો સદાય વિજય જ થાય છે. આ બદલી થઈ, અધિકારીને ન્યાય મળ્યો તેની પાછળ ટીમ કેશુભાઈ પટેલની જ મહેનત રંગ લાવી ગઈ છે. કેશુભાઈની સાથે અમુક ધારાસભ્યોએ જે મહેનત કરી તે ફળી છે. સારા અધિકારીને કચ્છને ફરીથી મળ્યા છે. વહીવટી રીતે સારા અધિકારીનો લાભ કચ્છને ફરીથી મળવા પામશે. જયારે કચ્છના ધારાસભ્યો અને રાજકીય આગેવાનો એકજુટ બની અને સારા અધિકારી-કલેકટરશ્રીને કચ્છમાંથી બદલતા અટકાવાયા અને આ અધિકારીને પરત કચ્છમાં લઈ આવ્યા છે ત્યારે કચ્છ આખાયને આ રાજકીય આગેવાનો તરફી વધુ આશભર્યા મીટ મંડાયા છે. જે રીતે અધિકારી પાછા લઈ આવી શકાય છે તેવી જ રીતે કચ્છનું રાજકીય જગત એકસુત્રતા-સંપ દેખાડે તો નર્મદા જળ અને ભુજોડી ઓવરબ્રીજ જેવા વરસોથી અટકેલા કામો પણ પાર પડી જ શકે તેમ છે. જિલ્લા ભાજપ પ્રમુખના નેતૃત્વમાં તમામ ધારાસભ્યો એક થાય અને ગાંધીનગરમાં આવી જ રજુઆત કરી દેખાડે તો ગાંધીનગરમાં બેઠેલાઓને કચ્છની માન્ય માંગો સંતોષવી જ પડે તેમ છે. જરૂર છે કે, રજુઆત સત્ય હોવી જોઈએ. એકબીજાને લાંબા ટુકા કરવા અથવા તો એકબીજાના અહમના ટકરાવને પોષતી નહી પણ આખાય કચ્છના હિતની હોવી જોઈએ તો ગાંધીનગરમાં બેઠેલી સરકાર જરૂરથી સાંભળે જ છે તેમ પણ જાણકારવર્ગ માની જ રહ્યો છે.