કલેકટરના અધ્યક્ષસ્થાને સંકલિત બાળવિકાસ યોજના મોનીટરીંગ એન્ડ રીવ્યુ મિટિંગ યોજાઈ

ભુજ : કલેકટરશ્રી પ્રવિણા ડી.કે નાં અધ્યક્ષ સ્થાને સંકલિત બાળ વિકાસ યોજના (આઈ.સી.ડી.એસ. )મોનીટરીંગ એન્ડ રીવ્યુ મિટિંગ ( ત્રિ-માસિક) નું કલેકટર કચેરી ખાતે આયોજન કરવામાં આવેલ હતું. અધ્યક્ષ દ્વારા આંગણવાડીમાં વિજળી,પાણી અને સેનિટેશન ની સુવિધા તમામ આંગણવાડીમાં ઉપલબ્ધ કરવામાં આવે, યોજનાના પોતાના માકાન ન ધરાવતા આંગણવાડીઓ માટે સત્વરે નવા મકાન બનાવવા, બાળકો, સગર્ભા, ધાત્રી અને કિશોરીઓને સમયસર પુરક
પોષણ મળી રહે,આંગણવાડી વર્કર હેલ્પરનાં બિલોનાં ચૂકવણા સમયસર થાય તે બાબતે ખાસ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી હતી.આ મિટિંગમાં આઈ.સી.ડી.એસ. યોજના અંતર્ગત વિવિધ યોજનાઓ અંતર્ગત સમીક્ષા કરવામાં આવી હતીવધુમાં વિવિધ વિભાગો સાથે આઈ.સી.ડી.એસ. યોજનાના કન્વર્જન્સ તેમજ સંકલનમાં ને લગતા પ્રશ્નો જેવા કે અગાઉનાં વર્ષોમાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ, જિલા ગ્રામ વિકાસ એજન્સી માં આયોજન કરેલ અને પૂર્ણ ન થયેલ આંગણવાડી મકાન બાંધકામનાં કામો સત્વરે પૂર્ણ કરવા અધ્યક્ષ દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ મીટીંગમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એચ.એમ. જાડેજા, જિલ્લા પુરવઠા અધિકારી ડો. રીના ચૌધરી, પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ ઈરાબેન ચૌહાણ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. માઢક, જિ.પ.જિલ્લા શિક્ષણાધિકારી ડો.બી.એન. પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પ્રજાપતિ , યુનિટ મેનેજર વાસ્મો જે.એલ.ચૌહાણ, જિલ્લા આયોજન અધિકારી જે.કે. ચાવડા, સમાજ કલ્યાણ અધિકારી આર.પી. વાઘેલા, મહિલા અને બાળ વિકાસ યોજના અધિકારી અવનીબેન દવે તેમજ તમામ સંબંધિત અધિકારી વગેરે હાજર રહ્યા હતા.